________________
નારાયણ પણ જાણે પોતે કશું જ જાણતો નથી. તે રીતે વર્તન કરે છે. વાહ ! કેવો સંસાર ! આ સંસારને દૂરથી સલામ.
પદ્મા પોતાના સ્વામીની વાત સાંભળી મનમાં મલકાય છે. એક દિન જરુર નારાયણની આંખો જોવાનું બંધ કરશે. મારી ઈચ્છા પૂરી થશે. અંતરમાં ઘણી આનંદ પામતી પદ્મા બહારથી સ્વામી નારાયણને આશ્વાસન આપવા લાગી. વળી હૈયામાં હરખાતી પદ્મા શ્રધ્ધાથી દરરોજ ચામુંડા માતાની હરખભેર અધિક અધિક પૂજા કરવા લાગી. જ્યારે નારાયણ દરરોજ ઘી ખાઈને શક્તિ ભેગી કરી બળવાન થવા લાગ્યો.
વળી થોડા દિવસ ગયા. કપટી પત્નીનો પતિ પણ કપટી બન્યો. પદ્માને કહેવા લાગ્યો - હે દેવી ! આજે મને આંખે દેખાતું નથી.
પદ્મા - શું કહો છો ! સ્વામી ! દેખાતું નથી ?
નારાયણ - ના, મને આજે બિલકુલ દેખાતું નથી, જો ને આ ઘર, ઉંબરો, બહાર વસ્તુ વગેરે મને કંઈ જ દેખાતું નથી.
આ પ્રમાણે કહીને નારાયણ હવે આંધળાની જેમ પ્રવૃત્તિ કરવા લાગ્યો. પદ્માને વિશ્વાસ પાકો થાય, તેથી અથડાતો ભટકાતો ઘરમાં ફર્યા કરે છે. ઘરની બહાર જવાનું બંધ કર્યુ. પદ્માને વિશ્વાસ બેસી ગયો. મારો સ્વામી તદ્ન હવે દેખી શકતો નથી.
પદ્માને જોઈતું હતું તે મળી ગયું. પોતાના જારપુરુષને બોલાવીને નિર્ભયપણે મૌન રહી છાની રમવા લાગી. દિવસ અને રાત પણ જોતાં નથી. વાસનાનાં ભૂખ્યા બંને ઘરની મધ્યે ભોગ ભોગવવા લાગ્યા. હવે જારપુરુષ પણ તદ્દન મૌનપણે ઘરમાં જ રહ્યો છે. કયારેક ઘરની બહાર જાય. કયારેક ન પણ જાય.
‘નારાયણ આંધળો છે.’ સમજી બેઠેલી પદ્મા જાર સાથે રમવામાં કોઈ મર્યાદા રાખતી નથી. નારાયણે આ નાટક થોડા દિવસ જોયા કર્યું. પણ કયાં સુધી પત્નીના દુષ્ટ ચરિત્રો જુએ ?
પોતાની હયાતીમાં પોતાની પત્ની પરાયા પુરુષ જોડે દિનભર કામક્રીડા કરે, તે શી રીતે સહન કરે ?
એક રાત્રિએ બળવાન બનેલો નારાયણ જાડી ડાંગ લઈને પલંગે સૂતેલી પદ્મા અને સાથે સૂતેલો જારપુરુષને મારવા ધસી આવ્યો. ડાંગે ડાંગે તે પુરુષને મારવા લાગ્યો. ડાંગના અસહૃા પ્રહારથી જારપુરુષ ત્યાં ને ત્યાં મરણને શરણ થયો. પદ્મા તો પલંગમાંથી સીધી ઊભી થઈ, દૂર જઈને ઊભી. કરે પણ શું ?
મરેલા તે પુરુષના શબને ઘરની બારી થકી નીચે ફેંકી દીધું. પછી પત્નીને કહેવા લાગ્યો, કે આવી રીતે બીજીવાર કરશો તો જે હાલ તારા જારના થયા તે જ હાલ તારા કરીશ.
પતિના આક્રોશભર્યા વચનો સાંભળીને પદ્મા થોડા દિવસ સુધી સીધી ચાલી. કૂતરાની પૂંછડી ભૂંગળીમાં
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૧