________________
શિક્ષા રક્ષા કારણે, અધિકારીને દીધ, અવસર નાચ નચાવીને, ગ્રાસ અધિક તસદીધ. Ill નવ નવ ભૂષણ કપિ તણાં, નિજધટે કરી તે વાર, ભેટ કરે જઇ રાયને, નૃપ કરે તસ સત્કાર. / નિજ હાથે કપિ મુખ્યતે, અંગ ધરે અલંકાર લોહ વલય તવ દેખીયું, કંઠ ધરંત જબ હાર. //holl નૃપ વયત તે સોનીયે, ભાંગી કાર્યું જામ, વીરસેન પ્રગટ્યા તા, કરે નૃપને પ્રણામ. /૧૧ વિસ્મિત સર્વ સભા થઇ, તાસ કુટુંબ મળત, મંત્રી રોતો નહિ રહે, નૃપ તસ કંઠ લગત. /૧રો. સ્થિર કરી આસન સ્થાપીયો, વાજે મંગલ તૂટ, નૃપ કહે આ અચિરજ કિડ્યું, તે ભણે રાય હજૂર /૧all.
મંત્રી કે મર્કટ
-: દુહા :ભાવાર્થ -
જગતમાં ગુણીજનો ક્યારેય પોતાની ઉપર કરેલા કોઈના ઉપકારને ભૂલતા નથી. વિરસેન પ્રધાનપદે રહીને, રાજ્યનો વફાદાર વહીવટ કરતો હતો. તે કાર્યોને સંભારતો સૂર્યકાન્ત રાજા, વીરસેન મિત્રને ભૂલતો નથી. વીરસેનના ઉપકાર તથા ગુણોને સંભારતાં સમય વીતવા લાગ્યો. સમય જતાં વાર લાગતી નથી. તે વાતને સાત સાત વરસના વહાણાં વહી ગયાં.
એક વખત રાજપુર નગરે એક બાજીગર પોતાના પરિવારને લઈને આવ્યો. સાથે એક વાંદરાની ટોળી હતી. જે વાંદરાઓને જુદા જુદા પ્રકારના ખેલ-નાટક વગેરે શીખવાડી તૈયાર કર્યા હતા. વળી ગીતકળામાં પણ પ્રવીણ કર્યા હતા. નગરીની શેરીએ પોતાના પરિવારને લઈને ઘૂમતો બાજીગર રાજાની આગળ પોતાના ખેલ દેખાડવા રાજકચેરીએ આવી પહોંચ્યો. જે વાનર ટોળાનાં નૃત્યો જુદા જુદા ખેલ ને ગીતની સાથે ચેનચાળા કરાવતો હતો. તે થકી બાજીગરની પોતાની આજીવિકા ચાલતી હતી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४३४