________________
બંનેનું યુધ્ધ પણ ઘણું લાંબુ ચાલ્યું. છતાં તેઓ થાકતા ન હતા.
કુમારે જોયું કે મણિચૂડ મરણિયો થઈ લડી રહ્યો છે. સુભટો પણ લડે છે. શત્રુનો સંહાર ઘણો થતો જાય છે. યોગીએ આપેલ દંડ કંથા યાદ આવી. દંડ હાથમાં લઈ વિદ્યા ભણીને પોતાના રથમાં મૂકી દીધો. દેવ અધિષ્ઠિત દંડના પ્રભાવે શત્રુ સૈન્ય ઉપર માર પડવા લાગ્યો. દંડનો પ્રહાર સહન ન કરતાં શત્રુ સૈન્ય ભાંગવા લાગ્યું. કુમારનો તથા કુમારના સૈન્યનો દુશ્મનોને માર અસહૃા લાગ્યો. સુભટો ધૂળ ફાંકતા થઈ ગયા. બિચારા સુભટો જીવ લઈને રણભૂમિ છોડી નાસી જવા લાગ્યાં. મણિચૂડે જોયું કે સુભટો હવે લડી શકે તેમ નથી. પોતે હારવાની ટોચ પર છે. તેથી પોતાની વિદ્યાબળ પોતાના સો રૂપ કરીને કુમારને ઘેરી લીધો.
અનેક વિદ્યાને જાણનાર કુમારે જોયું કે મણિચૂડે ૧૦૦ રૂપ ધારણ કર્યા છે. તો પોતે પણ વિદ્યાશકિતએ એક લાખ રૂપ ધારણ કર્યા. અને મણિચૂડના ૧૦૦ રૂપને ઘેરી વળ્યો. પોતાના શસ્ત્ર વડે સો મણિચૂડને હણી યમરાજાને ઘરે મોકલી દીધા. જ્યારે શરીરના અવશેષોને દશે દિશામાં રહેલા વ્યંતરોને ઉજાણી કરવા માટે ફેંકી દીધા.
શત્રુરાજાથી પોતાનો રાજા હણાયો જાણી, રણસંગ્રામમાંથી મણિચૂડ રાજાના સુભટો ભાગી ગયેલા તે બધા કુમારને શરણે આવ્યા. ચંદ્રકુમાર મહારાજાનો જયનાદ બોલાવ્યો. કુમારનો દિગ્વિજય થયો. ગૌરવભર્યા વિજયથી કુમારનો યશ જગતમાં ફેલાયો. દેવોએ કુમારની ઉપર ફૂલની વૃષ્ટિ કરીને વધાવ્યા.
ઉભય સૈન્ય સાથે વિજયનો નાદ ગજાવતા નગરજનો સાથે કુમારે શંખપુરી નગરીમાં વાજતે ગાજતે પ્રવેશ કર્યો. કારાગૃહમાં રહેલા પોતાના સસરા હરિબલરાજા પાસે પહોંચી ગયો. બંધનમૂક્ત કર્યા. તરત જ તેમના ચરણે નમસ્કાર કર્યા. ત્યારપછી બે હાથ જોડી વિનંતી કરી - “પિતા તુલ્ય સસરાજી.” આપ પધારો. દેવી ગુણાવળીને વિરહજાળથી બચાવો. આ પ્રમાણે કહી કુમાર હરિબળ રાજાને સાથે લઈ કારાગૃહમાંથી બહાર આવ્યા. હાથી ઉપર બેસાડીને “હરિબળ મહારાજાનો જય” નાદ પોકારી, વાજતે ગાજતે શંખપુરીની રાજસભામાં આવ્યા. શંખપુરના રાજ્ય ઉપર હરિબળ રાજાની આણ વર્તાવી. ગાદી ઉપર મણિચૂડના પુત્રને બેસાડ્યો. હરિબળ રાજાના હાથ નીચે ખંડિયા રાજા તરીકે જાહેર કર્યો.
વિજયને વરેલા કુમારે હરિબળ રાજાને લઈને વિજયાપુર નગરે વાજતે ગાજતે પ્રવેશ કર્યો. સાસુએ સાચા મોતીથી પ્રાહુણા જમાઈને તથા પતિને વધાવ્યા. નગરજનોએ પણ પોતાના રાજાને ઉત્સાહથી પુષ્પોથી વધાવ્યા. કુમારનું અપૂર્વ પરાક્રમ જોઈને મુગ્ધ પામેલા વિદ્યાધર રાજાઓએ પોતપોતાની ઘણી કન્યાઓ ચંદ્રકુમારને પરણાવી. વૈતાઢ્યની દક્ષિણ શ્રેણીના નગરો ઉપર કુમારે પોતાની આણ વર્તાવી.
- કુમાર હવે તો નિશ્ચિત બન્યો. દેવલોકનો દેવેન્દ્ર જે સુખો ભોગવે તે કરતાં અનેક પ્રકારે કુમાર સુખોને ભોગવતો પોતાનો કાળ વિતાવે છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
જાણો શા)
૫૧0