________________
હે માતાજી ! કાલે પણ હવેલીમાં ભોજન લેવા પધારજો. ત્યારપછી દરરોજ રૂપાળીની હવેલીએ યોગિણી ભિક્ષાર્થે આવતી જતી થઈ ગઈ.
ભોજન નિમિત્તે યોગિણીને રૂપાળીનો પરિચય વધ્યો. સારા ભોજનની લાલચે યોગિણી પણ પ્રસન થઈ. યોગિણીને રીઝવી રૂપાળી કહે - હે માતા ! આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો આ દુનિયામાં મારા જે દુશ્મનો હોય તેનો અંત લાવવા કોઈ ઉપાય બતાવો. વાત સાંભળીને રાગવાળી થયેલી યોગિણી કહે છે -
યોગિણી - હે પુત્રી ! સમય આવે આપીશ.
ત્યારપછી યોગિણી દરરોજ રૂપાળીની હવેલીએ આવવા લાગી. રૂપાળી ઉપર રાગ વધવા લાગ્યો. રાગ થકી યોગિણીને નાનું એવું લોખંડનું માદળિયું (તાવીજ) તૈયાર કર્યું. મઘા નક્ષત્રમાં સૂર્યનો યોગ પ્રાપ્ત થયે મંત્રિત કરીને રૂપાળીને આપ્યું. તેનો પ્રભાવ કહે છે - હે દીકરી! આ માદળિયું. જે સ્ત્રી કે પુરુષના કંઠે બાંધીશ, તો તે સ્ત્રી કે પુરુષ મનુષ્ય મટી તિર્યંચ રૂપે વાંદરો થઈ જશે. દુશ્મનનો અંત મૃત્યુ નહિ થાય. પણ વાંદરો થતાં તને બીજુ તો કંઈ જ નહિ કરી શકે.
રૂપાળીએ માદળિયું હર્ષભેર સ્વીકારી લીધું. હૈયામાં હરખ સમાતો નથી. અને આ વાત તથા માદળિયું સંતાડી દીધું. જે પોતે એક જ જાણે.
આ તરફ રૂપાળીના પિયરિયામાં પિતા જયમતિએ જોયું. દીકરી હવે બરાબર સાજી થઈ ગઈ છે. તે છતાં કેટલાક દિવસ જવા દીધા. પછી જોયું કે દીકરી બરાબર છે. માંદગીએ વિદાય લીધી છે. એટલે રાજપુર નગરે વિરસેન પ્રધાનને સંદેશો મોકલ્યો કે હે જમાઈરાજ ! આપ અત્રે પધારો. અને મારી દીકરીને તેડી જાવ.
સંદેશો મળતાં જ રાહ જોઈ બેઠેલો પ્રધાન વીરસેન તરત જ રસાળા સાથે વિજયપુર તરફ પ્રયાણ કર્યું થોડા દિનમાં વેગથી જતાં વીરસેન સાસરે જઈ પહોંચ્યો.
સાસરિયાવાળાએ જમાઈનો ઘણો જ સત્કાર કર્યો. બહુમાન પૂર્વક લઈ આવ્યા. વળી જમાઈ સુખપૂર્વક આવ્યા જાણી સહુને હર્ષ થયો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૨૩