________________
જુએ છે? તારો એક પક્ષનો સ્નેહ શા કામનો ? તને મારી ઉપર ઘણો સ્નેહ છે. પણ મને તારી ઉપર જરાયે સ્નેહ નથી. એક પક્ષના રાગથી સર્યું. તે તારા રાગને ધિકકાર હો ! પિશાચ થઈને મારી પૂંઠે પડ્યો છે. બે બે વાર પાછો તને કાઢ્યો તો એ નિર્લજ્જ તને શરમ ન આવી. તો તેના પ્રત્યક્ષ માઠાં ફળ ભોગવ.
- આ ગોવાળ તો મારા જન્મથી મારો સ્વામી, મારો નાથ છે. મનથી, કાયાથી તો મારો નાથ છે. વચનથી તને કહું છું કે મારો પતિ સાચો આ ગોવિંદ જ છે. તે મને ઘણો વહાલો તથા પ્યારો છે. તું તો અમારા બંનેની મધ્યમાં ચોરની જેમ ચોરી મધ્યે વચમાં આવીને મારો હાથ પકડ્યો છે. હું તો મારી ઈચ્છા પ્રમાણે ચાલનારી છું. હું ક્યારેય તારા વશમાં રહેવાની નથી. મારી ઈચ્છા મુજબ વર્તીશ. રે પામર ! મારા કુટુંબીજનોને વિશ્વાસ દેવા ખાતર જ તને બાહ્ય રીતે પ્રેમ કરતી હતી. ભીતરમાં તો મારો ગોવાળ જ વસે છે.
તે કારણે તને બે વાર તો મેં કાઢી મૂક્યો. ત્રીજી વારે પણ સાન ઠેકાણે ન આવી. યોગિણીની સહાયતાથી આપેલ તાવીજ થકી તિર્યંચ અવતાર મળ્યો. રે! મૂરખ ! જો શિખામણ લાગતી હોય તો હવે મારો પીછો કરવો છોડી દે. વન વનમાં હવે વાંદરો થઈને ભટક્યા કરજે. જ્યારે અમે તો મારા પિયેર ચાલ્યા જઈશું. મારા પિતાએ આપેલું ધન, તે થકી અમે સંસાર સુખો ભોગવીશું. તું હવે ચાલ્યો જા.
રૂપાળી આટલું બધું બોલવા છતાં વાંદરા રૂપે વીરસેન રૂપાળીને ગરીબડો થઈને જોયા જ કરતો હતો. મારગની મધ્યેથી ન ખસ્યો. ત્યારે રૂપાળી ફરીથી વાંદરાને કહેવા લાગી - રે વાંદરા ! હવે તું જા ! હજુ શું જોઈ રહ્યો છું. મારો ગોવિંદ રાજા છે જ્યારે તું તો રાંક છે. ત્રીજીવારે તો તારા નસીબ થકી આ તિર્યંચની મોટી શિક્ષા મળી. એમાં મારો શો વાંક? આ પ્રમાણે બોલતી રહી ને ગોવિંદે બીજી દિશા તરફ રથ હંકાર્યો.
બીજી દિશા તરફ રથ દોડતો જોઈ હું ફલાંગ મારી રથમાં ચડી ગયો. રથમાં બેસીને ભાગતાં જોઈ મારો ગુસ્સો વધી ગયો. બોલી શકવા હું અસમર્થ હું બીજું શું કરું? મેં તે બંનેને લહુરાને બચકાં ભરવા માંડ્યા. નખ થકી ઘણા નહોર ભર્યા નખથી વિદારી બંનેને લોહી લુહાણ કરી દીધાં. તે અવસરે રથમાં રહેલી મારી તલવાર, ગોવાળે મારા માથે જોરથી ફટકારી. માથા ઉપર જોરથી વાગતાં હું ત્યાં ને ત્યાં રથ થકી ગબડી નીચે ઢળી પડ્યો.
મૂછિત થઈ હું ભૂમિ ઉપર પડ્યો. રથ તો આગળ નીકળી ગયો. જમીન ઉપર કેટલીક વાર પડી રહ્યો. મંદ મંદ અને શીતળ પવન વાતાં, ધીમે ધીમે મારી મૂછ દૂર થઈ. રાત હતી. ચારેકોર અંધકાર. હું ત્યાંથી ઊઠ્યો. ગીચ જંગલ, ઘોર અંધારી રાત, કોઈ રસ્તાની કશી જ ખબર નહિ. ક્યાં જવું? શું કરવું? કશી સૂઝ ન પડી. રે! મારે વાનર થઈને ભટકવાનું જ રહ્યું. સારી રાત ત્યાં પસાર કરી.
દિવસના આમ તેમ ભટકતાં, રાત્રિ ઝાડ ઉપર વીતાવતાં કેટલાક દિવસો મારા ચાલ્યા ગયા. ત્યાં એક વાનરસેના જોવામાં આવી. હું તે વાંદરાની સેનાના અધિપતિ જોડે લડ્યો. કેવો લડ્યો. મેં તેને મારી નાંખ્યાં. હું તે વાંદરાની ટોળીનો અધિપતિ થયો. હું મારી સેનાને લઈને એક ઝાડ પરથી બીજા ઝાડ પર, એક વનથી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४४२