________________
કઠીન ધીજ કરવા તૈયાર છું. આપ અહીં ધગધગતો અગ્નિ તૈયાર કરાવો. તેમાં પડી હું મારા કલંકને દૂર કરું અથવા તો ભયંકર સર્પને હાજર કરો. સર્પને મારા હાથથી પકડી સાબિત કરી શકુ કે, હું શાકિની નથી.
વાત સાંભળી રાજાએ તરત પોતાના માણસોને આદેશ આપ્યો. તમે લોકો ગમે ત્યાંથી સર્પ પકડી મારી આગળ હાજર કરો. રાજાની આજ્ઞા થતાં કેટલાક સુભટો સર્પની શોધમાં નીકળી પડ્યા. ચારેદિશામાં ગયેલા ઘણા સુભટો સર્પ ન મળતાં પાછા આવ્યા. પણ વળી બે ચાર સુભટો નગરની બહાર વનમાં રહેલા સ્મશાનમાં સર્પને શોધતાં પહોંચી ગયા યોગીના મઠમાં. કાકતાળી ન્યાયે યોગીના મઠમાં જોવા ગયાં. મઠ પાસે જમીન ઉપર મૂકેલો ઘડો, જે ઘડા ઉપર પત્થર હતો. પત્થર ખસેડતાં નજરે સર્પ જોયો. તરત ઢાંકણું બંધ કરી દીધું. પછી સંભાળીને ઘડો રાજસભામાં મૂક્યો. ઘડામાં સર્પ છે. તે વાત રાજાને કહી સંભળાવી.
પઘા પાસે નજીકમાં ઘડો રાજાએ મૂકાવ્યો. નગરજનો તો જોવા ઉમટ્યા હતા. સભા તો ઠઠ ભરાઈ
હતી.
તે સ્ત્રી પદ્મા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતી હતી. ત્યાર પછી ઘડાનું ઢાંકણ ખોલી, સર્પને બહાર કાઢ્યો. હાથમાં સર્પ લઈને પોતાના ગળામાં ફૂલની માળા પહેરે તેમ સર્પ ગળામાં મૂકી દીધો. સૌ જનો જોતાં જ આશ્ચર્ય પામ્યા. પદ્માએ સર્પના ગળામાં કાળો દોરો જોયો. વિચારવા લાગી કે સર્પના ગળામાં કાળો દોરો? ચિત્તમાં ચમકી, વળી મનમાં શંકા થવા લાગી. ગળામાં દોરો? તરત જ હાથ વડે તે કાળો દોરો તોડી દૂર ફેંકી દીધો. જેવો દોરો તોડ્યો ત્યાં તો અદ્ભૂત આશ્ચર્ય...! રાજકુમાર સુદર્શન પ્રગટ થયો. સૌ નગરજન જોતાં જ આશ્ચર્ય પામવા લાગ્યા. રે ! આ શું? રાજા પણ ઘણો વિસ્મય પામ્યો. બંને વચ્ચેનો ભેદ જાણવા રાજાએ એકાંતમાં બંનેને પૂછ્યું. તે વખતે લજ્જા પામતો કુમાર તથા પઘા બંને રાજાના ચરણે પડ્યાં. સાચી વાત કહી સંભળાવી. તે સાંભળી રાજા બધી વાતનો તાગ પામી ગયો.
- હવે તો શેઠસુતાને પુત્રવધૂ તરીકે સ્વીકારી લેવામાં જ શ્રેય છે. આ પ્રમાણે મંત્રીશ્વરને પણ વાત કરી. તરત જ સભાને વિસર્જન કરી. રાજસેવકોને નંદીશેઠને બોલાવવા મોકલ્યા. રાજાનું નોતરું આવ્યું છે જાણી શેઠ હાંફળા ફાંફળા થવા લાગ્યા. તરત જ રાજસેવકો સાથે નંદીશેઠ રાજા પાસે આવી ઊભા. રાજા નંદીશેઠને લઈને પોતાના મહેલમાં આવ્યા. નંદશેઠને રાજમહેલમાં બોલાવીને સઘળી વાત શેઠને કહી, વાતની વધામણી વધાવી લઈને કુમારને તિલક કર્યું.
રાજકુમારના લગ્ન પદ્માવતી સાથે ધામધૂમથી મહોત્સવ યુકત થયા. શેઠે પોતાની નંદીનીના લગ્ન કરાવી દીધા. રાજા પોતાની પુત્રવધૂને રાજમહેલમાં લઈ આવ્યો.
આ પ્રમાણે ચોથા ખંડની ઘણી રસાળી ઢાળ પૂર્ણ કરતાં કર્તા કહે છે કે ખરેખર! દેવ એટલે નસીબની ગતિ ઘણી અગમ્ય છે. તેને પિછાણી શકાતી નથી. અહીંયા નસીબની બલિહારી બતાવી વાત પૂરી કરે છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
છ ચંદ્રશેખર સારો રાક્ષ)
૪૫૧