________________
ચાલે છે. તમે પુણ્યશાળી છો. તમે જ અમને ભાગ પાડી આપો.
વળી તમારી નજર જો અમારા હવન પ્રયોગમાં પડી જાય તો અમારી આ આઠ વસ્તુનો યોગ અમને જ પ્રાપ્ત થઈ જાય. તો કાપાલિકને ભાગ જ ન દેવો પડે. અને અમારો ઝઘડો મટી જાય. પછી આપ અમારા યોગ આરાધનામાં ઉત્તરસાધક થઈ રહો. તો અમારી સાધનાના બળે તત્કાળ સુવર્ણ પુરુષ પણ પ્રાપ્ત થાય. તમને જોઈએ તેટલું સોનું આપીશું. પછી અમે આ અમારી વસ્તુનો ભાગ પાડીશું.
વૃધ્ધ યોગીની વાત સાંભળી કુમાર વિચારવા લાગ્યો. આ નરપિશાચો પોતાના સ્વાર્થ માટે આ બાળિકાઓને બિચારી જીવતી જ અગ્નિમાં હોમી દેશે. બાહ્વાદ્દષ્ટિથી યોગી અને ભીતર ભૂંડાના કર્તવ્યો કેવા કાળા છે ? યોગી ઉપર ધૃણા વછૂટી. બુધ્ધિશાળી કુમારને તે જ વખતે કર્મની વિચિત્રતા યાદ આવી. જુઓ કર્મ કેવા ? ક્યાં ક્યાં ? કેવા કેવા ? બાંધે છે. ભાવ કરૂણાથી ભરપૂર કુમારનું હૈયું ભરાઈ ગયું. બિચારી ભોળી બાળાઓને બચાવવી છે.
એ જ પળે યોગીને કહ્યું - હે યોગીશ્વર ! આપે વાત કરી તે બધી જ હું સ્વીકારવા તૈયાર છું. “હવે આપ નિશ્ચિંત બની જાઓ.” હું આપને મદદ કરવા તૈયાર છું. પણ.. મને પેલી આઠ વસ્તુ તો બતાવો. કુમારની વાત સાંભળી વૃધ્ધયોગી તે આઠેય વસ્તુ લાવીને બતાવી. ૧. પાવડી, ૨. કંથા, ૩. પાત્ર, ૪. દંડ (લાકડી), પ. કંબા (કંબળ-કામળી), ૬. દુપટ્ટો, ૭. અંચળ એટલે વસ્ત્ર ખંડ, ૮. ગુટકો (ગોળી) આઠેય વસ્તુ કુમારની પાસે લાવી મૂકી. કુમાર બધી જ વસ્તુ હાથમાં લઈ જોવા લાગ્યો. પછી પૂછ્યું.
કુમાર - યોગીજી ! વસ્તુ આઠ જોઈ. પણ વિધિપાઠ માટેનું પુસ્તક કહેતા હતા તે ક્યાં છે ? યોગી - હા ! એ પણ બતાવું.
કહી તરત જ વિધિપાઠનું પુસ્તક લાવીને બતાવ્યું. કુમાર હાથમાં પુસ્તક લઈ જોવા લાગ્યો. પછી ગુટકો લઈને આઠેય બાળાઓને બોલાવી. બધી જ બાળા આઠ વરસની સરખી વયની હતી. બધાનાં નામ લખી દીધા. તે જ અવસરે વૃધ્ધ યોગીને થોડીવાર માટે દૂર જવા કહ્યું. કુમાર તે બાળાઓને પૂછવા લાગ્યો - હે બાળાઓ ! તમે ક્યાં રહો છો ? તમારા માતા પિતા કોણ ? શા માટે રડો છો ?
બાળાઓ - હે ધર્મવીર ! અમે આઠેય વિમળાપુર નગરની છીએ. અમારા માતાપિતા પણ ત્યાં જ વસે છે. અમે બ્રાહ્મણ જાતિના છીએ. અમને અગ્નિમાં હોમવાના છે જાણી અમે આઠેય રડીએ છીએ. કુમાર કહે - ૨ડશો મા ! તમને હવે તે યોગી હોમશે નહિ. કુમાર પોતાની પત્ની કનકવતી જે પુરુષના રૂપમાં હતી તેને ઈશારો કર્યો. બધી જ વસ્તુ હાથમાં લઈ આવી. વૃધ્ધ યોગી જે નજીક હતો તેને વાંદરો બનાવી દીધો. પલંગ પર આઠેય બાળા તથા તે વસ્તુ આઠ, પુસ્તક અને પોતે બંને બેસી ગયા. બાકી રહેલા સાત યોગીઓને પણ વાંદરા બનાવી કહ્યું કે આઠ વરસ સુધી આ જંગલ-વન-પર્વતના વૃક્ષો ઉપર જઈને હુપાહુપ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪