________________
જતાં શી વાર?
પલ્લીરાજને કહેવા લાગી - હે સ્વામી ! મને વેદના ધીમે ધીમે શાંત થવા લાગી છે. ચંડીમાએ મારી પીડા દૂર કરી છે. લોકના ટોળાં મધ્યે સૂતેલી પતિને કહે છે - હે સ્વામી ! જુઓ ! મેં માની સાચી માનતા રાખી તો પીડા દૂર થઈ. માટે અત્યારે જ ચંડીમાની પૂજા કરવા ચાલો. પત્નીની વાત સાંભળી, પતિ પલ્લીરાજને, પત્ની ઉપર ઘણો વિશ્વાસ બેઠો. વિશ્વાસ રાખતો પલ્લીરાજ માની પૂજા કરવા જવા તૈયાર થયો.
- બંને જણા પૂજા કરવાની સામગ્રી લઈને ચંડીમાના મંદિરે જવા રવાના થયા. ભેગાં થયેલા ટોળાને વિખેરી, પલ્લીરાજા પોતાની પત્ની સાથે ચંડીકાને મંદિરે આવ્યો. પતિપત્ની બંને જણાએ સાથે ચંડીકાદેવીની પૂજા કરી ફૂલો ચડાવ્યાં. રૂપાળીએ માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી સ્વામીને કહે - નાથ ! હું પગે લાગી. હવે તમે લાગો. ત્યાં સુધી ખડ્રગ મારા હાથમાં આપો. આપ માતાના ચરણમાં મસ્તક નમાવો. અષ્ટાંગ પ્રણામ નિર્ભય થઈ કરો. હું તમારું રક્ષણ કરીશ.
પત્નીનો કહ્યાગરો પતિ, તલવાર રૂપાણીના હાથમાં આપી. અષ્ટાંગ પ્રણામ કરવા ચંડીકાના ચરણમાં ઝૂકવા માટે મસ્તક જ્યાં નમાવ્યું ત્યાં તો પળનો યે વિલંબ કર્યા વિના રૂપાળીએ પલ્લીપતિના માથે તલવારનો ઘા કર્યો. કઠણ કલેજાની કુલટા નારીના હૈયે દયાનું ઝરણું ક્યાંથી વહે? પતિના દેહને ત્યાં ને ત્યાં ઢાળી દીધો. બિચારો પલ્લીરાજ ત્યાં ઢળી પડ્યો. સ્ત્રીના ચરિત્રને બ્રહ્મા કે વિક્રમરાજા પણ પહોંચ્યા નથી. તો પલ્લીરાજ ક્યાંથી પહોંચે ? પળવારમાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું. માના મંદિરમાં લોહીનો મોટો ફુવારો છૂર્યો. પણ પણ રૂપાળીને તે જોવાની ક્યાં ફૂરસદ હતી. ગોવિંદને હાક મારી. સંતાએલો ગોવિંદ હાજર થયો. હરણફાળ ભરી ગોવિંદને મળી. તરત જ ત્યાંથી બંને જણા જંગલની વાટે પલાયન થઈ ગયા.
રાતભર ચાલ્યાં. ચાલી ચાલીને થાક્યાં. વિસામો ખાઈને વળી ચાલ્યાં. પાસે કાંઈ જ નથી. હવે તો બંનેને ખાવાના પણ શાં શાં પડવા લાગ્યાં. નીચ નારીની સંગતિએ મંત્રીશ્વર વાંદરો બન્યો. પલ્લી પતિને પરલોકે મોકલ્યો. માતપિતાને પણ ઠગ્યા. પિયેરનું ધન પણ ચાલી ગયું. વ્યસની પાસે ધન ટકતું નથી. ધન દૂર ભાગે. બિચારા બંને ગરીબ દુઃખિયા બની ગયા. રણમાં, વનમાં વગેરે આ યુગલજોડી ભટકતી આગળ ચાલ્યું જાય છે. ભૂખતરસને સહન કરતાં છતાં પણ રૂપાળીના કુલક્ષણો નાશ ન પામ્યાં. કર્મથી હીન અને વિપરીત મતિવાળીને વળી સંગતિ નીચની થઈ, પછી ક્યારેય તે સુધરતી નથી.
ભટકતાં ભટકતાં આ યુગલે ત્રણ દિવસ પૂરા કર્યા. પણ ક્યાંયે સુખ ન પામ્યાં. જંગલમાં ચાલતા ચાલતા, ચોથા દિવસે ચિકુરા નદીના કાંઠે આવી પહોંચ્યા. વહેતા પાણીમાં નાહી ધોઈને સ્વસ્થ થઈને, વડલા હેઠે આનંદભર દિવસ પૂરો કર્યો. ત્યાં જ રાત વિતાવવાની નકકી કરી. બંને સુખભર નિદ્રા લેવા વડલા હેઠે સૂતા. દંપત્તી નિર્ભય બની સૂતા હતા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫૯