________________
જુદા જુદા ગામ નગરે જઈશું. તમે મધુર ગીત ગાયા કરજો. લોકને રીઝવજો. હું તમારી સેવા કરીશ. સંતુષ્ટ થયેલ લોકો આપણને કંઈને કંઈ આપશે.
જુઓ - “જેણે તજી લાજ, તેને મોટું રાજ.” રૂપાળીએ કહેવતને સાકાર કરી બતાવી.
યોગી પણ રૂપાળી સ્ત્રીના વચનોથી મોહ્યો. તેની આંખો, તેનું રૂપ જોઈ યોગી મોહિત થયો. રૂપાળીને પાસે બોલાવી. પ્રેમથી તેનો હાથ ઝાલ્યો. રૂપાળીએ યોગીનો હાથ પકડ્યો. પ્રેમની કંપારી હૈયે છૂટી. કહેવા લાગી - હે સ્વામી ! આજે મારું ભાગ્ય ફળ્યું. તુમ સરીખો ભરતાર પામી હું મહાસુખી થઈ. બોલો ! સ્વામી ! આપની શી સેવા કરું.
યોગી - હે દેવી ! મને તરસ બહુ લાગી છે. આ તુંબડી લઈ જાવો. અને પાણી ભરી લાવો.
તરત જ રૂપાળી ત્યાંથી ઊઠી. તુંબડી લઈ હરખભેર પાણી ભરવા ચાલી ગઈ. જતી સ્ત્રીને યોગી જોઈ રહ્યો. નદીએ જઈ તુંબડું ભરી ઊતાવળી યોગી પાસે આવી. પાણી આપ્યું. પોતાની બાજુમાં પડેલા માટીના ઠીકરામાં ત્રણ દિનના પડેલા રોટલાના ટુકડા રૂપાળીને ખાવા આપ્યાં. યોગી-ભોગી બની ગયો. પ્રેમી પંખીડાની ચાર આંખ ભેગી થઈ. આનંદથી બંને જણાએ સુકા રોટલાના ટુકડા આરોગ્યા. ભૂખને સંતોષી. પાણી પીધા.
આનંદમાં રહેતા બંનેના દિવસો સુખભર જવા લાગ્યા. રૂપાળી પાસે જે હતું, તે વેચીને ભરણપોષણ કરતાં પાંચ વરસ વીતી ગયાં. હવે શું કરે? ગામમાંથી વાંસનો ટોપલો લઈ આવી. તેમાં પાંગળા પતિને બેસાડી, માથે ટોપલો મૂકી દીધો. નદીના કિનારે ચાલતી ચાલતી કોઈ ગામે પહોંચી. મધુર અવાજે પાંગળો યોગી ગીત ગાતો, ખાવાનું મળતું. ને દિવસો જવા લાગ્યા. ગામ-નગરો, બજારો, શેરીઓ અને ચૌટામાં ફરતી રૂપાળી પોતાની આજીવિકા ચલાવવા લાગી.
જુલમપુરીનો “યોગીરાજ” અને પત્ની “ઈચ્છા” નામથી આ બંને યોગી-યોગિણી તરીકે લોકમાં ઓળખાવવા લાગ્યા. વસ્તીમાં રહે ત્યારે ભગવાનના ભજનો. લોકગીતો ગાઈ લોકને રીઝવે છે. જ્યારે ગામની બહાર પાદરે ઊતારો કરે. ત્યાં જ રહે. વળી ભાંગ પણ પીવે. હુકો, ચલમો પણ પીતા હતા. યોગી તો પીવે પણ સાથે સાથે યોગિણી પણ પીતાં શીખી ગઈ. વન-વન, ગામ-નગર, ઘર-ઘર ફરતાં દિવસો જવા લાગ્યાં.
આ જગતમાં વિષયાંધકામાંધ મોહાંધ જનોને ક્યાંયે સુખ મળતું નથી. કામી પુરુષો જગતના દાસ બની જાય છે. કામીજનો ક્યારેય કોઈના સગાં થતાં નથી. આવા દુર્જનોની ઉપર ક્યારેય કોઈ વિશ્વાસ રાખતા નથી. કારણ કે તેઓ ક્યારેય પોતાના સ્વાર્થ માટે વિશ્વાસઘાત કરતાં અચકાતા નથી. વળી તેની ઉપર મૂકેલો વિશ્વાસ, નાશ પામતાં વાર લાગતી નથી.
આ પ્રમાણે કુલટા રૂપાળી સ્ત્રીની વાત, નિમિત્તક પાસેથી રાજા તથા વીરસેન મંત્રીશ્વરે સાંભળી. રાજાએ તે નિમિત્તકને ઘણો આદર સત્કાર કર્યો. પછી ઘણું દાન આપીને રજા આપી.
શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૪૬૧