________________
- કુમાર - હે છેલછબીલી સ્ત્રી ! સાંભળ! કારણ વિના બીજા ઘરે જાય તે તો મૂરખ કહેવાય. હું મૂરખ નથી કે કારણ વિણ હિમવંતની ગુફામાં જાઉં. હિમવંત પર્વતની ગુફામાં કારણથી જવાનું થયું.
સુંદરી - હે સજ્જન ! આપ ભલે કારણથી ગયા હશો. નદી, વન, પર્વત વગેરે રળિયામણા પ્રદેશો જોયા હશે. વળી જ્યાં જ્યાં મંદિરો આવ્યા હશે તે પણ જોયાં હશે. વળી જે દેવમંદિરમાંથી સંતાઈને, જ્યાં વસ્ત્રોનું અપહરણ કર્યું હતું. વળી વનમાં મનોવેગ વિદ્યાધર વિદ્યા સાધતો હતો તેને શા માટે હણ્યો?
કુમાર - હે સુંદરી ! મનોવેગ વિદ્યાધર હોવા છતાં ચોર હતો. તે ખેચરરાય, પરસ્ત્રીને ઉપાડી લાવ્યો હતો. પર્વતની ગુફામાં સ્ત્રી સાથે ઝઘડતો મેં જોયો. સ્ત્રીનો અવાજ સાંભળી હું ત્યાં પહોંચી ગયો. સ્ત્રીને છોડી દેવા ઘણું સમજાવ્યો. ન માન્યું મારી સામે આવી ઊભો. પણ સ્ત્રીને ન છોડી. દંડમાં તે હણાયો.
સુંદરી - હે મહાપુરુષ! ઘણા વિદ્યાધરો ભૂળ કન્યાઓને ઉપાડી જાય છે. ક્ષત્રિયો ઘણા હોવા છતાં પણ છોડાવવા માટે પાછળ કોઈ દોડતું નથી. કેટલાની પાછળ પડીને બચાવશો? વળી સગપણ વિનાની તે સ્ત્રીના પક્ષે રહીને બિચારો, નિરપરાધી, વિદ્યા સાધક વિદ્યાધરને હણી નાખ્યો. તેથી પાપ બાંધ્યું.
કુમાર - હે સ્ત્રી ! જે બીજાને હણતો હોય તેને હણવામાં ક્યારેય પાપ લાગતું નથી. તે વિદ્યાધર પરસ્ત્રીને હણવા દોડ્યો. મેં તેને હણ્યો. તે સ્ત્રી મારી હતી. મારી સ્ત્રી હોવાના દાવે પણ મારે તેને હણવો જોઈએ. વનમાં વસતા પશુ કે પંખી પોતાની સ્ત્રીનો પરાભવ સહન કરી શકતા નથી. તો મનુષ્ય શું ખમે?
સુંદરી - હે પરદેશી ! પશુપંખી કે મનુષ્ય જે હોય તે, તેઓને એક સ્ત્રી હોય તેથી પરાભવ ન ખમી શકે. સ્ત્રીને માટે સામે ધાય ! પણ આપે તો ગામોગામ ઘણી કન્યાઓ પરણીને મૂકી પણ દીધી અને વિસારી પણ ઘણી દીધી. તો તે સ્ત્રી મધ્યેથી એકને ઉપાડી ગયાથી શું? આટલી “સ્ત્રીઓમાં એકને સંભારવી ઓછી.”
કુમાર - રે બાઈ ! તું શું બોલે છે? ઈન્દ્રને ઈન્દ્રાણી કેટલી? રર કરોડ સ્ત્રીઓ. ખોટ ખરી ! છતાં તેમાં એક જ ઈન્દ્રાણી રીસાય તો ઈન્દ્ર તરત જ મનાવી લે છે. ક્યા કારણથી? ઈન્દ્રને પોતાની ઈન્દ્રાણીઓ ઉપર પ્રીતિ હશે તો જ ને?
સુંદરી - એ તો ઠીક ! વારુ, યમુના નદીના કિનારે રહેલા વનખંડમાં ગયા. વંશજાળમાં વિદ્યાસાધકને શા માટે હણ્યો?
કુમાર - હે સુંદરી ! આ બીજીવાર તમે હણવાની વાત કરો છો. મને એ જ વાતનું આશ્ચર્ય થાય છે કે બીજાની વાતમાં આટલો બધો રસ સંસારીયો શા માટે ધરાવતા હશે? તેમાં વળી તમે તો સ્ત્રી થઈને શા માટે પરપુરુષની વાતમાં રસ ધરાવો છો? સતી સ્ત્રીને ઉચિત નથી.
કુમાર કન્યાનો સંવાદ મીઠો તથા જોરદાર ચાલ્યો છે. કનકવતી તો સાંભળી આશ્ચર્ય પામી રહી છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૮૧