________________
રાજ દરબારમાં વાનર ટોળાના ખેલ જોવા નગરજનો ઉમટ્યા હતા. રાજા અને મંત્રી આદિ સૌ પણ આ વાનરના ખેલ જોવા તૈયાર થયા.
બાજીગરે પોતાના પરિવારને આંખના ઈશારે રજા આપી. ને ત્યાં તો વાનર વાનરીઓ પોતાના અંગો નમાવી નમાવી, હુંહુંકાર કરતાં નાચવા લાગ્યાં. બાજીગર ડુગડુગિયું વગાડતો હતો. જુદાં જુદાં વાજિંત્રો બીજા વાનરો વગાડતા હતા. મલ્લ યુદ્ધ કળાને દેખાડતા વાનરો-બીજા વાનરાની જોડે મલ્લકુસ્તી કરવા લાગ્યા. કેટલાક ઢોલક પણ વગાડતા હતા. મલ્લ યુધ્ધમાં વારાફરતી વાનરો એકબીજાની સાથે મલ્લયુધ્ધ કરી, પોતાની જગ્યાએ ચાલ્યા જતાં, વાનરોની નૃત્યકળા-પછી મલ્લયુધ્ધ. તે પણ પૂરું થતાં વળી બાજીગરે પોતાના વાનરોને વાનરીઓને જુદા જુદા વેશના કપડાં પહેરાવીને રાજસભામાં જુદા જુદા ખેલ કરાવતો હતો. વાંદરીઓ અંદરો અંદર એકબીજાને ભેટે છે. એકબીજાને ચુંબન પણ કરતાં હતાં. પોતાના માલિક બાજીગરને પણ ઘણું વહાલ કરતાં હતાં. બાજીગરની બાજીનો બરાબર રંગ જામ્યો છે. પણ....
વાંદરાના ટોળાનો મુખ્ય વાંદરો વિસ્ફારિત નયન થકી, રાજાને વારંવાર ઈશારા કરતો હતો. રાજાનું ધ્યાન નહોતું. નાચતાં વાંદરોઓને જોઈ, રાજી થયેલ રાજા-પ્રજા પરિવાર કંઈને કંઈ ભેટ ધરતાં હતાં. પણ મુખ્ય વાંદરો તો રાજા સામે જ બેસી કંઈક ઈશારાથી સમજાવવા પ્રયત્ન કરતો હતો. વાંદરાનો સંકેત રાજા કંઈ જ સમજતો નથી. ત્યારે આ વાંદરાની આંખમાંથી જોરદાર આંસુધારા વહેવા લાગી. તે રાજાના પગને વારંવાર પકડતો હતો, જ્યારે આંસુની ધારાએ રાજાના પગ પખાળ્યા ત્યારે રાજાનું ધ્યાન ગયું. રડતો વાંદરો જોઈ, રાજા વિસ્મય પામ્યો. વારંવાર તેના ચરણમાં ઝૂકતો હતો. ચરણને ચૂમતો, આંસુથી ભીંજવતો પગને પકડી રાખતો હતો. તે જોઈ રાજા વિચારમાં પડ્યો.
હવે રાજા કંઈક સમજ્યો કે આ વાનર મને કંઈક કહે છે. પણ હું તો કંઈ જ સમજી શકતો નથી. આ પશુ-તિર્યંચના અવતારને ધિકકાર હો. જે અવતારમાં મનુષ્યની જેમ ભાષા નથી. વચન નથી. જે વચનો થકી પોતાની વાત સમજાવી શકે. બિચારા? પોતાની વાત શી રીતે પ્રગટ કરે ? આ પ્રમાણે દયા દાખવતા તથા કૌતુકને રાજા જોતો હતો. પછી બાજીગરને રહેવા માટે દરબાર તરફથી વ્યવસ્થા કરવા એક અધિકારીને કામ સોંપ્યું.
જ્યારે જ્યારે અવસર મળે ત્યારે બાજીગર વાંદરાને નચાવી નચાવી પછી, ખાવા પીવાનું આપતો હતો. જે દાનમાં મળેલા દ્રવ્યમાંથી બાજીગરે પોતાના વાનર પરિવાર માટે જુદા જુદા અલંકાર આભૂષણ કરાવતો હતો. વસ્ત્રો અલંકાર રાજાને આપતો હતો. જે રાજા વાંદરાઓને બોલાવીને પોતાના હાથ થકી વાંદરાઓને પહેરાવતો હતો.
રાજા પણ મુખ્ય વાંદરાને સત્કારતો શરીર પર અલંકાર પહેરાવવા લાગ્યો. ગળામાં હાર નાંખવા જતાં
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૩૫