________________
વળી તે યોગિણીએ મારા માથા પર હાથ દઈને આશીર્વાદ આપ્યા હતા. વળી કહે કે બેટા ! તને હવે કોઈ રોગ પણ સતાવશે નહિ. તારા સ્વામી પણ ઘણા સુખી થશે. જ્યાં જશે ત્યાં કોઈ ઉપદ્રવ પણ થશે નહિ. વનમાં, રણમાં, સંકટમાં, વળી દુશ્મનની સામે, જ્યાં હશે, ત્યાં હે દીકરી ! તને દુઃખ નહિ પડે. સુખમાં દિવસો જશે. વાઘ-સિંહ કે દુશ્મન સામે જો આવશે તો તારા પતિને જોઈ ભાગી જશે. સામે આવવા સાહસ નહિ કરે. વળી મારી ઉપર અપાર હેત ધરીને એક લોહનું માદળિયું (તાવીજ) મંત્રીને મને આપ્યું. પછી કહે - હે દીકરી ! આ તારા પતિના કંઠે ધરજે. મંત્રથી વાસિત, તથા ઔષધિથી પૂર્ણ, વજનમાં હળવું, અને નાનું છે. મેં તે તાવીજ મારી પાસે રાખ્યું. મેં આ વાત કોઈને ન કરી. તાવીજ ગુપ્ત રાખ્યું.
હે સ્વામી ! તમારું કલ્યાણ થાઓ. એ જ હું ઈચ્છુ છું. મેં બીજી કોઈ ઈચ્છા કે આશા રાખી નથી. આપ આ શીતલકુંજમાં નિરાંતે નિદ્રા કરો. હું તમારી પાસે બેઠી તમારી રક્ષા કરું છું. આપ મારી સાથે રતિક્રીડા કરીને ઘણા થાકી ગયા છો. તો આરામ કરો. આ માદળિયું આપના માથા નીચે રાખો. તેથી નિરાંતે નિદ્રા આવે અને તમારા વિઘ્નો દૂર થાય.
તે રૂપાળી સ્ત્રીની કપટ લીલા હું સમજી ન શક્યો. તેના પ્રેમવચને મને તેની ઉપર અતિશય રાગ થતાં મેં વાત માની લીધી. સુરતક્રીડાથી થાકેલો હું પત્નીના વિશ્વાસે નિર્ભય થઈ તેની પડખે સૂઈ ગયો. જ્યાં હું ભરનિદ્રામાં હતો તે વખતે માથા નીચે રાખેલું માદળિયું કાઢી મારા ગળે બાંધી દીધું.
હે મહારાજા ! જ્ઞાની ભગવંતો કહે છે કે કર્મની આઠ મૂળ પ્રકૃતિ, તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮. જેમાં ૪ મૂળપ્રકૃતિ સર્વઘાતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મોહનીય અને અંતરાય. જે આત્માના ગુણોનો સર્વથા ઘાત કરે તે સર્વઘાતિ કહેવાય. તેમાં દર્શનાવરણીયની ‘નિદ્રા’ પ્રકૃતિ, મારા માટે વૈરિણી નીવડી. નિદ્રા પૂરી થતાં જાગ્યો ત્યારે વાનર રૂપે થયો. વાનરનો દેહ જોતાં જ હું દુઃખી દુઃખી થઈ ગયો. મનુષ્યમાંથી હું તિર્યંચ બન્યો. વિલખો થઈ, ખેદ પામ્યો. ચારે દિશામાં નજર ફેરવી. પણ તે મારી પ્રાણપ્રિયા ક્યાંયે ન દેખી. હું સમજી ગયો કે તે મને છેતરીને ક્યાંક ભાગી ગઈ. રે મને મનુષ્યમાંથી તિર્યંચ બનાવી મને છેતરી ગઈ. તે જાણી હું વધારે દુ:ખી થયો. હવે કોઈ ઉપાય હતો નહિ. ત્યારે મને મારો વણિક મિત્ર યાદ આવ્યો. તેની શિખામણ મેં ગાંડાએ ન માની. કહેતો હતો કે તારી પ્રિયા પરનરમાં આસકત છે. વિશ્વાસ ન કરતો, ન માન્યું, તો તેનું આ પ્રત્યક્ષ ફળ ભોગવવા મળ્યું. હવે હું શું કરું ? ક્યાં જાઉં ? મારી મનુષ્યની વાચા હતી તે પણ ચાલી ગઈ. વિચાર્યુ કે તે મને છોડીને ભાગી ગઈ છે તો કેટલી દૂર ગઈ હશે. રથ પણ ન હતો. રથ જે દિશામાં ગયો છે તે દિશામાં દોડીને પહોંચી જવું. તરત જ ઝાડે ઝાડે લંગો ભરતો દોડતો, રથને મેં.. પકડી પાડ્યો. પહોંચી ગયો. રથ તો ચાલ્યો જતો હતો. રથમાં રૂપાળી ગોવાળ સાથે બેઠી હતી અને હસતી અને મદભરી વાતો કરતી મેં જોઈ. દીન અને લાચાર બનેલો હું માર્ગમાં જઈ બેઠો. રથ થંભી ગયો. હું તેની સામે ટગર ટગર જોઈ રહ્યો. તે બંને મને જોઈ રહ્યા. પછી રૂપાળી કોપ કરી મને કહેવા લાગી - “રે મૂઢ ! રે મૂરખ ! વાંદરો થઈને હવે મને શું
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૪૧