________________
દેવી ત્રિલોચનાનો મીઠો ઠપકો
એકદા કુમાર સંધ્યા ટાણે મહેલના પ્રાસાદે ઊભા હતા. દૂર દૂર સંધ્યા ખીલી હતી. તે સોહામણા સૌંદર્યને નિહાળતા હતા. રંગબેરંગી વાદળો જોવામાં મગ્ન હતા. ત્યાં ગગનમંડળમાંથી એક દેવી સડસડાટ ઊતરી આવી.
કુમારની સામે આવી ઊભી. કુમાર તો પ્રશ્નભરી નજરે દેવીને જોઈ રહ્યો. પળવારમાં તો કુમારે દેવીને ઓળખી લીધી. બીજું કોઈ જ નહિ પણ કુમારની રક્ષા કરનારી ધર્મભગિની બેન ત્રિલોચના દેવી. ત્રિલોચના બોલી - “ઓળખે છે ?’
કુમાર - હે ધર્મભગિની “તને ન ઓળખું ?”
દેવી -
કરો છો ?
કુમાર - દેશ પરદેશ જોવામાં મજા આવે છે. તેથી ફર્યા કરું છું. બીજાનાં દુઃખો જોઈ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરું છું. દેવી ! પણ આ ટાણે આપ અહીં ક્યાંથી ?
દેવી - સાંભળો ! હું સમેતશિખર યાત્રાર્થે જઈ રહી હતી. ગગનમાર્ગે જતાં જ વચમાં કાશી નગર આવ્યું. રાત પડી હતી. નગર ઉપરથી પસાર થતાં મોટે અવાજે રડતી સ્ત્રીનો અવાજ સાંભળ્યો. હું તરત નીચે આવી. રડતી સ્ત્રીનો અવાજ મહેલમાંથી આવતો હતો. તેમની પાસે ગઈ. તે સ્ત્રી તે બીજી કોઈ નહિ પણ તારી માતા, રાણી રત્નવતી. દુઃખભર્યા દિવસો કાઢતી હતી.
મેં પૂછ્યું - ‘માતા’ અટાણે કેમ રડો છો ? મને કહે ન રડું તો શું કરું ? મારો ચંદ્ર કેટલાયે વર્ષોથી ચાલ્યો ગયો છે. તે તો નથી આવ્યો. પણ તેનો સંદેશો પણ કોઈ આવ્યો નથી. દીકરાનો વિરહ હવે મને ખમાતો નથી. હે કુમાર ! મા તો મને ન ઓળખે. પણ મેં તો ઓળખી લીધા, કે આ તમારા વિરહમાં મા રડે છે. મેં આશ્વાસન આપ્યું. ઘણુ સમજાવ્યા. તમારા વિરહમાં માતાપિતા તો ઝૂરી ઝૂરીને ઘણા દુઃખી થઈ રહ્યા છે. કુમાર ! વિચારો. ત્યાં મેં આશ્વાસન આપતાં કહ્યું કે ‘મા’ તમારો દીકરો કુશળ છે. હું એમની સાંનિધ્યમાં રહીને રક્ષા કરું છું. તે તો મારો ભાઈ છે. ત્રિલોચના નામે હું દેવી છું. તેમનું રક્ષણ હું કરી રહી છું.
કુમાર - હે દેવી ! તારી પરમ કૃપા થઈ.
દેવી - રત્નવતી માને કહીને આવી છું. તમારો દીકરો જ્યાં છે ત્યાં હું જાઉં છું. તમારો સંદેશો કહીશ. એક મહિનામાં લઈને આવું છું. તમે હવે મનમાં દુ:ખ ધારણ ન કરશો. રડતીમાને શાંત કરીને અહીં આવી છું. તમને તો ઈન્દ્રના સુખો મળ્યાં છે. પછી માડી ક્યાંથી યાદ આવે ?
કુમાર સાંભળીને મનમાં ઘણો હચમચી ઉઠ્યો. માતાની વાત સાંભળી દુઃખી થયો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૫૧૧