________________
નગરજન - “પરદેશી લાગો છો.” કુમાર - હા પરદેશી છું.
નગરજન - અમારા નગરના રાજા વસુરાજા છે. તે વસુરાજાની રાજકુંવરી વિમળા નામે છે. ઉત્તમ ગુણોવાળી રહેલી છે. નસીબ થકી તે રાજસુતાએ હમણાં આંખ થકી તેજ ગુમાવ્યા છે. તે કારણે જે નર તેનો અંધાપો દૂર કરશે તેને રાજા પોતાની કન્યા અને રાજ્ય ભેટ આપશે.
ઉપકારી કુંવરે તરત જ પડહ ઝીલ્યો. તરત જ કુમારને રાજદરબારે બોલાવ્યા. પોતાની પાસે ક્ષેત્રપાલની આપેલી ઔષધિમાંથી એક ઔષધિની ગુટિકા લઈને વિમળાકુંવરીના આંખે અંજન કર્યું. કુંવરી તરત દેખતી થઈ. કુમારનો પ્રભાવ તથા તેજસ્વીતા જોઈ વસુરાજ રાજા ઘણો આનંદિત થયો. મહામહોત્સવપૂર્વક વિમળાના લગ્ન કુમાર સાથે થયા. વિમળાને પિતાને ત્યાં ઘરે મુકી, કુમાર-કનકવતી સિધ્ધાચલ ઉપર આવી પહોંચ્યા. ઉલ્લાસપૂર્વક પરમાત્મા ઋષભ નિણંદને વાંદ્યા. ઘણા દિવસો કે વર્ષોથી દર્શનની ભૂખ હતી, તે કનકવતીએ ભૂખ ભાંગી. “કાંકરે કાંકરે અનંત સિધ્યા.” સંભારતા અને ગિરિને વંદના કરતાં જિનમંદિરમાં લાખેણી આંગી રચી. પરમાત્માના પગલાં રાયણ વૃક્ષ હેઠળે પૂંજ્યા. પાંચ જગ્યાએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. દર્શનના ઉપકરણો ધ્વજા ચામર-છત્ર આદિ પરમાત્મા પાસે મૂકે છે. ત્રણ પ્રદક્ષિણા દઈને ત્યાં રહેલા દરેક જિનબિંબોની પૂજા કરી. દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં ભાવવિભોર બની ગયા. પૂજા બાદ દાદાને છેલ્લા જુહાર્યા. ગિરિરાજથી નીચે ઊતરવા લાગ્યાં. ત્યાં નીચે છેલ્લી છેલ્લી ગિરિરાજની ચરણરજ માથે ચડાવી. પછી ગિરનારની યાત્રાએ ગયા. ત્યાં પણ તે જ રીતે તેમનાથ પરમાત્માની પરમભકિત કરી. ત્યાંથી તે નરનારી પાછા ફર્યા. તાપસગામે પોતાના આશ્રમ પાસે રહેલી હવેલીએ આવી ગયા. યાત્રામાં બે માસ પૂરા થયા.
વિદ્યાધર કથાઓનું પાણિગ્રહણ
જ્યારે આ બાજુ યમુનાતીરેથી ઘણા ખેચરરાયો કુમારને તેડવા આવ્યા હતા. કુમારની રાહ જોઈ બેઠા હતા. કુમાર આવ્યા કે તરત જ તેડું આવ્યું. ચાલો ! પુણ્યશાળી ! અમે તમને લેવા આવ્યાં છીએ. કુમાર-કનકવતી ખેચરરાય સાથે યમુના વનખંડમાં ગયા. યમુનાના પાણી લીધા, પીધા. કુમાર આવ્યાની વધાઈ પહોંચી ગઈ હતી. બધા રાજાઓ કુમારની સામે સામૈયાયુકત તેડવા આવ્યા. જાનીવાસના મહેલે કુમારને ઊતારો આપ્યો. છસો છત્રીસ બેટીના પિતાએ વાત જાણી. તરત જ તેઓ પણ કુમારના લગ્નમાં આવી ઊભા. વરપક્ષનું કામ તેઓએ કર્યું. કન્યાપક્ષે હવે લગ્નની ચોરી ચિતરી હતી. સાજન માજન સાથે કુમાર જાન લઈને, વાજતે ગાજતે વરઘોડે ચડીને તોરણે આવ્યા. સાસુએ પોંખી લીધા. મોટામને મોહનજી મોંયરામાં પધાર્યા. ઘણા ઉત્સાહ આનંદ સાથે ૬૪ વિદ્યાધર કન્યાઓના લગ્ન કુમાર સાથે થયા. કન્યાદાનમાં વિદ્યાધર
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫on