________________
મણિચૂડના સૈન્યના એક સરખા ધસારાથી ચંદ્રશેખરના સુભટો પાછા હટતા હતા. પાછા હટતા જોઈ મણિચૂડના સુભટોએ બમણા વેગથી હુમલો કર્યો. હુમલે સહન ન કરતાં કુમારના સૈન્યમાં ભાંગફોડ થઈ. સુભટો નાસભાગ કરવા લાગ્યાં. સેનાધિપતિ વિજયમલ્લે ત્રાડ પાડી. અને પોતાનું ધનુષ ખેંચ્યું. પોતાનો નાયક રણસંગ્રામમાં ઊતરતો જોઈ કુમારના બધા જ સૈનિકોએ વિજયમલ્લ સાથે હલ્લો કર્યો. વિજયમલ્લને આવતો જોઈ રણજીત પણ તેની સામે રણમાં ઊતર્યો. ભયંકર રણસંગ્રામ થયો. પ્રથમથી જ ધસારો લઈ આવેલ મણિચૂડનું સૈન્ય થાક્યું. વિજયમલ્લ સામે વધારે વાર ટકી ન શક્યું. વિજયમલ્લે રણજીતને પણ ઘણો હંફાવ્યો. બંને સેનાપતિને યુધ્ધ કરતાં જોઈ ગગને રહેલા વ્યંતરો પણ આનંદ પામતા હતા.
કુમારના સુભટોએ રણજીતને ઘેરી લીધો. તેથી તેના સૈનિકો પાછા હટવા લાગ્યા. મણિચૂડે જોયું કે મારું સૈન્ય ભાગી રહ્યું છે. રણજીત ઘેરાઈ ગયો છે. તેથી પોતાનો રથ સંગ્રામમાં ઊતાર્યો. મોટી હાક મારી કુમારને પણ નોતર્યો. મણિચૂડને આવતો જોઈ કુમાર પણ સામે ધસ્યો. કુમારની સાથે જ સસરા-સાળા વગેરે પણ યુધ્ધ ખેલવા ભૂમિ પર આવી ગયા. તીર-કામઠા, તરકશ આદિ ગ્રહણ કરતો મણિચૂડ ક્રોધથી ધમધમતો બોલ્યો - રે ચોર ! મારી આઠ પ્રિયાને યમુના તીરેથી ચોરની જેમ હરણ કરનાર મહાચોર ! તને જીવતો નહિ મૂકું! આજ તો તારે માથે મોતના નગારા વાગે છે.
કુમાર -રે શિયાળિયા! હું તો સિંહ થઈને આઠે કન્યાને પરણ્યો છું. શું તું ભૂલી ગયો કે સિંહના પંજામાં સપડાએલ શિયાળ કદી છૂટી શકતો નથી. હે પાપી ! તને હવે જીવતો ન મૂકું
રણભૂમિ ઉપર ક્રોધથી ધમધમતા બંને રાજાઓ વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. વચનયુધ્ધની સાથે રથમાં રહેલા દુર્ધર યોધ્ધાઓ શસ્ત્રયુધ્ધ કરતા. હવે તો એકબીજાના પ્રાણને હરી લે તેવા બાણો મૂકવા લાગ્યાં. બાણોના વરસાદ થકી ગગન મંડળ છવાઈ ગયું. સૂર્ય પણ ઢંકાઈ ગયો. બાણોના મંડપથી સુભટોને જાણે છાંયડો મળ્યો ન હોય; તેમ ગગન મંડપે તે લાગતો હતો. બંને મહારથીઓ એકબીજાને જરાયે મચક આપતા નહોતા.
વળી મણિચૂડ બોલ્યો - રે! સસરાદિની સહાયથી પોતાને યોધ્ધો કહેવરાવે છે. પણ ક્યાં સુધી ! સૂર્યના તાપથી રેતી કાંકરા ક્યાં સુધી તપે?
કુમાર - “ખરેખર મણિચૂડ” તું તો મૂર્ખ લાગે છે. સૂર્યના કે અગ્નિના તાપથી લાલચોળ થયેલ લોખંડનો ગોળો શું ઘાસની ગંજીને બાળી શકશે? તું તો પથ્થર કરતાં પણ વધારે કઠણ છે. શા માટે ગુમાન રાખે છે?
કુમારે પણ મણિચૂડને તીખા તમતમતા જ જવાબો આપ્યા. બેઉ પક્ષે સુભટો મરણિયા થઈને લડતા હતા. હાથના સ્ફોટ સાથે કેટલાક લડતા હતા. હાથીઓ હથી સાથે, ઘોડાઓ ઘોડા સાથે.. હર્ષારવ કરતા હતા. વિરહકકના અવાજો ગગનને ભેદી રહ્યા હતા. કોઈ કોઈને મચક આપતું નથી. સેનાપતિ પણ પોતાના રાજા રણમાં આવેલો જોઈ બમણા વેગથી લડતો. એક બીજાના રથને ભાંગતા ઉછાળી રહ્યા છે. રણજીત-વિજયમલ્લા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ફોખર ની શા)
૫૦૯