________________
વળી કુમાર કહે છે કે જેઓ નજર મીલાવી વાતો કરે તો તેના વ્રતનો પણ વળી ભંગ થાય છે. સુંદરી - હે સજ્જન ! લીમડાની લીંબોળીની વાત કરતાં મુખ કડવું થાય ખરું?
કુમાર - મારી વાત સાંભળવામાં તમને અણગમો થતો હોય તેવું લાગે છે. મને લાગે છે કે તમારે કંઈપણ સગપણ થતું હશે ખરું?
સુંદરી - પગ તળિયે દાઝતું હોય તો જ પૂછે. તે સિવાય કોઈ પૂછે પણ નહિ. જેનું ઘર બળતું હોય તે જ બરાડા પાડે. તેથી બીજાને શું? બીજાનું ઘર બળતું હોય તો તે જોઈ, ઉવેખી રસ્તે ચાલ્યો જાય છે. અંતરનું સગપણ છે તો જ પૂછીએ છીએ.
કુમાર - તો તમે પૂછો ! ભલે પૂછો. જે વાત જાણતો હોઈશ. તે કહીશ. પણ તે પહેલાં કહો તો ખરા, તમારે સગપણ શું થાય છે? જે મનોવેગ વાયુવેગની વાતમાં તમને આટલો બધો અંતરમાં ઊંડો ઘા પડ્યો છે?
સુંદરી - રે ! ઊંડો ઘા તો પડે ને ! એ તો મારા સગા બને ભાઈ છે. એક માના ઉદરે જન્મેલા અમે, કહો હવે કે અંતરમાં ઊંડો ઘા પડે ને? માડી જાયા મારા વીરાઓ મને શી રીતે ભૂલાય?
- કુમાર - રે સુંદરી! તે બંને ભાઈ તમારા હતા. ભાઈ તો ન ભૂલાય, હું પણ સમજુ છું છતાં કહું છું કે આ રાત વેળાએ પૂછવા નીકળ્યા? આમ એકલા રાત સમયે નીકળવું તે કુળવંતી નારીને તો ઝેર પીવું બરાબર છે.
સુંદરી - હે પરદેશી ! કારણ થકી અરિહંત પરમાત્મા રાત્રિને વિષે ચાલ્યા છે. વિદ્યાચારણ મુનીશ્વરો, પવિત્ર મહાસતીઓ પણ રાત્રિને વિષે આવાગમન કરે છે. વળી વિજળી તેમજ ખેચરી સ્ત્રીઓને કોણ પાછું વારી શકે છે.
કુમાર - સ્ત્રીને એક એનો પતિ-ભરથાર. પાછો વારી શકે છે. જેમ કે વીજળી પાછળ મેઘરાજા ભયંકર ગરવ કરે પણ તે વીજળી ડરતી નથી. વળી જુગારી પુરુષ, કુમારી કન્યા ક્યાંયે ડરતી નથી.
સુંદરી - પણ શું કરે ? તમારા જેવા નિર્દય હોય તો ન ડરે. વિણ અપરાધે ભાઈને હણ્યો. અને તે ક્ષત્રિય થઈને હણ્યો. શા માટે હણ્યો? તે તમે કહો તો અમારા મનનો સંશય દૂર થાય.
કુમાર - હે સુંદરી ! હું યમુનાના વનખંડમાં ગયો. ત્યારે એક વૃક્ષ ઉપર એક અમૂલ્ય મણિરત્નથી જડિત તલવાર જોઈ. તલવાર જોતાં થયું કે કોઈ વિદ્યાધર ભૂલી ગયો હશે?
સુંદરી - પણ... વિસરી ગયો વિદ્યાધર હોય તે ફરી લેવા ન આવત. એવું શાથી માની લીધું? મણિરત્નથી જડિત તલવાર કોઈ ભૂલી જાય ખરું? શું એનો માલિક એકાન્તમાં રહ્યો હશે? એવું કેમ ન વિચાર્યું?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४८२