________________
સમી વસમી એ કહી હો રજ, ચોથે ખડે ઢાળ, મેરે. શ્રી શુભવીર સુખી સદા હો રાજ, ન પડે જે મોહ જંજાળ. મેરે.
પણ
૧ - ગાયના ટોળામાં, ૬ - ગાંડા જેવો.
-: ઢાળ-૧૦ :
ભાવાર્થ :
રાજપુરની સભા આશ્ચર્ય પામી. જૂના પ્રધાન વીરસેન વાંદરા રૂપે હતા. તે રાજાને અને નગરની પ્રજાને પાછા મળ્યા છે. બાજીગર પણ તે જોઈ આનંદ સહ વિસ્મય પામ્યો. રાજા અને સભા આ આશ્ચર્યને જાણવા માટે ઘણા ઉત્સુક બન્યા છે.
સૂર્યકાન્ત રાજા - હે મિત્ર ! આ બધું શું બની ગયું?
વીરસેન - હે મહારાજા ! કર્મ તણી ગતિ ન્યારી છે. કર્મ થકી જે ન્યારા થયા તે મહાસુખ પામ્યા. હું પણ મનુષ્ય, તેમાંથી તિર્યચપણું પામ્યો. જે વાંદરામાંથી મારો ઉધ્ધાર આપે કર્યો. ત્યાં મારું તિર્યચપણાનું કર્મ પૂરું થયું. હે મહારાજા ! આ સાત વર્ષમાં કર્મે મને ક્યાં ક્યાં કેવી રીતે નચાવ્યો. તે સંભારતાં મારું હૈયું હાથમાં રહેતું નથી. દાતાર, કંજૂસ, ધનવાન, નીચ ઘરે, ઉચ્ચ ઘરે, સ્ત્રીઓ આગળ, પુરુષો આગળ, ક્ષત્રિય, વાણિયા, બ્રાહ્મણ, રાજા વગેરેની આગળ, રાજનગરોની મધ્યમાં, મેં ઘણા નાચગાન કર્યા. નાચ કરી લોકોને રીઝવ્યા.
હે રાજન! અગોચર એવા મારા મનોરથો ને વાતો, જે કવિઓના વચનો કે કલ્પનામાં પણ ન આવી શકે. વળી સ્વપ્નમાં પણ કોઈ દિન ન દેખાય, એવા કર્મ થકી ક્ષણવારમાં થઈ જાય છે. દેવથકી જે થાય તે બીજું કોઈ કરવા સમર્થ નથી.
જેમ હજારો ગાયોના ટોળાની મધ્યે રહેલી ગાયમાતને દૂર રહેલું વાછરડું (પોતાની માતને) શોધી કાઢીને વળગે છે, તેમ પૂર્વે કરેલા કર્મ જ્યારે ઉદયમાં આવવાના હોય ત્યારે તે કર્મ પોતાના કર્તાને શોધીને, તેનાં ફળ તેને ચખાડે છે.
હે રાજનું! મારા કર્મની લીલાને સાંભળો. જે સુભટોએ આપને વાત કહી તે સાંભળી. હવે આગળ કહું તે સાંભળો. બપોરનું ભોજન કરી આરામ કરીને મારી નવી પરણેલી પ્રિયાના વચન થકી અમે નદીના કિનારે ફરવા ગયા. જળક્રીડા કરી. પછી ગહનવનમાં ગોવાળની સાથે ગયો. મારી પ્રિયા મને સતી એમ દેખાતી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૩૯