________________
કારણથી તમારા જીવનમાં હવે ફરીથી આવા ભયંકર તોફાનો ચડી ન આવે, ઉત્પાતો ન આવે.
એ જ અવસરે નિમિત્તશાસ્ત્રનો જાણકાર નામ થકી લોકદેવ નૈમિત્તિક સભામાં આવ્યો. બીજા પણ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોવાથી તેની પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો હતો. લોકદેવે પોતાના પૂર્વાવસ્થામાં સંયમ લીધો હતો. સંયમમાં જ્ઞાનની આરાધના ઘણી કરતો હતો. તે થકી પૂર્વના જ્ઞાનને ધારણ કરતો હતો. પણ પ્રમાદના વશ થકી સાધુવેષ ત્યજી દઈને, ગૃહસ્થ થઈ ગયો. પછી આજીવિકાના નિમિત્ત થકી ધનની જરૂર પડતાં નિમિત્તો જોઈને પોતાનો સંસાર ચલાવતો હતો.
રાજસભામાં રાજાએ નિમિત્તકનું સ્વાગત કર્યું. જગતમાં કહેવાય છે કે જ્ઞાનરૂપી ખજાનો જેની પાસે છે તે રાજાથી પણ મોટો કહેવાય છે. વળી આ પૃથ્વીતળને વિષે જ્યાં જાય ત્યાં તે જ્ઞાની પૂજાય છે. રાજા પણ આવા જ્ઞાનીઓની પૂજા-અર્ચા કરે છે.
સૂર્યકાન્ત રાજા નિમિત્તકને પૂછે છે - હે નિમિત્તક! અમારા ભૂતપૂર્વના મંત્રીશ્વર વીરસેનની પત્ની, પોતાના સ્વામીને વાનર બનાવી, ગોવાળિયાની સાથે રથમાં બેસીને ક્યાં ચાલી ગઈ? જો તમે તે શાસ્ત્રને ભણ્યા છો ને તે વિષેનું જ્ઞાન તમને સારું પરિણમ્યું હોય તો તે અમારા સંશયને ટાળો. સઘળી વાત જણાવો.
-: ઢાળ-બારમી :
(ગજરા મારુજી ચાલ્યા ચાકરી રે.એ દેશી) જ્ઞાની જ્ઞાન ઉપયોગથી રે શ્રુત નજર કરી નિર્ધાર, તિમિતિયો ભણે સાંભળો રે, કુલટા રૂપાળી તાર રે.કુલટા. ૧al લઇ તટજળ ઉભી રહી રે, વાતથી લેઇ ફૂલ, ના જળદેવી વધાવીને રેભણે માત હો અનુકૂળ રે.ભણે. / વલણ મુજ પિશાયનું છે. મેં તુમ સાખે કર્યું દૂર, ગોવિંછું તુમ સાન્નિધે રે, સુખ વિલસીશું ભરપૂર ટે.સુખ. 3. એમ કહી વાંદરતે તજી રે, રથ બેઠી ઘબડો લઇ, ધનુષ તીર તરકસ ગ્રહી રે, ગોવિંદ તુગમ લેઇ રે ગોવિંદ. Ill દક્ષિણ દિશા ભણી ચાલતાં રે, તેહ જ અટવી મઝાર, વડત હેઠ ઊતરી રે, વન તરુ-ફળ કરત આહાર રે.વન. //પો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫૩