________________
હતો. તો પદ્મા બાળકને બદલે પ્રતિમાને કેડે ચલાવી ઘેર આવી. ઘરમાં આવી જતાં સુધી પણ પધાને ખબર ન પડી કે પ્રતિમા ઘેર લઈ આવી.
પતિ નારાયણ પત્નીની આવા પ્રકારની ચેષ્ટા જોઈ વિસ્મય પામતાં પૂછ્યું - તું આ શું લઈ આવી છે ? મારું બાળક કયાં?
પતિના પૂછવાથી જ પદ્મા ચમકી. રે ! આ શું કર્યું. ત્યારે ભાન આવ્યું કે હું બાળકને બદલે પથ્થરની પ્રતિમા લઈ આવી છું. તરત તો જવાબ ન આપ્યો. ત્યાં તો નારાયણે બીજીવાર પૂછ્યું - રે ! મારું બાળક કયાં? પ્રતિમા કયાંથી લાવી? પદ્મા તો ચોંકી ઉઠી. પદ્મા વિચારી રહી. વિચારીને જવાબ આપ્યો.
પઘા - સ્વામીનાથ ! તમે પરદેશ ગયા ત્યારે આખડી (બાધા) રાખી હતી. નગરના પાદરે દેવાલયમાં રહેલા યક્ષની બાધા હતી, કે મારો સ્વામી ક્ષેમકુશળ ઘરે આવી જશે ત્યારે મારા પતિને સાથે લઈ આવીશ. હે દેવ! તારી પૂજા કરીશ. પછી જ પતિ સાથે રતિક્રીડા કરીશ. પણ આપ તો રસ્તાના પ્રવાસ કારણે ઘણા થાકી ગયા છો. વળી સાંજે ખાતાં પીતાં મોડું પણ થયું છે. થાકેલા તમે યક્ષાલયના મંદિરે કેવી રીતે આવો? માટે હું તે બાધા પૂરી કરવા યક્ષાલયના મંદિરે ગઈ હતી. આપ મારી સાથે યક્ષાલયે ન આવ્યા. મેં તો યક્ષની પૂજા કરી. પાઠ પણ ભણ્યો. પણ તમારી પૂજા તો અધૂરી રહી. યક્ષાલયના યક્ષે મને બહાર નીકળતાં રોકી. કહ્યું કે તારા પતિએ પૂજા કરી નથી. મેં કહ્યું કે પરદેશથી આવ્યા છે થાકી બહુ ગયા છે. તેથી સાથે આવ્યા નથી. દેવરાજ ! બોલો શું કરું?
દેવરાજ - હે સ્ત્રી! તે ભલે ન આવ્યો. તો આ મારી પ્રતિમા લઈ જા. ઘરે સ્વામી પાસે પૂજા કરાવી લે. પછી પાછી આવી મૂકી જા. પ્રતિમા આપું છું પણ તે બદલામાં તારા આ બાળકને મારી પાસે મૂકી જા.
જ્યારે પ્રતિમા આપવા આવે ત્યારે બાળકને લઈ જજે. દેવની વાત મેં માની લીધી. ને તમારા માટે આ પ્રતિમા પૂજા કરવા લઈ આવી. આપ જલ્દી પૂજા કરી લ્યો. મારો બાળ ત્યાં રડતો હશે.
ભોળ બ્રાહ્મણ સ્ત્રીના ચરિત્રને જાણતો નથી. પોતાની પત્નીને મહાસતી માનતો હતો. પત્ની ઉપર ઘણો સ્નેહ વરસાવતો તરત સ્નાન કરીને પ્રતિમાની અબીલ ગુલાલથી પૂજા કરી. પદ્મા બ્રાહ્મણી તરત પ્રતિમા ઉપાડી યક્ષના મંદિરે મૂકી પોતાના બાળકને લઈ આવી.
રે વાચક! જુઓ તો સ્ત્રીચરિત્ર કેવાં?
પોતાની પત્ની ઉપર અતૂટ વિશ્વાસ રાખતો મનથી માને છે કે પત્ની મારી ઉપર ઘણો સ્નેહ રાખે છે. વિંઠેલી સ્ત્રી સાથે સુખોને ભોગવતો, પોતાને મહાસુખી માનવા લાગ્યો.
એક દિન નારાયણ વનફળ લેવા દૂર દૂર જંગલમાં ગયો. વનફળ શોધતાં જંગલમાં મોટા સ્તંભ જેવું લાંબું લાકડાનું થડ આડું પડેલું જોયું. ઘરમાં કામ લાગશે, વિચારી બ્રાહ્મણ લાકડું માથા ઉપર ઊંચકી ઘરે લઈ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૧