________________
સાંભળી રાજા ધર્મમાં ઓતપ્રોત થતાં સમકિત સહિત બાર વ્રતોને ધારણ કર્યા. સાતેય રાણીઓએ પણ સ્વામીની સાથે બાર વ્રત ગ્રહણ કર્યા. વળી રાજાએ પૂછ્યું - હે ભગવંત! તપનો હેતુ શ્યો? તપ કયા કયા કહેવાય? સૂરિજી - હે ભાગ્યશાળી ! તપનો હેતુ મોહરાયને જીતવા માટે છે. અને એના મંત્ર સાધન થકી આરાધના રૂપ શ્રી અરિહંત દેવનું ધ્યાન ધરવું જોઈએ.
તપ એટલે - ઈચ્છાનો રોધ. અથવા તૃષ્ણાનો ત્યાગ. તેને તપ કહેવાય છે. વળી મમતા માયાનો ત્યાગ કરી જે હામ ભીડી તપ કરે છે તેના કર્મો નાશ પામે છે. જેમ શરીર ઉપર મણિમાણેક-મોતી સોનાના આભૂષણો હોય તો શરીર શોભે છે. તેમાં વિવિધ પ્રકારના કનકાવલી, રત્નાવલી, મુકતાવલી, ચક્રવાલ, એકાવલી સિંહ વિક્રીડિત વગેરે મહાન તપો કહ્યા છે.
જે તપની આરાધના હરિનંદ રાજા તથા સાતેય રાણીઓ કરે છે. હે રાજન! આવા મહાન તપ કરનાર જંગમ તીર્થ સમાન ઘણા પ્રતિમા ધર આત્માઓ છે.
ગુરુભગવંતની વાણી સાંભળીને રાજા, ધર્મઘોષ સૂરિ ભગવંત આદિ ૫૦૦ મુનિભગવંતોને પોતાના આવાસે તેડી ગયો. પોતાના મહેલે ગુરુને નોતર્યા. ગુરુચરણ પાદુકાની ૧ લાખ સોનૈયા મૂકી ભક્તિ કરી. જ્યારે પ્રાણપ્યારી સાત રાણીઓએ પણ ગુરુભક્તિએ સાત લાખ સોનૈયા મૂકી ભક્તિ કરી. ત્યાર પછી ૫૦૦ મુનિભગવંતોના પાત્રે અશનાદિ વહોરાવી રાજા સહિત સાત રાણીઓએ અનંત અખૂટ પુણ્ય ઉપાર્જન કર્યું. સમૂહમાં આઠેય ભેગું સાધરણ પુણ્ય અનંત ભેગું બાંધ્યું,
ત્યાર પછી સૂરિશ્વરજીને મૂકવા વનમાં રાજા સાથે ગયો. વિવેકી આત્મા કયારેય કયાંયે વિવેક ચૂકતા નથી. ૫૦૦ મુનિ સહિત સૂરિશ્વરજીને વનમાં મૂકી રાજા નગરમાં પાછો ફર્યો.
હવે શ્રાવકના વ્રતોને નિરતિચારપણે પાળતો રાજા તથા રાણીઓ પોતાનું શેષ જીવન ધર્મની આરાધનામાં વિતાવે છે. અમારી પડહ વજડાવી રાજ્યમાં જીવદયાનું વિશેષ પ્રકારે પાલન કરાવે છે. ગુરુ ઉપદેશ થકી વિશેષ પ્રકારે બારમું અતિથિગ્રત દ્રવ્ય અને ભાવથકી પાળતાં સુપાત્રે દાન હંમેશાં ઘણું આપે છે. સાધર્મિક અતિથિનો ઘણો સત્કાર પણ એના ધર્મપણાને છાજે તે રીતે કરતો હતો.
સુંદરતર આરાધના કરતો હરિનંદ રાજા પોતાનું આયુ ક્ષય થયે છતે સૌધર્મ દેવલોકમાં દેવ પણે ઉત્પન થયો.
સાત રાણીઓમાં જે સુલોચના પણ સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી ચંપાપુરી નગરીના રાજાને ત્યાં પુત્રી રૂપે અવતરી. ત્યાં ગુરુ થકી ઉપદેશ સુણતાં વૈરાગ્યે થયો. સંયમ ગ્રહણ કર્યો. ચારિત્રની કયાંક વિરાધના થતાં તે ત્યાંથી કાળ કરી મોક્ષપ્રાપ્તિને બદલે તે દેવી ત્રિલોચના થઈ. હરિનંદ રાજા કાલાંતરે ધર્મની આરાધના કરતો દેવલોકમાં ગયો. ત્યાંથી આવી તે જ તું ચંદ્રશેખર રાજા થયો.
જયારે સુભદ્રાનો જીવ તે તારી ગુણમંજરી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૨૮