________________
કહે - બાઈ! ઓળખે છે?
રૂપાળીએ ધારી ધારીને સંન્યાસીને જોયો. ઓળખી ગઈ. બોલી હે ગોવિંદ ! તું! બાવો બની ગયો. જંગલમાં મારું રક્ષણ પણ ન કર્યું !
સંન્યાસી - હે પ્રિયે! ભિલ્લના મોટા ટોળામાં હું મારું રક્ષણ કરવા સમર્થ નહોતો. તેથી જીવ બચાવવા બધું જ મૂકી ભાગી ગયો. અને તેને મેળવવા સંન્યાસી સાધુનો વેશ પહેરી તને શોધવા નીકળ્યો. હવે ચાલ મારી સાથે - તને લેવા આવ્યો છું.
રૂપાળી - હે નાથ ! અહીંથી એમ ભાગી છૂટાશે નહિ. કંઈક યુકિત કરીને તારી સાથે આવું.
આ પ્રમાણે બંને વાતો કરતાં નાસી જવા માટેનો ઉપાય શોધી કાઢ્યો. ભિક્ષા આપી. રૂપાળીએ ગોવિંદને વાત સમજાવી. પછી કહ્યું કે તમે ચંડિકામાના મંદિરે રાત્રિ રહેજો. રાત્રિ વેળા હું પલ્લીપતિ સાથે લઈ ત્યાં આવીશ. તમે ગુપ્તપણે રહેજો. બધું સમજાવીને ગોવિંદને રવાના કર્યો. દિવસ તો જેમતેમ પૂરો કર્યો.
સંકેત કરી ગોવિંદ પલ્લીમાંથી બહાર નીકળી દેવસ પૂરો થયે છતે ચંડિકામાતાના મંદિરમાં સંતાઈને રહ્યો. સંધ્યા ઢળવા આવી હતી. પંખીડાં પોતાના માળામાં લપાઈ ગયાં. જ્યારે સંધ્યા ઢળવાની વેળા થતાં આ તરફ પલ્લીપતિ પોતાની ઝૂંપડીએ આવ્યો. રૂપાળી રાહ જોતી બેઠી હતી. આવતાં જ આવકાર આપ્યો. સ્વામીના ચરણો પાણીથી પખાળ્યા. હસતી રમતી રૂપાળીએ સ્વામીને ભોજન કરાવ્યું. પોતે પણ ભોજન કરી લીધું. હવે રૂપાળીના ચરિત્ર ચાલુ થયાં. એકદમ પેટમાં દુઃખાવાની બૂમો પાડવા લાગી. ઝૂંપડીની બહાર ખાટલે બેઠેલો પલ્લીપતિ દોડીને રૂપાળી પાસે આવી ઊભો. રૂપાળી રડતી જાય, બોલતી જાય. હે સ્વામી ! મને તો પેટમાં શૂળની જેમ ભોંકાય છે. જુઓ તો અહીં મને ચૂંક ઉપડી છે સ્વામી, મારાથી રહેવાતું નથી. હું ક્યાં જઉ ? શું કરું? કંઈક ચાળા કરવા લાગી. રાગદશામાં અંધ બનેલો પલ્લીપતિ કંઈક ઉપાય કરવા લાગ્યો. પણ કોઈ ઉપાય કામ લાગતો નથી.
જ્ઞાની કહે છે સાચાને પહોંચાય, જુકાને શું પહોંચાય?
દર્દ સાચું ન હતું. રાજા ગમે તેટલા ઉપાયો કરે તો પણ રૂપાળીને સારું થયું નહિ. રૂપાળી તો મોટે મોટેથી પોકાર કરતી રડવા લાગી. પલ્લીપતિ પણ ઘણો દુઃખી થયો. બીજા પણ પલ્લીમાંથી ભિલ્લ લોકો ભેગા થઈ ગયા. પલ્લીપતિની પત્નીને દર્દ કોઈ જોઈ શકતું નથી. સૌ વીંટળાઈને ઊભા છે. એ અવસરે રૂપાળી બધાની વચ્ચે મોટેથી બોલવા લાગી. હે ચંડીમા! મારી એક વાત સાંભળો. મારી પીડા હમણાં જો શાંત થઈ જાય, તો મારા સ્વામીને લઈને હમણાં જ તારી પૂજા કરવા તારા મંદિરે આવીશ. આજે રાતે જ પૂજા કરીશ. અને આ પ્રમાણે મોટેથી બોલી. પછી સૌ ભિલ્લો ભેગા ચંડીમાની જ્ય મોટેથી બોલાવી. થોડીવારે રૂપાળીએ પાણી મંગાવી પીધું. પેટ દબાવી ઘડીભર બેઠી. ત્યાં તો પેટની પીડા ચાલી ગઈ. સાચી પીડા તો હતી નહિ, પછી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫૮