________________
લાલ વાવટાવાળી
-: ઢાળ-૧૫ :
ભાવાર્થ :
સાતમે માળે કુમાર રતિમાલા સાથે વાતો કરી રહ્યો છે. કુમારે જે પૂછ્યું તેનો જવાબ આપતાં જેનું ચિત્ત ચોરાઈ ગયું છે અથવા ચિત્તનું અપહરણ થયું છે. તે રતિમાલા હવે કહે છે કે - હે સાહિબા ! અમારી સખી ચંદ્રાવલી સંકેતની વાત કરી ગઈ. પછી તે અમને સૌને મળી. આપ મળ્યાની વાત કરી. વાયુવેગ અમારો ભાઈ હણાયો તે વાત સાંભળતાં ચંપકમાલા-ચંદ્રાવલી, અમે પણ બધા ઘણું બધું રડ્યા. કોણ કોને આશ્વાસન આપે ? શોક ભર્યા અમે સૌએ સ્નાન કર્યું. માતા રત્નવલી બંને પુત્ર નિધન થયાં જાણી હૈયાફાટ રડી. માતાને અમે સૌએ શાંત કર્યા. જ્ઞાની ગુરુનું વચન હતું. જે સત્ય હતું તે જ બનીને રહ્યું. તે વચનો સૌને યાદ આવ્યાં અને પછી પોતપોતાની રીતે સહુ સ્વસ્થ થયા.
ચંપકમાલા અમને બધાને કહે કે બંને વીરા ગયા. હવે પાછા ક્યારેય આવવાના નથી. ગુરુનું વચન યાદ કરો. બાંધવને હણનારો જ આપણા સૌનો ભરથાર થશે. તો હવે જ્યાં ઊભા રાખ્યા છે તે પરદેશીને તો જલ્દી જઈને બોલાવી લાવો. ચાલ્યા ગયા હોય તો તે પરદેશી, આપણા સૌના સ્વામીની શોધખોળ કરો. ભાવિ પદારથ ભાવિ નીપજયા વિના રહેતા નથી. રે ! રે ! સ્વામી વિનાના હવે દુઃખીયા થવું નથી. બંધુના હણનાર તે મહારથીને જલ્દી જઈ પ્રેમપૂર્વક બોલાવી લાવો.
ચંદ્રાવલી કહેવા લાગી - સખી! મેં તે પરદેશી કુમારને સંકેતની વાત કહી છે. મહેલની સામે વૃક્ષ નીચે સ્થિરતા કરવાનું કહીને આવી છું. આપ સૌ કહો તો તે પરદેશીને બોલાવી લાવું. ઈશારાથી ચંપકમાલાએ રજા આપી. દિલ દિવાની બનેલી હર્ષઘેલી ચંદ્રાવલી અગાશીએ જઈ પહોંચી. આનંદના પૂરમાં તણાએલી ચંદ્રાએ લાલ ને બદલે પીળો વાવટો ફરકાવી દીધો. ભાન ભૂલેલી ચંદ્રા મોટી ભૂલ કરી બેઠી અને આપ પણ પીળો વાવટો જોઈ ચાલ્યા ગયા.
નસીબનું પાંદડું ઊંધું હોય અથવા ગ્રહો વક્રગતિએ ચાલતા હોય તો પોતાની રાશિ શું કામ કરી શકે? પણ ઘણો કાળ જાય ત્યારે વળી ગ્રહો સીધી ગતિએ ચાલે ત્યારે રાશિઘરમાં ગ્રહ સૂર્ય પ્રવેશ કરે ને પોતાનું ઈચ્છિત થાય.
વાવટો ફરકાવી, ચંદ્રાચંપકમાલા સાથે ભેળી થઈ. તે વનખંડમાં આપને લેવા માટે ઊતાવળી ઊતાવળી આવી. આપને વૃક્ષ નીચે ન જોયા. ચંદ્રા વનખંડની લતા કુંજોમાં બધે જ જોઈ વરી. પણ આપ ક્યાંયે ન મળ્યા. બાવરી બનેલી ચંદ્રા પાછી આવી અમને મળી. ભેળાં થઈ સહુએ વિચાર્યું કે ખરેખર ! હાથમાં આવેલો હાથી,
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાત)
४८८