________________
નવરાવી દીધો. જ્યારે બેટાએ એ નયન સરોવરના નીરથી બાપના ચરણ કમળનો અભિષેક કર્યો.
શણગારેલ ગજરાજ ઉપર પિતા-પુત્ર - રાજા યુવરાજ જઈ બેઠા. ઘણા સાજન માજન સાથે નૃત્ય કરતાં ગીતો ગાતાં સાથે, કુમારનો નગર પ્રવેશ થયો. કુમારનો પરિવાર પણ એટલો વિશાળ હતો કે નગરનો રાજમાર્ગ પણ સાંકડો થઈ ગયો. મનગમતા મોહન રાજમહેલના આંગણે આવી ઊભા. નગરની નારીઓએ મોતીડે વધાવ્યા. રાજકચેરીએ સૌ આવ્યા. સભા ઠઠ જામી છે. મંત્રીશ્વરો આદિ રાજ પરિવારથી યુક્ત રાજા સિંહાસન પર બેઠા છે. હર્ષનો પાર નથી. મિલનનો આનંદ મહોત્સવ ઉજવાયો. સભા વિસર્જન કરી. પિતા પુત્ર રાજમહેલમાં આવ્યા. સેનાધિપતિએ યુવરાજના રસાળાને સંભાળી લીધો. સહુને ઊતરવાની વ્યવસ્થા વગેરે બરાબર કરી. કુમાર પણ ત્રિલોચનાએ બનાવેલ મહેલે આવી ઊતર્યા. બેચર સ્ત્રીઓ સાથે તેમજ મૃગસુંદરી રતિસુંદરી આદિ ભૂચર સ્ત્રીઓથી પરિવરેલો કુમાર હવે માતાને મહેલે આવ્યો. માતા કાગની જેમ વાટ જોતી હતી. દીકરો દોડતો આવીને માતાને ચરણે પડ્યો. પાછળ બધી સ્ત્રીઓએ પણ માતાના ચરણમાં નમસ્કાર કર્યા. માતાએ આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. માતા પુત્રના મસ્તકને વારંવાર ચુંબનથી નવરાવ્યું. ત્યારપછી પડખે રહેલી ગુણસુંદરી સ્વામીના ચરણમાં નમી. તેને પણ પ્રેમથી બોલાવીને કુમારે ઊભી કરી. પોતાના સ્વામીની પ્રથમ પ્રિયા છે તે આપણી સૌની મોટી બેન છે સમજી, બીજી સઘળી કુમારની પત્નીઓ ગુણસુંદરીને પણ પગે લાગી.
સહુ સાથે આવેલ વિદ્યાધર રાજાઓ, સસરા, સાળા વગેરેને જમવા માટે માતાએ પોતાના મહેલે હરખભેર નોતર્યા. નવવધૂઓથી યુકત કુમાર માના મહેલે જમવા પધાર્યા. માતાએ નવવધૂઓને નવી નવી ભેટો આપવા સાથે પ્રેમથી જમાડ્યા. ભોજન બાદ માતા-પિતા પુત્ર પરિવાર સઘળા બેઠા છે અને પરદેશની અવનવી વાતો કરતાં, આનંદ કિલ્લોલ કરતાં હતા. કુમાર પણ પોતાના પ્રવાસની સઘળી વાતો કરવા લાગ્યો. ત્યારપછી વિદ્યાધરો જે સસરાદિ વગેરે સાથે મૂકવા આવ્યા હતા તેઓને પહેરામણી આપીને સહુને વિદાય કર્યા. પોતાના મહેલમાં કુમાર પોતાની સ્ત્રીઓ સાથે રહેવા લાગ્યો. ધર્મને પણ ક્યાંયે ન ચૂકતા કુમાર પોતાના ઉપકારીઓને પણ ભૂલતા નથી.
નગરમાં વસતા ગુણસુંદરીના પિતા શેઠ ધનસાર શ્રેષ્ઠીએ ચંદ્રશેખર જમાઈને, વેવાઈ વેવાણને તથા પોતાની પુત્રી સમાન કુમારની નવવધૂઓને જમવા માટે નિમંત્ર્યાં. ચંદ્રશેખરકુમાર સસરાની હવેલીએ પરિવાર સહિત પધાર્યા. ષડૂસ ભોજન જમાડ્યા. પ્રીતેથી પાણી પીરસ્યા. તંબોળ પણ આપ્યાં. વસ્ત્રાભૂષણોથી સહુ સ્વજનનો સત્કાર કર્યો. કુમારની પત્નીઓના સાચા અર્થમાં પિતા બન્યા. ત્યારપછી ધનસાર કહે છે - વ્હાલી દીકરીઓ ! તમારા પિતા તથા માતા વગેરે વેગળાની વાટે છે. કુમાર તથા પિતા મહસેન રાજા માતા રનવતી તમારી સૌની માતાપિતાની યાદ ન આવે તે રીતે સંભાળ રાખવાના છે. અમે પણ તમારા માતાપિતા છીએ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૧૯