________________
ઔષધિની પ્રાપ્તિ
-: દુહા - ભાવાર્થ :
“પુણ્યશાળીના પગલે નિધાન ચંદ્રકુમારના પુણ્યબળ આગળ ક્ષેત્રપાળ દેવને નમતું જોખવું પડ્યું. તાપસને ઔષધિ આપતાં ચેતવણી આપી. “ઔષધિ તો આપું પણ તે કયારે ફળશે? ગુરુભક્તિથી. તે વિના તે ઔષધિ તને લાભદાયી નહિ નીવડે.”
કુમાર ઉપર પ્રસન્ન થયેલ દેવે દૈવી ચાર ઔષધિ ભેટ આપી. આ ચાર ઔષધિનો પ્રભાવ દેવ કહે છે - હે નરોત્તમ ! આ ઔષધિઓ ગુણકારી છે. ચારના ચાર મહાન ગુણો છે. તે કહું છું સાંભળો ! ૧. (સ્થાવર એટલે જ્યાં રહેલા હોય ત્યાં, તથા જંગમ એટલે રસ્તામાં જતાં આવતાં) સ્થાવર-જંગમ રહેતાં જે કોઈ ઝેરી જાનવર કરડે અને ઝેર ચડે તો ઔષધિના પ્રભાવથી તે વિષનું અપહરણ કરે છે. વળી જન્મથી જે કોઈ રોગ થયો હોય તો તે પણ આ ઔષધિના પ્રભાવે ચાલ્યો જાય છે. વિરોચની નામની આ
ઔષધિ રહેલી છે. ઈચ્છિત ભોગને પણ આપે છે. ૨. જન્માંધ-જન્મથી અંધ હોય અથવા કારણવશાત્ આંખ ચાલી ગઈ હોય તો આ જડીબુટ્ટીનો રસ કાઢી, આંખે પાટો બાંધતાં દિવ્યચક્ષુ પ્રાપ્ત કરે છે. આંખના તેજ પાછા આવે છે. ૩. સંજીવ નામની ઔષધિનો પ્રભાવ કેવો? સજીવને નિર્જીવ કરે અને નિર્જીવને સજીવ કરે છે. વનમાં નવપલ્લિત વૃક્ષની જેમ ફળીભૂત થાય છે. ૪. આ છેલ્લી ચોથી ઔષધિ તિર્યંચ પશુને સુંઘાડતા મનુષ્ય બની જાય. વળી મનુષ્યને સુંઘાડતા પશુ તિર્યંચ બની જાય છે. હતો તેવો પશુ બની જાય છે.
(જો મનુષ્યને સુંઘાડે તો તે પશુ થાય. વળી ફરીવાર સુંઘાડે તો પાછો હતો તેવો મનુષ્ય થઈ જાય છે.)
દેવ દીધેલ ચારે ઔષધિ લઈ કુમાર ગિરિવરથી ઊતરી સમતુલ ભૂમિ પર આવ્યો. દેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. ત્યાંથી આગળ ચાલતાં કુમાર ભૂતાટવી નામના વનમાં ગયો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
3-0