________________
મણિચૂડનું ઘર ઘડીકમાં હું કકડભૂસ કરી નાખીશ.
ત્યાર પછી કુમારે એક દૂતને બોલાવ્યો. બધી વાત સમજાવી. કુમારે દૂતને શંખપુર નગરે મોકલ્યો. મણિચૂડ રાજા રાજદરબારે બેઠા હતા. નગરજનો પણ આ સભામાં હાજર હતા. દૂત શંખપુરી પહોંચી ગયો. રાજા સભામાં બેઠો હતો. તેની પાસે જઈ દૂતે આડંબરપૂર્વક નમસ્કાર કર્યા. પ્રત્યુત્તર આપતાં રાજા બોલ્યો - બોલો? તમારે શા માટે આવવાનું થયું? કહો.
દૂત - હે રાજનું! દેવો અને મનુષ્યો જેમની યશ-કીર્તિની કથા કહી રહ્યા છે, દેવાંગનાઓ, અપ્સરાઓ પણ જેના ગુણો ગીતો ગાય છે. વળી ભૂચર તથા તમારા જેવા ખેચર રાજાઓ પણ જેના ચરણે આવી મસ્તક ઝૂકાવ્યા છે. નમસ્કાર કર્યા છે. વળી હરિબળ રાજાની આઠ કન્યા, તથા બીજી પદ વિદ્યાધર કન્યાઓ લીલા માત્રમાં જેમને વરી ચૂકી છે, પરણી ચૂકી છે. તેજસ્વીતામાં બીજો સૂર્ય, શીતળતામાં બીજો ચંદ્ર જોઈ લ્યો. એવા અમારા ચંદ્રશેખર મહારાજાએ વિજયનગરથી મને મોકલ્યો છે.
મણિચૂડ - લાંબી વાત છોડ ! કહે શા કારણે આવ્યો છે?
દૂત - હે રાજનૂ! “રિબળ રાજાને જે કારાગૃહમાં નાંખ્યા છે તેમને જલ્દી બહાર કાઢી સન્માનપૂર્વક લઈને અમારા રાજા પાસે લઈ આવો.” અથવા તો મારી સાથે ચાલો. “ચંદ્રશેખર રાજાને આવીને ચરણે પડો, તમે પણ આવશો તો સનાથ થશો.”
દૂતના વચનો સાંભળી મણિચૂડ ઘણો કોપાયમાન થયો. અભિમાનમાં આવી કહેવા લાગ્યો - રે ! તારું બોલવાનું બંધ કર. તું દૂત છે માટે અવધ્ય છે. બાળક બુધ્ધિથી જ ચંદ્રશેખરે તને મોકલ્યો લાગે છે. નટની જેમ રખડતો તારો રાજા ગમે ત્યાં ફર્યા કરે છે. તે તો નાદાર છે. વળી કૂતરાની માફક ગમે તેમ ભસ્યા કરે છે. પરંતુ હવે તો તેને કૂતરાની જેમ હડકવા પણ આવ્યો છે. તેથી લાગે છે કે તેનું મોત નજીક આવી રહ્યું છે. તેને હણાય નહિ. જા ! જલ્દીથી અહીંથી સુખેથી ચાલ્યો જા ! તારી નજરમાં જે આવે તે તેને જઈને કહેજે.
તરત સભામાંથી દૂત નીકળી ગયો. વેગે વિજયાપુર આવી કુમારને મળ્યો. ત્યાંની બધી જ વાત કરી. દુશ્મનના કાનને પણ કડવી લાગે તે વાત સાંભળી. શંખપુર ઉપર ચડાઈ કરવા સૈન્યને તૈયાર થવા આદેશ આપ્યો. મણિચૂડની વાત પર ઘડીક હસવું પણ આવી ગયું.
કુમાર યુધ્ધમાં જવા નીકળ્યા. ત્યારે સસરા-સાળા, આદિ પોતાના સૈન્ય સાથે કુમારને સહાય આપવા દોડી આવ્યા. બધું સૈન્ય ભેગું કરતાં કુલ ત્રણ અક્ષૌહિણી સૈન્ય તૈયાર થઈ ગયું. શુભ દિવસે પ્રયાણ પણ થયું. શંખપુર નગરની બહાર ઊંચી ભૂમિએ પડાવ નાંખ્યો. તંબુ તણાયા. સૌએ ત્યાં સ્થિરતા કરી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૦૫