________________
જેહતો
કુંવર
જિહા
મેળો
સુદર્શનની
લખ્યો, તિહાં
કથા,
સુણતાં
-ઃ દુહા ઃ
મળવું તસ જાય, અચિજ થાય. 11411
ભાવાર્થ :
મંત્રીશ્વર વીરસેનની આપવીતી વ્યથાની કથા સાંભળી સૂર્યકાન્ત રાજા મનમાં સંતાપ પામ્યો. વીરસેનને ઘણું જ આશ્વાસન આપતાં કહે છે કે હે મિત્ર ! મનમાં ખેદ ન કરશો. મનમાં કોઈપણ પ્રકારનો ક્લેશ કરવો નહિ. વીરસેનની કરુણ કહાણી સભાજનો સાંભળી દુઃખી થયા.
સૂર્યકાન્ત - હે મિત્ર ! કર્મરાજાના ખેલ છે. વળી ભાવિમાં જે બનવાનું હોય તો બનીને જ રહે છે. આપણો ઘણો બધો પુરુષાર્થ કર્યે છતાં તે તો નિષ્ફળ જ જાય છે. મંત્રીશ્વર ! બીજું તો ઠીક પણ તારું આયખું હશે તો તું બચી ગયો. પૂર્ણ આયુષે અમારે ઘેર હેમખેમ આવી ગયો. એ જ મોટી પુણ્યાઈ. આ તારી સ્ત્રી કેવી મહાવિકરાળ રાક્ષસી. રૂઠેલીની આગળ તારું શું ગજુ ? વળી તેમાં જીવવાની આશા શી ધરવી ?
જે લોકો ભયંકર નાગની સામે હંમેશા રમતા હોય તે લોકો દોરડાથી ડરે ખરા ? ના ! કદીયે ન ડરે.
કવિરાજ કહે છે કે “જે હંમેશાં વચ્છનાગ નામનું ઝેર ખાતો હોય, તેને ધતુરો શું કરે ? કંઈ જ
ન કરે. એ જ પ્રમાણે જેને જેની સાથે પ્રીત બંધાઈ હોય તે તેના વિના પળવાર પણ રહી શકતા નથી. જેનો મેળો નસીબ થકી લખાયો હોય ત્યાં મળવા પોતે વારંવાર દોડીને જાય છે. પણ તેમાં એકપક્ષીય રાગ હોય તો શા કામનો ? એકને હોય બીજાને ન હોય તો તે શા કામનો ? એક પક્ષીય રાગવાળો મહાદુ:ખ પામે છે.
તે માટે જ જેના નસીબ જ્યાં હોય ત્યાં જ તે જાય છે. માટે તમે દુઃખી ન થાવ. તેની ઉપર સુદર્શનકુમારની કથા તમે સાંભળો. જે સુણતાં મોટું આશ્ચર્ય થશે.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
୪୪୪