________________
બીજા વનમાં ભટકવા લાગ્યો. વૃક્ષ પાંદડાં-ફળ-ફૂલોને ખાતાં, ઝરણાં, તળાવ, સરોવરનું પાણી પીતાં મારા દિવસો જવા લાગ્યાં.
એવામાં એક બાજીગર અમારા એ વનમાંથી નીકળ્યો. રમતી મારી સેના જોઈ. તે તેની નજરમાં આવી ગઈ. તેના કૂડ કપટની અમને જાણ ન થઈ. અમે સૌ ફસાઈ ગયા. બાજીગરે અમને કબજે કરી લીધા. મને અને મારી સેનાને બંદીવાન કરી તેના સ્થાનમાં લઈ ગયો. અમને બધાને જુદા જુદા રાખ્યા. થોડા દિવસ તો ખાવાનું પણ ન આપ્યું. આ પ્રમાણે કરતાં અમને સૌને વશમાં કરી પોતાને આધિન કર્યા. ધીમે ધીમે અમને સૌને નૃત્ય કરતાં જુદા જુદા નૃત્યો શીખવાડ્યાં. વળી જુદી જુદી કળા પણ શીખવાડી.
ત્યાર પછી અમને જુદા જુદા ગામોમાં લઈ જતો. અમારી પાસે જુદા જુદા નાચ નચાવી, કળા બતાવી, પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો. અમારે પણ હવે તે જ શરણુ હતું. વફાદાર રહીને માલિકની સેવા કરતા. ગામ નગર ફરતાં ફરતાં આજે તમારી સામે ઉપસ્થિત થયો. મારું નગર, મારી પ્રજા, મારા રાજા મળતાં મને ઘડીક આનંદ થયો. મને કોણ ઓળખે ? આપની સામે કંઈક વાર જોયું. ઘણું રડ્યો. આપને ઈશારા થકી ઘણું સમજાવવા મેં મહેનત કરી. પણ આપ ન સમજી શક્યા. પણ મારું અશુભ કર્મ પૂરું થયું તે થતાં, આજ તમારી કૃપાથી માનવદેહ પામ્યો.
આ પ્રમાણે ચોથા ખંડને વિષે દશમી ઢાળ સમાપ્ત કરી. કવિરાજ આ કથાનક રૂપ વાતને પૂર્ણ કરતાં કહે છે કે મોહજાળમાં પડશો નહિ અને જો પડશો તો મહાદુઃખને પામશો.
-: દુહા -
સચિવ વ્યથા સુણી નૃપ ભણે, ખેદ ન કરવો કોય, ભાવિ પદારથ આગળે, ઉધમ નિષ્ફળ હોય. // પણ તું પુરણ આઉખે, આવ્યો તિજ ઘર વાસ, રુઠી તારી રાક્ષસી, જીવિતતી શી આશ ? રો જેહ માટે નાગને. તે રસીથી ન ડરત, જે વછનાગને નિત્ય ભખે, ધતુર કાય કરત ? all પ્રીત બની જશ જેહશું. તે વિણ તે ન રહેત, ગ ધરી તિહાં એક પખો, તે નર દુખ લહત. /૪
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४४३