________________
સીધી. બહાર કાઢો ત્યારે વાંકી. તે જ પ્રમાણે પદ્મા હતી. થોડા દિવસ ગયા ત્યાં તો વળી એક દિવસ કોઈ યોગીરાજ ભિક્ષાર્થે શેરીમાં આવ્યો. ફરતો ફરતો પવાના ઘર આંગણે આવી ઊભો, આ યોગીરાજ રૂપે સ્વરૂપે ફૂટડા હતા. યોગીને જોતાં જ પડ્યા તેના ઉપર મોહી પડી. મોહાંધ પદ્મા યોગીને ભિક્ષા આપતાં તેની સામે ટગર ટગર જોતી. મુખ મલકાવી હસતી હસતી ઘણી બધી ભિક્ષા આપી. ભિક્ષા લઈ યોગી તો પોતાના માર્ગે ચાલ્યો ગયો. યોગી કયાંથી આવ્યા? તે જોવા માટે પદ્મા પોતાની હવેલીની સાતમે માળે ચડી જોવા લાગી. યોગી કયાં જઈ રહ્યા છે? યોગી તો રાજમાર્ગે થઈને નગરની બહાર એક નાની ટેકરી ઉપર યોગીનો વાસ જ્યાં હતો ત્યાં પહોંચ્યા. પધાએ યોગીરાજનું રહેઠાણ જોઈ લીધું.
તે દિનની રાત્રિએ પદ્મા પોતાના સ્વામીને ખવડાવી પીવડાવીને નિરાંતે નિદ્રાદેવીના ખોળે પોઢાડ્યા. જ્યારે બરાબર નારાયણ નિદ્રાધીન થયો એટલે પધા ચૂપચાપ નીકળી ગઈ. નગરની બહાર યોગીરાજની ઝૂંપડીએ પહોંચી. યોગી તો પોતાના ભગવાનની ભક્તિમાં લયલીન બનીને ભજન કરતો હતો. પદ્મા યોગી પાસે આવી ઊભી. ક્ષણવાર થોભી. પછી હાથ જોડી વિનવવા લાગી. અવાજ સાંભળી યોગીએ આંખો ખોલી. જોયું તો સામે સ્ત્રી. સાવધાન થઈ ગયા. પદ્મા ને તો ફરી પ્રાર્થના કરીને કહેવા લાગી.
પદ્મા - હે યોગીરાજ ! મારો સ્વીકાર કરો.
યોગી - અમે તો યોગી છીએ. જા ! તું જે રસ્તેથી આવી તે રસ્તે ચાલી જા. અમે તો સંસાર-સમાજસ્ત્રી-સંતાનથી પર છીએ. માટે તું ચાલી જા.
પઘા - હે નાથ ! શા માટે આવું બોલો છો? હું સ્વેચ્છાથી આવી છું. મારો સ્વીકાર કરો.
યોગી - હે સ્ત્રી ! અમે યોગી છીએ. આવી માંગણી શા માટે કરો છો? વળી તમે પરનાર છો. પરનાર - પરસ્ત્રી તો અમારે માતા-બહેન છે. અમે સ્ત્રીથી વેગળા વસીએ છીએ. જંગલમાં રહી તપ-જપ કરનારા સાધુ છીએ. અમને સ્ત્રીની જરૂર નથી.
પદ્માએ જાણ્યું કે યોગી મારો સ્વીકાર નહિ કરે. ઘરે પાછી આવી. વિચારી રહી છે. હું પરસ્ત્રી. પરસ્ત્રીનો પતિ હયાત હોય ત્યાં સુધી મારો સ્વીકાર ન કરે. પતિ જીવતો જ્યાં છે તો પરનારી હું પણ તેને હણી નાંખુ તો હું પરનારી ન કહેવાઉં. પતિનું કાસળ કાઢી નાખવા, કઠણ કલેજાની પધા ઘરના ખૂણામાં રહેલી તલવાર લઈ આવી. પળનોયે વિલંબ કર્યા વિના ઉંધતા એવા નિર્દોષ પતિ નારાયણને હણી નાખ્યો. પતિને મારી નાંખ્યા પછી તરત જ પવા યોગી પાસે પહોંચી ગઈ. વળી હાથ જોડી કહેવા લાગી.
પદ્મા - હે યોગીરાજ! હું હવે પરનારી નથી. મારો સ્વીકાર કરો. મને પત્ની તરીકે સ્વીકારી મારી ઈચ્છા પૂરી કરો. આજથી તમે મારા પતિ છો.
યોગી છે સ્ત્રી ! તું કેવી રીતે કહે છે કે હું પરસ્ત્રી નથી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४२०