________________
જયમતિ પ્રધાન આદિ પરિવારે દીકરીને વળાવી રથ દેખાયો ત્યાં સુધી સૌ ઊભા. રથ દેખાતો બંધ થયો ત્યારે, સૌ નગરમાં પાછા ફર્યા.
વરસેન સાથે ઘણા ઘોડેસવાર હતા. સામંત આદિ પણ બીજો ઘણો મોટો પરિવાર હતો.
વીરસેન રૂપાળીને લઈ, ગોવાળ રથને વેગપૂર્વક વાટે દોડાવતો હતો. પ્રયાણ વેગવાળું થતાં સૌ ચાલ્ય જાય છે. ત્રણ દિન સુધી સતત ચાલતાં શૃંખલપૂર્ણક નામનું ગામ આવ્યું. ગામની બહાર, વન સુંદર જોઈને, સૈન્ય ત્યાં વિશ્રામ કરવા પડાવ નાંખ્યો. તંબુ તણાયા. સૌ પોતપોતાના તંબુમાં નિરાંતે આરામ કરવા માટે બેઠા. એક તરફ ભોજનની તૈયારી થવા લાગી. જોતજોતામાં દિન પૂરો થયો. રાત પડી. તે દિન માસનું સુદ પક્ષ હતો. પખવાડિયાની રાત્રિએ ચંદ્ર પોતાની જ્યોત્સનાને વહાવતો હતો. જ્યારે દંપત્તી પોતાના પાલમાં આરામ કરવા માટે રહ્યાં. સૌ થાકેલા તેથી નિદ્રાને ખોળે પોઢ્યા. ચોકીદારો પહેરો ચારેબાજુ ભરતા હતા. ચંદ્રમાના પ્રકાશમાં વનની શોભા જોવા દંપત્તી નીકળ્યાં. વૃક્ષ નીચેથી જતાં રૂપાળીને પગે સર્પ ડસ્યો. સર્પ ડંસથી રૂપાળીએ ચીસ નાખી ને ત્યાં ને ત્યાં તત્કાળ ઢળી પડી. વિરસેન પણ ચમક્યો. પત્ની પાસે બેસી ગયો. પત્ની રૂપાળીને મૂર્ણા આવી ગઈ. ન બોલે, કે ન ચાલે. તે જોઈને વીરસેને હાહાકાર મચાવી દીધો. દૂર રહ્યા ચોકીદારો-સુભટો હાહાકાર સાંભળી સૌ દોડી આવ્યા. મૂછિત શેઠાણી ઉપર ઠંડુ પાણી નાખ્યું છતાં તે ભાનમાં ન આવી. પત્નીના પ્રેમ અને મોહના કારણે વિલંબ થયેલો મંત્રી ત્યાં જ મૂછ આવતાં ઢળી પડ્યો. સુભટો સૌ તેની ઉપર પણ શીતળ પાણી નાખતાં, પવન નાખતાં કંઈક ભાનમાં આવ્યો. મંત્રી પત્નીને સામે જોતાં જ મોટેમોટેથી રડતો વિલાપ કરવા લાગ્યો. હા! હા! પ્રિયે! તને થયું છે? આ વનવગડામાં મને એકલો મૂકીને તું ક્યાં ચાલી ગઈ? હે હાલી ! તારા વિના હું કેમ જીવીશ? મારે પણ હવે મૃત્યુનું શરણ હો ! રડતાં અને વિલાપ કરતાં વિરસેનની વાત સાંભળી સાથે રહેલો સૈન્ય પરિવાર પણ રડતો હતો.
રડતો પરિવાર રૂપાળીને બચાવવા કંઈક પ્રયત્નો કરી રહ્યો હતો. કોઈ એક સુભટ મંત્ર જાણકાર માંત્રિકને બોલાવવા નીકળી પડ્યો. કોઈ મણીની શોધમાં તો કોઈ જંગલમાં જડી બુટ્ટી ઔષધિ શોધવા લાગ્યાં. સૌ આવી આવીને ઉપાય કરવા છતાં રૂપાળી બેઠી ન થઈ.
હવે રૂપાળીના મૃતદેહનો નિસ્તાર કરવા માટે લાકડાં ભેગાં કરી, ચિતા તૈયાર કરી. તે જોઈને વીરસેને પણ રૂપાળી ભેગાં બળી જવાનો નિશ્ચય કર્યો.
પોતાનો માલિક આ રીતે સ્ત્રી સાથે ભેગો બળવાનો નિર્ધાર સાંભળી સઘળો પરિવાર રડતો હતો. ઘણા તો રડતાં રડતાં વીરસેનને બળવાની ના પાડતા હતા. આ રીતે સામટો કોલાહલ થયો. તે દૂર રહ્યા થકા એક સાધુ ભગવંતે સાંભળ્યો. મુનિભગવંત પોતે સૂત્રના સ્વાધ્યાયમાં લીન હતા. સ્વાધ્યાય મૂકી દયાળુ મુનિ મહાત્માએ અવાજની દિશામાં પગ ઉપાડ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૩૦