________________
વળી ત્રિલોચના કહેવા લાગી - હે બંધુ! તારી માતા જ દુઃખી છે, તેમ ન માનતો બીજા પણ ઘણા દુઃખી છે.
કુમાર - વળી બીજુ કોણ? દેવી - જરા યાદ કર. કોને કોને ક્યાં છોડી આવ્યો છું.
માતા રત્નાવતી પાસેથી જવા માટે નીકળી ત્યાં તો બીજી સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળ્યો. તેની પાસે પહોંચી તો -
રડતી બાઈ બીજુ કોઈ જ નહિ પણ. પણ. જંગલની કેડીએ જીવન ટકાવતી હતી. તેને તું જે લઈ આવ્યો તે “મૃગસુંદરી.”
કુમાર - મૃગસુંદરી?
દેવી - હા! હા! તે પણ તારા વિરહમાં ઝૂરી રહી છે. પરણીને ઘરે મૂકી આવ્યો. સંભાળ લીધી? મેં તેને પણ બોલાવી. આશ્વાસન આપીને આવી. કુમાર ! સ્ત્રીને પતિનો વિરહ ઘણો અસહ્યા હોય છે. રાતદિવસ ઝૂરી ઝૂરીને જાય છે. તેના દુઃખની કોઈ સીમા નથી. પત્નીને પતિના વિરહનું દુઃખ સમું બીજું કોઈ મોટું દુઃખ હોતું નથી.
જે કામદેવ શંકર અને હરિને ચલાયમાન કર્યા છે. રમણી સ્ત્રીની ભ્રાંતિ થકી કામ નડ્યો હતો, તો તમે શા હિસાબના?
ત્રિલોચનાના મીઠા અને આકરા ઠપકાના એ શબ્દો સાંભળી કુમારનું દિલ દુભાવ્યું. જવાબ એક પણ ન આપતો. દેવીની વાતને નીચું જોઈને સાંભળે છે.
ત્રિલોચના - કુમાર ! ઊંચુ જુઓ.
કુમારે ઊંચુ જોયું. મોઢા પરથી તેજસ્વિતા ઓસરી ગઈ હતી. દુઃખી થતાં થતાં માતાપિતા યાદ આવી ગયા. મૃગસુંદરી પણ આંખ સામે આવી ઊભી.
વળી ત્રિલોચના બોલી - કુમાર ! તમને કહું છું. આપે તો સુખ સાહ્યબી મળતાં માતાપિતા, પત્નીને વિસારી મૂક્યા છે. પણ નહિ ચાલે. હવે પરદેશ ફરવું છોડી દઈને, વેગપૂર્વક માતાપિતા પાસે પહોંચી જાવ. જગતમાં કહેવાય છે પુત્રરત્ન જ માતાપિતાના મહાસુખકારી હોય છે.
આ પ્રમાણે ચોથા ખંડની સત્તરમી ઢાળ “કડખા” ની દેશીએ પ્રગટ કહી છે. કર્તા પુરુષ કહે છે કે,
આ ઢાળ સાંભળીને ચિત્તમાં ધારણ કરજો કે આપણા માતાપિતા તથા જન્મભૂમિને ક્યારેય વિસરી ન દેવા જોઈએ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૧૨