________________
યોગીએ આ નવજુવાન કુમારને જોયો. જોતાં જ મનમાં વસી ગયો. કુમારના દેદાર જોતાં જ પામી ગયો કે કોઈ બત્રીસ લક્ષણો દેખાય છે. ભલે આવ્યો. મારું કામ થઈ જશે. કુમારને જોતાં જ વિચારને અંતે યોગી બોલ્યો - હે પરદેશી ! મધ્યરાત્રિએ અહીં ક્યાંથી ?
કુમાર - યોગી મહાત્મા ! મારે પાવકની જરૂર છે.
યોગી - નવજવાન ! અગ્નિ જરૂર છે. પણ આ અગ્નિ તો અપવિત્ર છે. મનની મેલી મુરાદે યોગી બબડ્યો. સામેથી ચાલીને આવ્યો છે. સોનાનો પુરુષ બનાવી દેવાની તક મળી છે તો તક ન ચૂકું. યોગીને વિચારતો જોઈ કુમાર બોલ્યો - હે યોગીરાજ ! અગ્નિ અપવિત્ર છે ?
યોગી - હા ! આ સ્મશાન છે. માટે અહીં તો અગ્નિ અપવિત્ર છે. માટે આ અગ્નિ લેવો નકામો છે. હે ભોગીરાજ ! અહીં બેસો. હું બીજો અગ્નિ લાવીને આપું.
યોગીની વાત સાંભળી, કુમાર ત્યાં બેઠો. પોતાની પ્રેયસીના અગ્નિદાહની ચિંતામાં બુધ્ધિશાળી હોવા છતાં કુમાર યોગીની કપટલીલાને કળી ન શક્યો. અગ્નિ માટેની રાહ જોતો કુમાર ત્યાં બેસી રહ્યો.
ન
વળી યોગીએ કહ્યું કે હે પરદેશી ! હું તમારા માટે અગ્નિ લેવા જાઉં છું. પણ સાંભળો ! આ અડધી રાત્રિએ રખડતાં ભૂતડાં તમને ઘણો ઉપદ્રવ કરશે. માટે મંત્ર થકી તારા શરીરની રક્ષા કરવી જોઈએ. આ પ્રમાણે કહી યોગીએ એક કાળો દોરો મેલી વિદ્યા વડે મંત્રીને, કુમારના ગળામાં બાંધી દીધો. અગ્નિની વાત રહી ગઈ બાજુ પર. કુમાર સર્પ બની ગયો. પદ્માને ચેહમાં સુવાડી. કુમાર અગ્નિની શોધમાં સર્પ થયો. સુવર્ણ પુરુષના લોભમાં યોગીસંતો પણ અકાર્ય કરતાં કંઈ જ વિચારતા નથી. નૃપસુત સર્પ થતાં જ યોગીએ પાસે પડેલા એક ઘડામાં સર્પને મૂકી, ઘડો બંધ કરી દીધો. જમીનમાં ખાડો કરી ઘડો મૂકી દીધો. અને પત્થર વડે ઢાંકી દીધો.
હવે સોનાનો પુરુષ બનાવવા પાસે રહેલા પોતાના મઠમાં ઔષધિ લેવા ગયો. અંધારી રાત મઠમાં ઔષધિ એકઠી કરતાં જ ઔષધિ વચ્ચે રહેલો સર્પ યોગીને ડસ્યો. ને તરત ત્યાં યોગી મરણ પામ્યો. કર્મની ગતિ કેવી ? ત્રણે જણાની શી હાલત ?
આ ટાણે ધનપુર નગરમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. આ રોગ નાના કુમળાં બાળકોને વધારે ભરખી લેતો હતો. તેથી મરકીનો ઉપદ્રવ કરનાર શાકિની દુષ્ટ દેવીને પકડવા રાજા પોતાના સુભટોને રાત-દિવસ ચારે તરફ દોડાવતો હતો. તેનો નિગ્રહ કરવા આકાશ પાતાળ એક કરતો હતો. ત્યાં તો પોતાનો એકનો એક રાજકુમાર લાડકવાયો પણ ખોવાઈ ગયો. તેની પણ ચારેકોર શોધ કરવા સુભટો મોકલ્યા. રાજાને ચિંતાનો પાર નથી. જ્યારે આ બાજુ નગરની બહાર જંગલમાં વડલા હેઠે ચિતામાં પદ્માવતી સૂતેલી હતી. પુણ્યથકી આ ચિતાના કાષ્ટમાં નાગદમની નામની વેલડી આવી હતી. તે વેલડીના પાંદડાં પવન થકી પદ્માવતીના શરીરને વારંવાર અડકતાં હતાં. નાગદમની લતા વેલડીના પાંદડાના સ્પર્શથી પદ્માવતીના શરીરે વ્યાપ્ત ઝેર વેગ થકી
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૪૯