________________
પ્રમાણે ભણવા જતી. પદ્મિની સરખી પદ્માને દાનશાળામાંથી સુદર્શન રાજકુમારે જોઈ. જોતાં જ મન મોહિત થયું. પદ્માએ પણ રસ્તે જતાં દાનશાળામાં રહેલા સુદર્શનકુમારને જોયો. ચાર આંખ ભેગી થઈ. આંખો તો સ્થિર જ થઈ. રાગથી જોવા લાગ્યાં. ત્યાર પછી દાનશાળામાં બેઠેલા કુમારે, રસ્તે જતી શેઠપુત્રી પદ્માને હાથની ચેષ્ટા સહિત (કંઈક રેષ્ટા કરતાં) પોતાના મનની વાત સમજાવી. કહે છે કે નગરની બહાર વડલો છે. ત્યાં હું તારી રાહ જોઈશ. ઢળતી સંધ્યાએ તું જરૂરથી ત્યાં આવી જજે. કુમાર-કન્યા બંને હોંશિયાર, એકબીજાના ઈશારાની વાત શાનમાં સમજી લીધી. નગરના માર્ગે જતાં લોક જુએ, સમજે તે પહેલાં પા તરત ત્યાંથી ચાલી ગઈ. સુદર્શન પણ દાન આપવામાં લાગી ગયો. બંને રાત પડવાની રાહ જોતા હતા. બંનેની મુરાદ ભેગી થવાની અને મનની મોજ ભોગવવાની હતી. સંકેત કરી બંને પોતપોતાના આવાસે ચાલ્યાં ગયાં.
કામબાણથી વિંધાએલા પ્રેમી પંખીડાં ઘાયલ થતાં સંધ્યા સુધીનો સમય પસાર કરવો પણ કઠિન પડ્યો. નગર બહાર જવાના અવસરે પધાએ સોળ શણગાર ધર્યા. પાણી ભરવાનો ઘડો હાથમાં લઈને પાણી ભરવાના બહાને નગર બહાર વડલા વૃક્ષની હેઠળ આવી ઊભી. રાજકુમાર પણ પોતે તૈયાર થઈને હાથમાં તંબોળ આદિ ઘણી વસ્તુઓને ગ્રહણ કરી પ્રિયાને મળવા નગર બહાર વડલા હેઠે આવ્યો.
પ્રેમી પંખીડાંની પ્રેમ રસિક વાતો ચાલી. વાત વિનોદે અને આનંદ લૂંટતાં કામવાસનાએ બંનેને ઘેરી લીધાં. કામરાગના વશે પડ્યા. બંને વડલા હેઠે નિર્ભય થઈ નિરાંતે સૂતા. કામથી પીડાએલા બંનેએ રતિક્રીડા કરતાં તૃપ્ત થતાં, સુખ માણતાં હતાં. તે અવસરે વડલાના થડની કોતરમાં દર કરીને રહેલો સર્પ બહાર આવ્યો. ફરતો ફરતો ક્રીડા કરતાં યુગલની પાસે આવ્યો. માર્ગમાં અવરોધ કરીને સૂતેલા યુગલમાંથી પદ્માના પગે સર્વે ડંખ માર્યો.
ખની વેદનાએ પદ્માએ ચીસ પાડી. હે પ્રાણપ્રિય ! મને પગે કોઈએ ડંખ માર્યો. હજુ આગળ બોલવા જાય ત્યાં તો મૂર્ણિત થઈ ગઈ. જોતજોતામાં શરીરમાં વિષ વ્યાપ્ત થઈ ગયું. રાજકુમાર તો ગભરાયો. ઘણી જ બોલાવી. પણ પ્રિયાએ જવાબ ન આપ્યો. અંધારામાં દેખાય પણ શું? પાનું શરીર તદ્દન કાળુ પડી ગયું.
મૂછ પામેલી પ્રિયતમા પધાને સુદર્શને મરેલી માની. શોક કરવા લાગ્યો. પણ હવે કરે શું? શોક કરતો, અને રોતો કુમાર મધ્યરાત્રિએ ચારેકોરથી લાકડાં ભેગાં કરવા લાગ્યો. મરેલી પઘાને અગ્નિદાહ દેવા માટે ચિતા તૈયાર કરી. પઘાના શરીરને ચિતા ઉપર સુવાડી દીધી. અગ્નિ માટે ચારેકોર કુમાર તપાસ કરવા લાગ્યો. અગ્નિ વિના ચિતા શી રીતે જલે? દુઃખ ભરેલા હૈયાને કઠણ કરી કુમાર અગ્નિીની શોધમાં નીકળ્યો. દૂર દૂર કોઈ એક વૃક્ષ નીચે અગ્નિીની સળગતી જ્વાલાઓ જોઈ, સુદર્શન કુમાર તે દિશામાં ઝડપથી ચાલ્યો. વૃક્ષ પાસે સળગતા અગ્નિ આગળ આવ્યો. કોઈ યોગી બાવો ધૂણી ધખાવી કંઈક કરતો બેઠો હતો.
સુદર્શને યોગીરાજને જોતાં જ બે હાથ જોડી પ્રણામ કર્યા. અગ્નિની પ્રજવળતી જવાળાના પ્રકાશમાં
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४४८