________________
આપજો. મારો પતિ પિશાચ મને વળગ્યો હતો તે તારી સાક્ષીએ મેં દૂર કર્યો. હવે મારો મનગમતો નાથ ગોવાળિયો ગોવિંદ સાથે રહીને, તેના સાંનિધ્યથી હું સંસારના સુખો ભોગવું અને આનંદથી મારા દિવસો પસાર કરું. મા મને સહાય કરજે.
આ પ્રમાણે નદીમાતા પાસે માંગણી કરી. વાંદરાને છોડી દઈને, ગોવિંદ સાથે રથ ઉપર ચડીને ચાલવા લાગી. પિતાએ આપેલા ઘરેણાનો દાબળો સંભાળીને નિરાંતે રથમાં બેઠી છે. હસી હસીને ગોવિંદ સાથે વાતો કરતી હતી. ગોવિંદ રથને હંકારે જતો હતો. રથમાં રક્ષણ માટે મૂકેલાં તીર-કામઠાં, ધનુષ-તલવાર આદિ શસ્ત્રો સંભાળી લીધાં. નદી ઊતરી રથ દક્ષિણ દિશા તરફ ચાલ્યો જાય છે. જંગલ ઘણું મોટું હોવાથી પસાર કરતાં ઘણો સમય લાગ્યો છતાં રથ ચાલ્યો જાય છે. સંધ્યા સમય થતાં સાથે લીધેલા વનફળનું ભક્ષણ બંને જણાએ કર્યું. રથ થોભાવીને બંને નીચે ઊતર્યા. રાત જંગલમાં વિતાવવી પડશે. તેથી સારી જગ્યા જોઈ, વડલા હેઠે જ રથને છોડ્યો. રૂપાળી રથમાં ઊંઘી ગઈ. જ્યારે ગોવાળિયો રથ-ઘોડા તથા રૂપાળીનું રક્ષણ કરતો, હાથમાં તલવાર લઈને ચારે દિશામાં રથને ફરતો આંટા દઈને રક્ષણ કરવા લાગ્યો.
રાત જામી હતી. મધ્યરાત્રિ પસાર થવા આવી હતી. તેવામાં જંગલમાં રહેતાં ભિલ્લો ધાડ પાડવાને ઈરાદે ટોળાં બંધ ઊતરી આવ્યાં. વડલા હેઠ રહેલા રથને સૌ ઘેરી વળ્યા. મોટી કિકિયારી કરતાં ભિલ્લો પોતાની ચારેબાજુ ઘેરી વળ્યા. પોતાને નાસી જવાનો કોઈ રસ્તો ન દેખાયો. રૂપાળી રથ સાથે ઘેરાઈ ગઈ. ચોકી ભરતી ગોવાળિયો પોતાનો જીવ બચાવવા ઊભી પૂંછડીએ જીવ લઈને ભાગ્યો.
ભિલ્લોએ રથને પોતાની પલ્લીમાં (ઝૂંપડીઓ હતી ત્યાં) હંકારી ગયા. રથમાં નિરાંતે સૂતેલી રૂપાળી તો ગભરાઈ ગઈ. સફાળી જાગી. તો જોયું કે પોતે, રથ સાથે ચોરોના હાથમાં આવી ગઈ છે. ગોવિંદ દેખાતો નથી. ભિલ્લોને આધીન થવું પડશે. રથમાંથી રૂપાળીને ઊતારી. દાગીનાનો દાબડો ભિલ્લોએ લઈ લીધો. સ્ત્રીને પોતાના સ્વામી પલ્લીપતિને ભેટ ધરી દીધી. સાથે દાગીનાનો દાબડો પણ દીધો. રૂપાળીનું સ્વસ્વ લૂંટાઈ ગયું. તેથી બિચારી રડવા લાગી. પલ્લીપતિ તો સુંદર સ્ત્રી ધન સહિત મળતાં રાજી રાજી થઈ ગયો.
રડતી સ્ત્રીને આશ્વાસન આપતાં બોલ્યો - રે બાઈ ! શા માટે રડે છે? તને આ પલ્લીની રાજરાણી બનાવીશ. હું રાજા તું રાણી. મારી ઉપર સ્નેહ રાખ. તને દુઃખ નહિ પડે. પલ્લીપતિનું વચન સાંભળીને રૂપાળી તેના ઘરમાં રહી. પલ્લીપતિની ઘરવાળી થઈને સુખો ભોગવવા લાગી. કામાંધ પોતાની ઈચ્છા પૂરી કરવામાં આનંદ માણે છે. પલ્લીરાજા સાથે વિષયસુખને ભોગવતી આનંદમાં દિવસો પસાર કરે છે. હવે ગોવિંદ પણ યાદ આવતો નથી.
પલ્લીમાં રૂપાળીના દિવસો આનંદથી જવા લાગ્યા. એકવાર ઘર ઘર ભિક્ષા માંગતો સંન્યાસી રૂપાળીના આંગણે આવી ઊભો. પલ્લીપતિ બહાર ગયો હતો. તે તક જોઈને જ આવ્યો હતો. ભિક્ષા આપતી રૂપાળીને
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫