________________
-: દુહા :
૧.
'
શા
સાંભળી ત્રિવયના વચન, ચિંતે ચિત કુમાર, હું અવિનિત માબાપને, દુઃખાયક ધિક્કાર. હરિબળ છે શ્વસુર ઘણા, મેળવી પૂછે એમ, મુજને વોળાવો તાકીદે, પિતરને મળીયે જેમ. માતપિતાની રજા વિના, નીકળીયો પરદેશ, પુત્ર વિયોગે પિતરને, અહોનિશ હુવે ક્લેશ, તે માટે અમે ચાલશું. મ કરો ઘડીય વિલંબ, એમ કહી વર મૂહુર્ત લીયું, મળવાને નિજ અંબ
hall
ll
-: દુહા :
ભાવાર્થ
દેવી ત્રિલોચનાની વાત સાંભળી ચંદ્રશેખર રાજકુમાર વિચારી રહ્યા છે. રે હું કેટલો બધો નગુણો ! જન્મ આપનાર માતાને ભૂલ્યો. પિતાને ભૂલ્યો. અવિવેકી એવા મને ધિકકાર હો. કુમારનું હૃદય દ્રવી ઉઠ્ય. માતાનું વાત્સલ્ય યાદ આવતાં હૈયું ઉભરાઈ આવ્યું. ભૂતકાળ યાદ આવ્યો. રણક્ષેત્રે હજારોને હંફાવનાર ચંદ્રશેખરનું હૃદય માતાનો સંદેશો સાંભળીને રડી ઉડ્યું. જનની અને જન્મભૂમિ કોને ન હચમચાવે? પળવાર કુમારે આંખ મીંચી વિચારી લીધું. આંખ ઉઘાડી જોયું તો ત્રિલોચના ન દેખાઈ. અંતર્ધાન થઈ ગઈ.
કુમાર બેઠો હતો, ઊભો થઈ ગયો. હવે જલ્દી માતાપિતા પાસે જવું છે. પ્રાતઃકાર્ય પતાવી કુમાર, સસરા હરિબળ રાજાને તથા બધાને મળીને પોતાની વાત કરી. કહે છે કે હવે અમને જલ્દી વિદાય આપો. ગુણાવળીને પણ આ સમાચાર મળી ગયા. વિવેકી કુમારે પોતાની માતા પાસે જવા માટે પોતાનો નિર્ણય જાહેર કર્યો. કુમારનો જવાનો નિર્ણય સાંભળી રાજપરિવારે કુમારને રોકવા ઘણો આગ્રહ કર્યો. પણ હવે કુમાર પળનો પણ વિલંબ કરવા તૈયાર ન હતા. માતાપિતાની રજા વિનાનો પરદેશ જવા નીકળી ગયો હતો. હવે લગની લાગી કે પ્રથમ માતાપિતાને મળવું. પછી બીજાં કાર્યો હાથમાં લેવાં.
શ ોખા કારણો શા) -
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૧૩