________________
પૂજાપાની થાળી હાથમાં છે. માની પૂજા કરી. મંત્રપાઠ પણ કર્યો. છેલ્લે માના ચરણમાં શીશ ઝૂકાવીને પ્રાર્થના કરતી હતી.
તે ટાણે મૂર્તિ પાછળ સંતાયેલો નારાયણ, પોતાનો અવાજ બદલીને બોલ્યો - હે ભોળી સ્ત્રી! તું મારી દરરોજ ભક્તિ કરે છે. તારી ભક્તિ જોઈ હું પ્રસન્ન થયો છું. માંગ ! માંગ! તારે જે જોઈએ તે માંગ. હું જરુર આપીશ. તે સાંભળી પાને આનંદ થયો.
પદ્મા તો માનો અવાજ સાંભળી અવાક થઈ ગઈ. મા મારી ઉપર પ્રસન્ન થયા છે તો માંગી લેવા દે. પઘા વરદાન માંગવા તૈયાર થઈ. પદ્મા - મા! મા! મારી ઉપર પ્રસન્ન થયા છો ને વરદાન માંગવા કહ્યું, તો મા ! સાંભળ! મારા પતિને આંધળો કરી દ્યો. જે કારણે મારા મનમાનીતા પુરુષની સંગે હું દિન-રાત રમ્યા
માતાજીની પાછળ રહેલો નારાયણ આ સાંભળી છક થઈ ગયો. રે ! હું તો મહાસતી માનતો હતો તેના બદલે આ તો કુલટા નીકળી. ઠીક ! લાગમાં આવી છે.
માતાજીના રૂપમાં નારાયણ બોલ્યો - હે પુત્રી ! સાંભળ! તારા પતિને ભોજનમાં રોજ શુધ્ધ ચોખું ઘી વધારે આપજે. જેમ જેમ ઘી વધારે પેટમાં જશે તેમ તેમ તે ધીમે ધીમે આંધળો થતો જશે.
પદ્મા ચામુંડા માતાની વાત સાંભળી ખુશ થઈ. હવે નારાયણને ભોજનમાં દરરોજ ચોકખા ઘીનો શીરો આદિ મિષ્ટાન સવાર બપોર સાંજ આપવા લાગી. તેમાં ઘી વધારે વપરાય તેવી વાનગી બનાવી પ્રેમથી નારાયણને જમાડતી હતી. નિરાંતે મિષ્ટાન્ન આરોગતો નારાયણ વધારે આનંદ પામતો હતો. ઘી-ખાંડ-ગોળના ભોજને શરીરનું બળ વધવા લાગ્યું. તગડા જેવો થવા લાગ્યો. દિવસો પર દિવસો જવા લાગ્યા. નારાયણ પત્નીને કહે છે - હે ભદ્ર ! મને રોજ મિષ્ટાન કેમ પીરસે છે?
પદ્મા - સ્વામી ! પરદેશ જઈ આવ્યા છો. જુઓ તો સહી ! તમારું શરીર કેટલું દૂબળું પડી ગયું છે. કંઈક સશક્ત થાવ. ને તમારા શરીરનું બળ વધે. માટે શક્તિવાળાં ભોજન બનાવું છું.
નારાયણ - હે દેવી! તારી વાત સાચી છે. હમણાં હમણાં મારી આંખે ઝાંખુ દેખાતું હતું. બે દિવસથી તો હવે દેખાતું પણ બંધ થવા લાગ્યું છે. ઘીની વાનગી રોજ ખાવાથી આંખે દેખાતું ઓછું થતું લાગે છે.
પઘા - ના! ના ! સ્વામી ! એવું ન હોય.
કવિરાજ કહે છે - હે શ્રોતાજનો ! સાંભળો એકબીજાને છેતરવા કેવા પ્રપંચો કરે છે. કેવી યુક્તિઓથી પોતાની જાતને બચાવે છે. પદ્મા જાણે મારી કરણીની મારા સ્વામીને જરાપણ ગંધ સરખી આવી નથી. પોતે કરેલો કીમિયો પાર પાડતાં મનમાં આનંદ પામતી હતી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
* ૪૧૮