________________
ચિત્ત ભ્રમિત થઈ ગયું છે. તારી નજર પણ ચકળવકળથી જોયા કરે છે. જન્મની કુંડળી પણ જોવી જોઈએ.
કહેવાય છે કે ઉન્માર્ગે ગયેલો પુરુષ, યોગી, બ્રાહ્મણ, મૂર્ખ માણસ, બાળરાજા, કપટી મિત્ર તથા યૌવનવયવાળી સ્ત્રી, આટલી વસ્તુ કયારેય બીજાને સોંપવી નહીં. નહિ તો તે આપણાં રહેતાં નથી. બીજાના રંગે ચડતાં બીજાના થઈ જતાં વાર લાગતી નથી.
તિલકપુર નામે એક નગર હતું. નારાયણ નામે બ્રાહ્મણ આ નગરમાં રહેતો હતો. એક નહિ બે નહિ પણ કરોડો કપટથી ભરેલી પદ્મા નામે સ્ત્રી હતી. પદ્મા મહાભયંકર કુલટા સ્ત્રી હતી. એકદા નારાયણને બહારગામ જવાનું થયું. ઘરમાં કપટી ભાર્યા પદ્મા નિર્ભયપણે એકલી રહેવા લાગી. કોઈનાથી પધાને જરાયે ડર લાગતો નહોતો. માથે તો કોઈ કહેનાર હતું જ નહિ. કોઈ એક પુરુષની સોબત થતાં, યૌવન અને શીલને જાળવી ન શકી. નિઃશંકપણે રાતદિવસ એની સાથે જતી આવતી હતી. જારપુરુષની સાથે મનમાની કામક્રીડા કરતી હતી. રાતદિન તે જારપુરુષ પદ્માને ત્યાં પડી રહેતો હતો. પાડોશમાં તથા શેરીમાં તેની વાતો થતી હતી. લાલી નામની તેની પાડોશણ દરરોજ શિખામણ આપતી હતી. બેન ! તું બીજા પુરુષની પાછળ આસક્ત થઈ છે. તે સારું નથી. કયારેક તારા માટે ખતરનાક નીવડશે. માટે આ બધા અવળા ચાળા કરવા મૂકી દે. નહિ તો કયારેક તારો વિનાશ થશે.
પરપુરુષમાં આસક્ત પઘા પડોશી લાલીબાઈની શિખામણને ગણકારતી નથી. પોતાનો પતિ પરદેશ ગયો હતો. કોણ જોનાર હતું? સ્વતંત્રપણે ભોગોને ભોગવતી હતી. જેઓ વ્યસનમાં ચકચૂર હોય છે અથવા જે વ્યસનોના દાસ બન્યા, તે કયારેય વ્યસનથી મૂકાતા નથી. દૂધપાન કરતો બિલાડો, ઘરમાં વારંવાર તે જગ્યા પર દૂધ પીવા આવે છે. રોજ દૂધ પીવાની આદતે દૂધનો માલિક જ્યારે ખબર પડે કે દૂધ દરરોજ બિલાડો જ પી જાય છે ત્યારે તક રાખીને દૂધ પીતા બિલાડાને માથામાં લાકડી પ્રહાર કરે ત્યારે બિલાડાને ખબર પડે છે કે દૂધ પીવાનું વ્યસન કેવું દુઃખદાયી છે.
નારાયણ બ્રાહ્મણ પરદેશથી બે વરસે ઘરે આવ્યો. પદ્મા પોતાના પતિની આગતા-સ્વાગતામાં પડી. સ્નાન કરાવ્યું. પછી સારી રીતે ભોજન કરાવ્યું. પતિને આરામ કરવાનું કહીને તે તૈયાર થવા લાગી. જારપુરુષ વિના દિવસ તો જેમ તેમ પસાર કર્યો. પોતાના બાળકને કેડે ચડાવી ઘરની બહાર નીકળી. સ્વામી નારાયણને કહેતી ચાલી કે હું પિયર જાઉં છું. પિયરનું નામ પડતાં કોણ બોલે કે - તું ન જા. કેડમાં બાળ ચડાવી ગામની બહાર રાત્રિ વેળાએ પહોંચી. જ્યાં જારની સાથે મળવાનો સંકતે કર્યો હતો તે દેવના મંદિરે પહોંચી, જારપુરુષની સાથે દેવમંદિરમાં રાત રહી. બાળકને બાજુમાં મૂકી જારની સાથે કામક્રીડા કરવા લાગી. મનમાન્યા ભોગ ભોગવી પુરુષ પોતાના રસ્તે ચાલ્યો ગયો. પદ્મા પણ જલ્દી ઘેર આવવા માટે પોતાના બાળકને ઊતાવળી ઊતાવળી લેવા દોડી. પણ. પણ... તે બાળક દેવમંદિરમાં રહેલી પ્રતિમા સાથે રમતો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૧૫