________________
હાથ થકી છૂટી ગયો. હવે ક્યાં પકડવો?
રે ચંદ્રા! સંકેતમાં તો ભૂલ કરી નથીને? સહુ મહેલ તરફ પાછાં ફરતાં ચંપકમાલાએ ચંદ્રાને પૂછયું. ચંદ્રા શું જવાબ આપે? સૌએ હવેલીની અટારીએ નજર નાંખી. લાલ વર્ણના વાવટાને બદલે પીળા વર્ણનો વાવટો જોયો. જરૂર આ વાવટો જોઈને નરોત્તમ તે રાજકુમાર ઊભા ક્ષે રહે? દેશાવર ચાલ્યા ગયા.
ચંદ્રા વાવટો જોઈ લમણે હાથ દઈ ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડી. બે ચાર સખીઓ સારવાર કરવા લાગી. ચંપકમાલા બોલી - સહિયરો ! આપણી બાજી આપણા હાથ થકી બગડી છે. હવે ક્યાં શોધીશું? પછી ચંપકમાલાએ મને કહ્યું કે હે રતિમાલા ! શોક ધરી બેસી રહે નહિ પાલવે. તું જા ! મને આદેશ કર્યો. કુમારની તપાસ કરો. ગિરિ - જંગલ - નગર - ગામ - શૃંગ આદિ જગ્યાએ જઈ જઈને, પણ તે આપણા સાહિબાને શોધી લાવો.
વડેરી સાહેબી ચંપકમાલા બહુ શાણી અને ચાલાક હતી. તેઓની વાત બધી જ અમે સ્વીકારતા. તેમનો આદેશ મળતાં હું આપની તપાસ કરવા માટે (રતિમાલા) નીકળી છું.
દેશ-વિદેશ ફરતાં. ગિરિ - વન - વાડીઓ જોતાં યમુનાદિ નદીઓના કિનારા પણ જોઈ લીધા. પણ આપની ક્યાંયે ભાળ મને ન મળી. વળી શોધતાં શોધતાં આગળ ચાલી. પિયુની શોધમાં હું રતિમાલા ફરવા લાગી. પ્રિયતમના મિલન માટે ફરતી હું ક્યાંયે થાકતી નહોતી. ફરતાં ફરતાં એક વખત પર્વતના શિખરે જઈ પહોંચી. ત્યાં મને એક ખેચરની ટોળી મળી. જે ટોળીનો નાયક અમિતગતિ હતો. તે ટોળી અષ્ટાપદ પર્વતની યાત્રાએ જતી હતી. હું પણ તેઓની સાથે અષ્ટાપદ ગિરિની યાત્રા કરવા ગઈ. અષ્ટાપદ ઉપર ભરત મહારાજાએ ભરાવેલા ચોવિસે જિનબિંબને જુહાર્યા. ચૈત્યો જુહાર્યા. ચાર-આઠ-દસ અને દોય. ચારે દિશાના ક્રમથી આદિનાથ આદિ ૨૪ જિન પ્રતિમાને વાંદ્યા. પૂજ્યા. સ્તવ્યા. ત્યારપછી તે અષ્ટાપદ મંદિરની બહાર આવતાં પર્વતની એક દિશામાં પરિવાર યુક્ત બે ચારણ મુનિ બિરાજમાન હતા. ત્યાં જઈ વિનય યુક્ત અમે ગુરુ મહારાજને વાંધ્યા. તે ગુરુ મહારાજને મેં મારા મનની વાત પૂછી. બંને મુનિભગવંતમાં એક મુનિ ચાર જ્ઞાનના ધણી હતા. તેઓએ મારી ઉપર કરુણા કરી અને કહ્યું.
હે ભોળીબાળા! સાંભળ! કુમારની શોધમાં તું નીકળી છે. તે કુમાર કાશી નગરના રાજાના પુત્ર છે. તેમનું નામ ચંદ્રશેખર છે. તમારી અગાશીએ પીળો વાવટો જોઈ ચાલ્યા ગયા. ચાલતા કુમાર દેવાટવીના સરોવરની પાળે આવી પહોંચ્યો. સરોવર કાંઠે તિલક તરુ હેઠે આરામ કરવા સૂતો. શ્રમિત થયેલ કુમાર નિદ્રાધીન થઈ ગયો. પ્રભાતનો સમય વીતતાં બપોર થઈ. સૂર્યની ગતિ ફરવા છતાં પુણ્યશાળી કુમાર ઉપરથી વૃક્ષની છાયા ચલાયમાન ન થઈ. નિદ્રા મુક્ત થતાં કુમારે પોતાની સામે ઘોડાથી યુકત ચાર પાંચ ખેચર સુભટો જોયા. સુભટોએ કુમારને હાથ જોડી પ્રણામ કર્યા. વિનય યુક્ત વિનંતી કરી, હે સજ્જન ! આપ આ ઘોડા ઉપર
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૪-0