________________
દેશના
-: ઢાળ-૧૯ :
ભાવાર્થ :
કાશી ઉદ્યાનમાં કેવલિ શ્રી વિમલમતિ સૂરિપુંગવ પરિવાર સાથે સમોસર્યા. કાશીદેશના મહારાજા ચંદ્રશેખર દેશના સાંભળવા બેઠા છે. ગુરુદેવે ભવ્ય જીવોના હિતના કારણે દેશનાનો પ્રારંભ કર્યો.
હે ભવ્ય પ્રાણીઓ ! અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માની વાણી સાંભળો. સાંભળીને તમારા હૈયામાં ઊતારો. આ સંસારથી ચેતવા જેવું છે. જ્ઞાનદશા પામ્યા પછી આ સંસારમાં કોઈ રઝળતું નથી. પરમાત્માની વાણી દિલમાં અવધારો. હે ચતુરસુજાણ ! આ મોહનીય કર્મના છક્કામાં જે ચડ્યા છે તે આ અપાર સંસારમાં રઝળી જાય છે. છેલ્લામાં છેલ્લા સાગર સરખો આ સંસાર કહ્યો છે. હે શ્રોતાઓ ! આ સાગરથી જુદા ભેદથી રહેવા જેવું છે.
વળી પૃથ્વી-અપ-તેઉ-વાયુ-વનસ્પતિ, પાંચ ભેદ એકેન્દ્રિયના જાણવા. નિ:કામ નિર્જરાના યોગથી વળી બેઈન્દ્રિય - તેઈન્દ્રિય - ચઉન્દ્રિય - પંચિન્દ્રિયપણુ પામે છે. આ બધા ભવોમાં નાસા(ઘ્રાણેન્દ્રિય)નયન(ચક્ષુરિન્દ્રિય)-શ્રુતિ(શ્રોતેન્દ્રિય) વિના પણ અજ્ઞાનતાના કારણે ઘણા ભવો ભટક્યો. તિપંચ-પંચિન્દ્રિય-નારકી વગેરે પરભવમાં દીન દુઃખિયા થઈ ભવો પૂરા કર્યા. વિરતિ વિનાના દેવભવમાં લોભને વશ થઈ જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકતા નથી.
દશ દ્દષ્ટાંતે દુર્લભ માનવભવ મળ્યો. ધર્મારાધનની તક આ મનુષ્ય ભવમાં મળે છે. ગિરિ નદીના પથ્થરના ન્યાયે એટલે નદી ગોળ-ગોળ ન્યાયે કરીને ગમે તેવો પથ્થર હોય તો પણ પોતાનો આકાર છોડી દઈને, ગોળાકાર થઈ રહે છે. તેને માટે છેલ્લે સમુદ્રનો કિનારો છે. તેમ જીવો પણ સંસારરૂપી સાગરનો કિનારો પામે છે. જો તેમાં મોહના ઘરના ૧૩ કાઠિયારૂપ ચોર પંજામાં સપડાયા તો વળી પાછો સંસારના ચક્કરમાં પડી જાય છે.
મોહનો સંગ છોડી જે સદ્ગુરુની વાણી રૂપી નાવમાં ચડે છે તે સંસારરૂપી સાગર તરી જાય છે. ગુરુભકિતએ ગુરુના વચનોમાં શ્રધ્ધા રાખી જે રમણતા કરે છે, તેઓના મિથ્યાત્વના દળિયાં શિથિલ થઈ જાય છે. તે કારણે મોહનીયના છક્કામાંથી છૂટી સકિત પામે છે. તે સમકિત યુકત જ્ઞાન-દર્શન-ચરિત્રરૂપ રત્નત્રયીને સાધતાં દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્વત્રયી પામી શકે છે.
પરમાત્માએ બે પ્રકારે ધર્મ પ્રકાશ્યો છે. સર્વવિરતી રૂપ સાધુધર્મ તથા બીજો દેશિવરતિ રૂપ શ્રાવકધર્મ. આ બંને ધર્મ રૂપી નાવમાં જે નિરતિચારપણે ચઢે છે તે આત્મકલ્યાણ કરી જાણે છે. જ્ઞાનદશાએ જોતાં, બે પ્રકારે
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
પરદ