________________
સુંદરી - હે મોટારાજા ! યાત્રા કરીને આવ્યા તો ભલે આવ્યા. આજે તો અમે પણ યાત્રા કરીને આવ્યા છીએ. આજે તમારા મુખરૂપી કમળનું દર્શન થતાં અમારા મનોવાંછિત પૂર્ણ થયા.
કુમાર અને કન્યાનો સંવાદનું વર્ણન કરતાં કવિરાજ કહે છે કન્યા બીજી કોઈ જ નહિ, પણ ચંદ્રાવલીની સખી રતિમાલા હતી જે સાતમે માળે કુમારની જોડે વાદવિવાદમાં ઊતરી હતી.
આ ચોથા ખંડને વિષે ચૌદમી ઢાળ સમાપ્ત કરતાં કહે છે કે એક એક ગાથાએ અંતરના ઉદ્ગારો કાઢી પ્રશ્નો કરતી કુંવરીને, કુમારે યોગ્ય શબ્દોમાં જવાબ આપીને શાંત કરી.
-: દુહા :
રતિમાલાને કુવર ભણે, નહિ અમ એક જ કામ, ખબર પડી કિમ અમ તણી, આવ્યા તાપસ ગામ ? વળી યમુના વન મહેલમેં ત્રેસઠ નિવસે ત્યાંહિ, એકપિડે કિમ તમો, નીકળી આવ્યા અંહિ ? /રી કામદેવ મંરિ નિશિ, ચોસઠ કરી નૃત્યશાળ, વિતયે નમી વર માંગતી, સુંદર ચંપકમાળ. all કંચૂક ખડ્યાદિક દીયાં, વળતાં વયત વત, જઇશું અમે નિજ મંદિરે, અવસરે મળશું સંત. જો એમ કહી તમે ઘર ગયા. અમે ચાલ્યા પરદેશ, તે તિ મેળા સંપજે, જે તિ લિખિત વિશેષ. //પો
-: દુહા :ભાવાર્થ :
વનમાં રહેલા તાપસ આશ્રમ નજીક ક્ષેત્રપાળે સાતમાળની હવેલી ચંદ્રકુમાર માટે બનાવી. જેમાં દંપત્તી આનંદથી રહેતા હતા. ચંદ્રાવલીની સખી રતિમાલા કુમારને શોધતી અહીં આવી પહોંચી. બંનેનો ચાલતો સંવાદ, કનકવતી સાંભળી રહી હતી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૮૫