________________
બંને ઘસઘસાટ ઊંઘી ગયા. પ્રહર એક રાત ગઈન ગઈ ત્યાં તો માણસની ગંધે જંગલમાંથી સિંહ વડલા હેઠે આવ્યો. સૂતેલા ગોવિંદને ઉપાડ્યો. ગોવિંદ ચીસ પાડી. રૂપાળી સહસા જાગી. પણ ત્યાં તો સિંહ ગોવિંદને લઈને છલાંગ મારી ભાગી ચૂક્યો. શું કરે? થર થર ધ્રૂજવા લાગી. અસહાય રૂપાળી જોર જોરથી રડવા લાગી. જંગલમાં કોણ સાંભળે? સિંહના મુખમાંથી ગોવિંદને છોડાવવાની તાકાત કોની? ગોવિંદ તો સિંહનો કોળિયો બની ચૂક્યો. રૂપાળીએ વિચાર્યું કે રખેને આ સિંહના પંજામાં હું પોતે ન આવી જાઉં? તે માટે વડલાની વડવાઈ પકડી વડલા ઉપર ચડી ગઈ. પોતે રોતી ને જંગલના પશુને રોવરાવતી હતી. ઘોર અંધારી શેષ રાત બાકી હતી. ઝાડ ઉપર રાત વિતાવતી રૂપાળીને સહારો કોણ આપે? મળે પણ ક્યાંથી ? રૂપાળી દૂર દૂર નજર નાખતી સહારો શોધી રહી. વહેલી સવારે નદી પાર વૃક્ષની નીચે એક યોગીને જોયો. પગે પાંગળો હતો. સુંદર મુખ હતું. કંઠ મધુર હતો. પ્રભાતે હાથમાં તંબુરો લઈ, મધુર સ્વરે બેઠો બેઠો ભજન ગાતો હતો. રોતી રૂપાળી શાંત થઈ. યોગીને જોતાં જ પોતાનું ચિત્ત ત્યાં લાગ્યું. જુઓ ! કેવી કર્મની ગતિ? એક ગયો, બે ગયા, ત્રણ ગયા. નિર્લજ્જ રૂપાળી તો પણ સુધરી નહિ. હવે યોગીને જોઈને તેની ઉપર મોહિત થઈ.
નદી ઊતરી યોગી પાસે પહોંચી ગઈ. ગોવિંદને ભૂલી, યોગીને અપનાવ્યો. ગીત પૂરું થતાં યોગીએ આંખ ખોલી. સામે ઊભેલી સ્ત્રી જોઈ. યોગી તો વિચારમાં પડ્યો. આ વહેલી સવારે આ સ્ત્રી કોણ હશે? હજુ વધુ વિચારે તે પહેલાં તો રૂપાળીએ જ યોગીરાજને બોલાવ્યો.
રૂપાળી - હે યોગીરાજ ! નમસ્કાર હો. હે નાથ ! મારો સ્વામી મરણ પામ્યો છે. હું અનાથ છું. મારે કોઈનું શરણ નથી. એક આપ જ શરણભૂત છો. તમે જ મારા નાથ છો. આપ મને સનાથ કરો. હે સ્વામી ! હું આપને મનથી વરી ચૂકી છું. આ ભવમાં હવે તમે જ એક જ મારા આધારભૂત છો. દુનિયામાં મારું કોઈ નથી. દુઃખી અબળાની પ્રાર્થના સ્વીકારો. મારા દુઃખડા દૂર કરો.
યોગી - રે બાઈ ! તેં જે કહ્યું તે સત્ય છે. પણ હું તો યોગી છું. તેમાં વળી પગ વગરનો પાંગળો છું. મારી સાથે પ્રીત શી? હે કામિની ! તે કરતાં તો તું બીજો સ્વામી કરી લે. મને છોડી દે. મારી સ્થિતિ કેવી દયાજનક છે. અહીં બેઠાં જ જિંદગી પૂરી કરવાની છે. કારણ પગે ચલાતું નથી. નજીકના ગામના લોક જતાં આવતાં મને જુએ, ખાવા પીવાનું આપી જાય છે. જે દિન ન મળે તે દિન ભૂખ્યો તરસ્યો પણ અહીં જ પડી રહું છું. ભગવાનના ભજન ગાઉં છું. મારું જીવન પસાર કરું છું. મારી સાથે તારી જિંદગી શા માટે બગાડવી. વળી લોકો પણ તને મારી સાથે જુએ તો દૂર ભાગે. કોઈ કંઈજ ન આપે. માટે તું તારો રસ્તો કરી લે. તું દુઃખી ન થઈશ.
રૂપાળી - હે સ્વામીનાથ ! આપ ચિંતા ન કરો. મારા શરીર પર રહેલા દાગીના વેચીને આપણે ખાઈશું. તમને મારા માથા પર બેસાડીશ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી શreો શાહ)
४९०