________________
ઊતરવા લાગ્યું. સંપૂર્ણ વિષ મૂક્ત થતાં પદ્મા તરત પોતે આળસ મરડી, આનંદથી બેઠી થઈ. બેઠાં થતાં તેણે જોયું. રે! પોતાને કાષ્ટની ચિતાની ઉપર સૂતેલી જોઈ. વળી પોતાનો પ્રિયતમ પ્રેયસી કુમાર ન જોયો. રાત તો પૂરી થવા આવી હતી. પરોઢિયું થઈ ચૂક્યું હતું.
- કુમારની ચિંતામાં ડૂબેલી પા ચિતા થકી નીચે ઊતરી. પડખે પડેલો ઘડો, કે જે ઘડો પોતાનો ઘર થકી લઈ આવી હતી. તે ઘડો ઉઠાવી પાણી ભરી, માથે લઈ, નગરના દરવાજે આવી. સવાર થવાની તૈયારી હતી. માથા પર ઘડો લઈને નગરમાં પેસતાં દરવાજે ઊભેલા રાજાના માણસો બોલવા લાગ્યા. શાકિની છે. હા, આજ મરકીનો રોગ ફેલાવનારી છે. તરત જ સુભટોએ પકડી લીધી. ચોકીદારે વહેલી સવારે તેને લઈને રાજ્યના સુભટોને સોંપી. સુભટોએ તરત જ બંદીવાન કરી લીધી.
રાજદરબારનો સમય થતાં સુભટો પદ્માવતીને આંખે પાટા બાંધી દરબારમાં લઈ આવ્યા અને રાજા સામે લાવીને ઊભી કરી દીધી. રાજા અને સભા સૌ કોઈ આ સ્ત્રીને જોવા લાગ્યા. સુભટ રાજાનો આદેશ લઈને સ્ત્રીને કેવી રીતે પકડી લાવ્યા? તે વાત કરવા લાગ્યો - સ્વામી ! નગરમાં પેસતાં આજે વહેલી સવારે આ શાકિનીને પકડી છે. અહીં લાવીને આપની સમક્ષ હાજર કરી છે.
નગરનાં રાજા નરસિંહે સુભટની વાત સાંભળી. સ્ત્રીને જોઈ. સ્ત્રીની આકૃતિ-દેખાવ સુંદર, કપડાં પણ સારાં પહેરેલાં, જોઈ રાજા વિચારે છે કે આ દુષ્ટા સ્ત્રી નથી. મરકી ફેલાવનાર શાકિની પણ લાગતી નથી. છતાં પૂરી તપાસ કરવી જોઈએ.
રાજાએ તરત જ આંખેથી પાટા છોડાવી નંખાવ્યા. પછી મીઠા અને વિવેકયુકત વચનોથી પૂછે છે - પુત્રી! તું કોણ છે?
પદ્માવતી - હે પિતાજી ! હું મરકી નથી. હું આપના નગરના નંદશેઠની પુત્રી છું. મારા કામને કારણે સાંજે પાણી ભરવા માટે નગરની બહાર ગઈ હતી. પાણી ભરી પાછી ફરી. ત્યાં તો નગરના દ્વાર બંધ થઈ ગયા. હે મહારાજા ! મેં ઘણા દરવાજા ખખડાવ્યા. પણ દરવાજો ન ખૂલ્યો. હું તો રાતભર નગરની બહાર રહી. વહેલી સવારે પાણીનો ઘડો લઈને આવતી હતી. દરવાજે તમારા સુભટોએ મને પકડી. આપની પાસે આવવા સુધીમાં તો હું શાકિની નામે કલંકિની બની ચૂકી. લોકની નજરે હું ભયંકર કલંકિની દેખાઉં છું. આપને પણ મારા માટે શાકિનીનો વહેમ હતો. તે આપની સામે આવી ઊભો.
રાજા તો આ સ્ત્રીની વાત સાંભળી વિસ્મય પામ્યો. પૂછ્યું. રાજા - પુત્રી તું નંદીશેઠની પુત્રી છે?
પદ્માવતી - હા! પિતાજી! હું તે જ છું. પણ રાજનું! આપ સાંભળો. મારા માથે શાકિનીનું કલંક ચડ્યું છે. તે કલંક ટાળવા માટે ધીજ કરાવો. હું તે ધીજ થકી મારું કલંક ઊતારીશ. આ સૂર્યની સાક્ષીએ હું
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫o