________________
વીરસેન પાસે મુનિભગવંત આવી ઊભા. મંત્રીને બોલવાની તાકાત ન હતી. મુનિ ભગવંતે પૂછ્યું. સુભટને પૂછતાં જ ખબર પડી ગઈ. મંત્રીપત્ની સર્પ ડંરાથી મૂર્છા પામી છે. અગ્નિદાહ દેવાની ના પાડી. સ્ત્રીને સર્પ ડસ્યો છે. મૃત્યુ પામી નથી. મૂર્છિત થઈ છે. અગ્નિદાહ ન દેવાય. દયાળુ મુનિ ભગવંત સ્ત્રી આગળ ઊભા રહી, “ગરુલોવવાઈ” સૂત્ર ભણવા લાગ્યા. આ સૂત્રમાં આવતો ગારુડીક મંત્ર ભણતાં જ ગરુડ નામના દેવ આવ્યા. ઉત્સાહથી ત્યાં આવી ગયા. સ્ત્રીના અંગમાં વ્યાપ્ત થયેલ સર્પનું વિષ ચૂસી ચાલ્યા ગયા. વિષથી મુકત થતાં રૂપાળી આળસ મરડી બેઠી થઈ. નવું જીવન પ્રાપ્ત થતાં રૂપાળી હર્ષ પામી. મંત્રી પણ હર્ષ પામ્યો. રસાળો પણ હર્ષ પામ્યો.
સૌએ મુનિ ભગવંતને નમસ્કાર કર્યા. મુનિ ભગવંત ત્યાંથી તરત પોતાની મુનિ મંડળીમાં જઈ પહોંચ્યા. વીરસેને પરિવાર સહિત તંબુમાં રાત વીતાવી. સવાર થતાં સહુ આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં બરાબર અડધો માર્ગ કપાયો. હજુ અડધો મારગ બાકી હતો. મધ્યાહ્ન થતાં સૂર્ય માથે તપતો હતો. મારગે વહેતાં નદીના નિર્મળ પાણી જોયાં. નદીના નિર્મળ પાણી વહેતાં હતાં. કાંઠે વૃક્ષોની હારમાળા હતી. વનરાજીને જોતાં, ઠંડો શીતળ વાયુ પણ વહેતો જોઈને, સૌએ ત્યાં ડેરા નાખ્યા. ભોજનવેળા પણ થઈ ચૂકી હતી. સૌ રોકાયા.
સૌ ભોજન તૈયાર કરવા લાગી ગયા. પોતાના તંબુમાં રૂપાળી અને વીરસેન નિરાંતે બેઠાં હતાં. ભોજન તૈયાર થતાં સૌ ભોજન કરી નિરાંતે બેઠાં હતા. રૂપાળી વીરસેનને કહેવા લાગી - હે સ્વામી ! વાતાવરણ રળિયામણું છે. નદીનો કિનારો, શીતળ પવન, સુંદર ગહનવનની વનરાજી છે. તો મારું મન ત્યાં જવા તલસી રહ્યું છે. તો આપ ચાલોને ! આપણે વનક્રીડા કરવા જઈએ. આપણે એકલા જઈએ. સુભટની શી જરૂર છે હમણાં ફરીને પાછા આવીશું.
-: સારથિ મોવિંદ:
ન
સ્ત્રીના કપટને ન જાણતો વીરસેન, સ્ત્રીની ઈચ્છા પૂરી કરવા તૈયાર થયો. રથકાર ગોવિંદને રથ તૈયાર કરી લઈ આવવા આદેશ આપ્યો. દોડતો ગોવિંદ રથ લઈ આવ્યો. દંપત્તીને લઈ રથકાર ગોવિંદ રથ લઈ ચાલી નીકળ્યો. બીજા બધા સુભટો નદીના પટમાં રોકાયા. સૌ જવા માટે તૈયારી કરવા લાગ્યા. લજ્જાને કારણે ભય નહિ પામતાં બંને જળક્રીડા કરવા નદીનાં જળમાં ઊતર્યા. રથને સંભાળતો ગોવિંદ કિનારે રહેલા વૃક્ષતળે હવા ખાતો ઊભો હતો.
જળક્રીડા કરીને દંપત્તી બહાર આવ્યાં. વળી રથમાં બેઠાં. રૂપાળીએ ગોવિંદને આજ્ઞા કરી. આ વનની કંદરામાં રથ લઈ ચાલો. મારે વનની શોભા જોવી છે. વનમાં ગયાં. સાથે કોઈ ન હતું. રથને વનની અંદર ચારે
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૩૧