________________
જોગણે માથે ટોપલો મૂક્યો છે. ટોપલામાં જોગીને બેસાડ્યો છે. ગામોગામ ફરતી યોગિણી ભિક્ષા માંગતી ફરે છે. જોગીનો કંઠ મીઠો છે. ભગવાનના ભજનો ગાય છે. પોતે પાંગળો હોવાથી ચાલી શકતો નથી. તેથી સ્વામીની સેવા કરતી જોગિની એક ટોપલામાં સ્વામીને બેસાડી અત્યારે આપણા રાજમહેલ આગળ અમે બોલાવી લાવ્યા છીએ. મધુર ગીતો ગાઈને લોકોના મનને આનંદ પમાડે છે. આપને જોવા માટે અમે અહીં લઈ આવ્યા છીએ. રાજનું! જોવા જેવું યુગલ છે. અમે તો તેને બહાર રાજારે ઊભી રાખી છે. તો આપ આજ્ઞા આપો અમે અહીંયા લઈ આવીએ. જોગી યુગલ જોવા જેવું છે. રાજાએ આજ્ઞા આપી. દાસી દોડતી જોગિનીને લેવા ઉપડી ગઈ. માથે ટોપલો લઈને જોગિની રાજસભામાં આવી. જોગી અલખનો નાદ ગજાવતો હતો. જોગણે રાજા પાસે આવીને ટોપલાને સંભારીને માથેથી નીચે ઊતારીને મૂક્યો. રાજાને હાથ જોડ્યા. રાજા અને વીરસેન બંને આ યુગલને જોઈ રહ્યા હતા. જોગી તો અલખ નિરંજનનાં ગીતો ગાવા લાગ્યો. જોગિની પણ સાથે સાથે ગાતી હતી. મંત્રીએ રાજાના કાનમાં વાત કરી. હે રાજનું! નિમિત્તિયાએ જે વાત કહી હતી, તે જ વાતને આજે નજરે જુઓ. મેં તેને ઓળખી લીધી. જુઓ ઇગિત આકારે મેં બરાબર ઓળખી છે. આ બાઈ બીજી કોઈ જ નથી પણ તે રૂપાળી જ છે. તે મને નહિ ઓળખે? રાજનું! મને ક્યાંથી ઓળખે તે તો સમજે છે કે મેં તો તેને વાંદરો કરી દીધો છે. તેથી તે અહીંયાં ક્યાંથી હોય? બિચારી કર્મે નચાવી કેવી નાચે છે.
યુગલ યોગીનાં ગીતો ચાલુ છે. રાજા, રાજ પરિવાર સાંભળે છે. સૌ તેના મધુરકંઠે ગવાતાં ગીતોની પ્રશંસા કરતાં હતાં. ગીત ગાઈ લીધા પછી યોગિણી યોગીના ટોપલા પાસે બેઠી. હવે રાજા તક જોઈ યોગિણીને પૂછવા લાગ્યો.
રાજા-રે યોગિણી બાઈ ! પ્રભુના ભજનો તમે સારાં ગાયાં. સાંભળી અમને આનંદ થયોપણ... બાઈ.. આ પાંગળા યોગીને માથા ઉપર લઈ શા માટે ફરો છો? યોગી પતિને છોડીને બીજો સ્વામી કેમ કરતા નથી. તમે તો રૂપાળા છો. નાની વય છે. પાંગળા સાથે તમને શું સ્નેહ?
યોગિણી - હે મહારાજા ! પિતાએ પાંચની સાક્ષીએ જેની સાથે પરણાવી છે તે જ મારો દેવ. તે જ મારો પતિ. સતી બીજો ભરથાર ન કરે. ગમે તેવો તો યે તે મારો પતિ. મારે તો દેવ સમા છે. તે મહારાજા ! હું તો પતિવ્રતા નારી છું. મારે તો પતિવ્રતા વ્રતનો ધર્મ છે. પ્રાણના ભોગે પણ મારો ધર્મ છોડીશ. નહિ. ભિક્ષા માંગીને મારા સ્વામીને જમાડી પછી જમું છું. સ્વામીની બધી જ સેવા કરું છું. બીજા ભૂષણો કે આભૂષણો મારી પાસે નથી. પણ શિયળનું મોટામાં મોટું આભૂષણ મારી પાસે રહેલું છે. દેવેન્દ્રો નરેન્દ્રોના ઘરે પણ મારા જેવી સ્ત્રી નહિ હોય. દેવ સરખા મારા પતિના પડછાયો બનીને સેવા કરું છું. આ પતિને છોડીને બીજાની સામે ક્યારેય જોતી નથી. મને તો આ અલખનો ઓટલો કહો કે અલખનું ઘર કહો મેં તેમાં જ સઘળું માન્યું છે. તો તે ઘરનું આવું સુંદર સોહામણું ઉજળું આંગણું શા માટે મેલું કરું? આ ભગવાં વસ્ત્રોને શા માટે મેલાં કરું?
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४६८