________________
માણસો ઘણું કરી બીકણ અને જ્યાં જાય ત્યાં ભટકતા રહેતા હોય છે.
કુમાર - સુંદરી ! અમે ભડકણ ને બીકણ ઘણા છીએ. તમે શી રીતે જાણ્યું? થોડું બોલો તો વધારે સારું. ઘણું બોલવાથી શું? વળી વાતની તાણાતાણી શીદને કરો. જે હોય તે સત્ય કહો. તમારા સત્ય વચન ઉપર અમને વિશ્વાસ નથી.
સુંદરી - હે રાજકુમાર ! અમારે અસત્ય ન બોલવું. તેનો નેમ (નિયમ) છે. તે વનમાં ચંદ્રાવળીના વચનો સાંભળી, અમારા સૌનું મન તમારા વિષે રમે છે. તમારી ઉપર અમારો પ્રેમ કળશ ઢોળાયો છે. તમારા પ્રેમમાં અમે રંગાયા છીએ. બે ઘડી થોભવાનું કહ્યું હતું તો બે ઘડી પણ થોભ્યા નહિ. ક્યાંયે નાસી ગયા.
કુમાર - રે ભોળી બાળા! ચંદ્રાવતી અમને વચન આપીને ગઈ હતી. તેણે કરેલ સંકેત અનુસાર, વિપરીત સંકેત જોતાં જ, અમે ચાલ્યા ગયા. ઉત્તમ જૈનો સ્ત્રીઓ સાથે ઝઘડો શા માટે કરે ?
- હવે સુંદરી હસતી હસતી બોલી - હે પરદેશી ! સ્નેહીજનો સાથે ઝઘડો કરવાથી સ્નેહની વૃધ્ધિ થાય છે. વારુ ! એ તો કહો ચંદ્રાવલીએ શો સંકેત કર્યો હતો? સાચું કહેશો તો અમે પણ અમારા મનની વાત કહીશું.
કુમાર - સાંભળો ! ચંદ્રાવલીએ કહ્યું હતુ કે “મહેલની સામે આપ થોભો. હું મહેલમાં જઈ વાત કહું. જો તમારા વિષે અમે સૌ રક્ત હોઈશું તો લાલ ધ્વજ ફરકાવીશ. જો પીળી ધ્વજા ફરકતી જુઓ તો સમજજો કે અમે સૌ વિરકત છીએ. પછી ત્યાંથી તરત આપે ચાલ્યા જવું.” આ પ્રમાણે કહી તે મહેલમાં ચાલી ગઈ. અમે દૂર ઊભા હતા. ઘડી બે ઘડી થઈ ત્યાં તો મહેલ ઉપર પિત્તવર્ણી ધ્વજા ફરકતી જોઈ. અમે તરત ત્યાંથી ચાલ્યા ગયા.
સુંદરી - હે સજ્જન ! ચંદ્રાવલીના મુખથી બાંધવના ઘાતની વાત અમે સૌએ સાંભળી સહુ શોકમાં ડૂબી ગયા. ક્ષણવાર તો તમારા ઉપર બદલો લેવાનું પણ વિચાર્યું. પણ. પણ. જ્ઞાની ગુરુના વચનો યાદ આવતાં સૌએ ઉપશમ ધારણ કર્યો. વળી વિચાર આવ્યો કે બાંધવને હણનાર ચોર તો પકડાયા. ભાઈ મર્યાનો શોક નિવારી. ભરથાર મળ્યાનો આનંદ થયો. સઘળી વાત સાંભળી ખેદભર્યા અમે સૌ સંકેત કરી ચંદ્રાવલીને ધ્વજા ફરકાવવા મોકલી. હરખઘેલી ચંદ્રાવેલી લાલને બદલે પીળી ધ્વજા ફરકાવી દીધી. અમે ૬૪ સખીઓ સ્વામી મળ્યાની મોજ માણતી હતી. હર્ષથી દિવાની બનેલી ચંદ્રાવલી થાપ ખાઈ ગઈ. લાલને બદલે પીળી ધ્વજા ફરકાવી દીધી. અમારે પતિવિયોગ થયો.
કુમાર - ના રે ના, અમારે શું ખોટું થયું. ચંદ્રાવલી ભૂલી તો અમને વિશેષ લાભ થયો. ત્યાંથી અમે ચાલી નીકળ્યા. નવા નવા ગામ, નવા નગરો જોવા મળ્યા. જુદાં જુદાં તીર્થો અને શાશ્વત જીનાલયોના દર્શન થયા. ઘણી ઘણી યાત્રા કરી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४८४