________________
આ નાની મારી મહૂલી તમારા સૌનું પિયર સમજજો. આ પ્રમાણે કહીને ધનસારે સઘળી કન્યાઓને ઘણો સાસરવાસો આપ્યો. સહુને વિદાય આપી.
રાજ્યાભિષેક
હવે કુમાર દેવી મહેલમાં પોતાની સ્ત્રીઓ સાથે દૈવી ભોગોને ભોગવતાં કાળ નિર્ગમન કરે છે. પિતાના મહેલે આવે છે. માતા પાસે આવે છે. દરરોજ માતપિતાને પગે લાગી પિતા સાથે રાજદરબારે જાય છે. રાજ્યની સંભાળ પણ લેતાં કેટલોક સમય વીતી ગયો.
યુવરાજનો રાજ્યાભિષેક કરવા પિતા મહસેન રાજાએ મંત્રીશ્વર આદિ વર્ગને વાત કરી. શુભમૂહુર્ત જોતાં દિવસ આવી ગયો. મંદિરોમાં મહોત્સવ કરીને, કુમારનો રાજ્યાભિષેક કર્યો. પિતાની આજ્ઞાને શિરે ચડાવતાં, પિતાની આજ્ઞાનુસારે રાજ્યના સઘળાં કાર્યો સંભાળી લીધાં. મહસેન રાજાએ પોતાના રાજ્ય ઉપર ચંદ્રશેખર મહારાજાની આણ વર્તાવી. રાજ્યમાં સર્વત્ર શાંતિ છવાઈ. નિષ્કટક રાજ્યનું પાલન કરવા લાગ્યા. અવિરત સમયના વ્હેણમાં મહસેન રાજાનું આયુષ્ય પૂરુ થતાં પરલોકવાસી થયા. પિતાના સ્વર્ગગમનથી રાજા ચંદ્રશેખર, માતા રત્નાવતી આદિ શોકથી ઘેરાઈ ગયા. સમય થતાં શોકને દૂર કરી વળી ચંદ્રકુમારે રાજ્યનો કારભાર સંભાળી લીધો.
કુમાર પોતાના ઉપકારીઓને ભૂલતો નથી. પરદેશમાં પૂર્વે આપેલ વચનને સંભારીને કુમારે રવિશેખરને બોલાવ્યો. રાજસભામાં તેનું સ્વાગત કરી, બહુમાન પૂર્વક મંત્રી મુદ્રા આપી. મંત્રીપદે સ્થાપન કર્યો. વળી સુરદેવને પણ બોલાવ્યો. તેનો પણ આદર સત્કાર કરી આપેલ વચન મુજબ સેનાધિપતિ પદ
આપ્યું.
પોતાના રાજ્યને વ્યવસ્થિત કર્યા પછી કુમાર, મંત્રી, સેનાધિપતિ તથા સૈન્યને લઈને, દંડ તથા કંથાને ગ્રહણ કરીને, ત્રણ ખંડને જીતવા ચાલ્યો. જ્યાં જાય ત્યાં પોતાની આજ્ઞાને મનાવતો, વળી સઘળા રાજાને નમાવતો. રાજાઓ તરફથી જુદા-જુદા અવનવી ભેટ સોગાદો લેતાં. કુમારે ત્રણ ખંડ જીત્યા. પાછા કાશી નગરમાં પધાર્યા.
રાજદરબાર ભરાયો. દિવિજય કુમારનો ત્રણ ખંડના અધિપતિ તરીકે અભિષેક થયો. વળી પટ્ટરાણી પદે - આઠ ભૂચરી, આઠ ખેચરી, મળી કુલ ૧૬ રાણીઓને સ્થાપી. જ્યારે મૃગસુંદરી અદ્દભૂત ચરિત્રથી આશ્ચર્ય પામતી સાસુ રત્નાવતીને મૃગસુંદરી જ હૈયે વસી ગઈ. મૃગસુંદરીની ઉપર અપાર પ્રેમને પ્રીતિ રાખતી રત્નાવતી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
५२०