________________
આવ્યો. સાથે થોડાં આમ્રફળ પણ લેતો આવ્યો હતો. પતિ જંગલમાં ગયો જાણી, આ બાજુ પધાએ પોતાના જારને ઘરમાં બોલાવ્યો. તેની સાથે રંગભર વિલાસ કરતી હતી. દૂરથી જ નારાયણે પોતાની પત્નીને બૂમ પાડી બોલાવી. પોતાના જારને ઘરમાં મધ્યભાગનાં ખૂણામાં સંતાડી તરત આંગણામાં આવી. હૈયામાં મોટી ફાળ પડી. સ્વામી આટલો જલ્દી આવી જશે, તેવું વિચાર્યું નહોતું. ઘરમાંથી જારને બહાર શી રીતે કાઢવો? એ વિચારમાં હતી. સ્વામી આંગણે આવી ઊભો. માથા પરનું લાકડું નીચે નાખ્યું. શ્વાસ ખાવા બેઠો. ત્યાં જ પદ્મા પાડોશન સખી લાલીને ત્યાં પહોંચી ગઈ. લાલીને બધી વાત કરી.
લાલીએ રસ્તો બતાવ્યો. શિખામણ આપી કે મેં ના પાડી છતાં તું ન માની, પણ હવે શું થાય? અહીંથી ગાંડી બનીને જા ! વાળ છૂટા કરી નાચતી કૂદતી વળી રડતી - વળી હસતીને ગાળો દેતી તારા આંગણે જઈ જુદા જુદા ચાળા કરજે. વળી હાથતાળી આપી ગીત પણ ગાતી ગમે તેમ બકજે. લાલીની શિખામણ માથે ધરી. પઘા જુદા જુદા ચાળા કરતી નારાયણ પાસે આવી પહોંચી. નારાયણ તો પોતાની પવાના આવા પ્રકારની હાલત જોતાં ડરી ગયો. શું કરવું? સૂઝ ન પડી.
- તમાશાને તેડું ન હોય. શેરીના ગામના લોક નારાયણના આંગણા આગળ ભેગા થયા. પાડોશન લાલી તો તરત જ પાછળ આવી હતી. તે નારાયણને જોવા લાગી રે ભાઈ! આ શું થયું?
નારાયણ તો ડરી જ ગયો. શું જવાબ આપે? લાલી તો આગળ બોલવા લાગી - રે ભાઈ! નારાયણ ! આ તારી સ્ત્રીને ભૂત વળગ્યું લાગે છે. આ લાકડું લઈ આવ્યો છું તેમાં જ ભૂત હશે. જે ભૂત તારી સ્ત્રીને વળગ્યું છે. તારી સ્ત્રીને બચાવવી હોય તો આ લાકડું જ્યાંથી લાવ્યો હોય ત્યાં જઈ જલ્દી પાછું મૂકી આવ.
લાલીની વાત સાંભળી લોકો પણ કહેવા લાગ્યાં “લાકડામાં ભૂત છે.” “લાકડામાં ભૂત છે.” નારાયણ વિસ્મય પામતાં ચિંતામાં ડૂબી ગયો હતો. લોકોની બૂમાબૂમ સાંભળી, ઊભો થયો. જે લાકડું લાવ્યો હતો તે લાકડું વળી પાછું માથા ઉપર મૂકી જંગલમાં મૂકવા ચાલ્યો ગયો. થોડીવારમાં પડ્યા તો વળી ડાહી થઈ ગઈ. લોકો સૌ ચાલ્યા ગયા.
અવસર જોઈ પદ્માએ ઘરમાંથી જારને નસાડી મૂક્યો. આ બાજુ નારાયણ પણ જંગલમાં લાકડું નાખી ઘરે આવી ગયો. જોયું તો પોતાની સ્ત્રીને વળગાડ રહ્યો નથી. ડાહી થઈને રહી છે. પદ્મા બીજે દિવસે ચામુંડાના મંદિરે ચામુંડા માતાની પૂજા કરવા લાગી. ફૂલ, ફળ, અબીલ, ગુલાલથી પૂજા કરી. પૂજા કર્યા બાદ પવા વળી માંગતી હતી. હે ચામુંડા મા ! મારા પતિને આંધળો કરજો. આ પ્રમાણે માંગણી કરીને માતા પાસે ઘણાં ફૂલો અને નૈવેદ્ય વગેરે મૂકતી હતી. રોજનો આ ક્રમ જોઈ નારાયણ વિચારવા લાગ્યો કે આ રોજ કયાં જાય છે? પત્નીના ચરિત્રની ગંધ આવતાં ચામુંડાની મૂર્તિ પાછળ જઈને સંતાઈ ગયો. અવસર થતાં પદ્મા પૂજા કરવા આવી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૧૭