________________
પરવાળા સરખા છે. આ સુંદર નવયૌવના જોતાં જ તે સ્તબ્ધ થઈ ગયો, તે વિચારે છે કે..
જે કન્યાના હાથમાં હાથી-કુંભ-અંકુશ-કુંડળ-ધ્વજા-મેરુ-છત્ર-કમળ-ચક્ર અને દસમો ઘોડો આ દશ લક્ષણ હોય તો તે રાજાની રાણી થાય છે.
જે કન્યાએ નિર્ધનના ઘરે જન્મ લીધો હોય પણ તેના હાથમાં જો ઉપરનાં દશ લક્ષણમાંથી બે લક્ષણ હોય તો તે પણ રાજાની રાણી થાય છે.
જે કન્યાના હાથમાં મોર અને છત્રની રેખા જેવું લક્ષણ હોય તો તે કન્યા કે સ્ત્રી પ્રથમ પુત્રને જન્મ આપનારી હોય છે અને તે પુત્ર દેવકુમાર સરખો હોય છે.
જે કન્યાની આંખો મૃગલાની જેમ મૃદુ કોમળ તથા મીન માછલીની જેમ આંખ હોય ને આંખના ખૂણા મૃદુ હોય તો તે ધનવાનોને ત્યાં જન્મ લે છે.
જે સ્ત્રીના માથાના કેશ સુંવાળા-પાતળા અને લાંબા હોય, વળી નાભિ દક્ષિણવલિયાકારે હોય, મુખ ગોળાકાર હોય, હાથની આંગળીઓ લાંબી હોય, તે સ્ત્રીનો પતિ સ્વરૂપવાન અને લાંબા આયુષ્યવાળો હોય છે.
જે સ્ત્રી હસતાં મુખ પર નીલવર્ણ (આછા કલરમાં) નો સાથિયો દેખાતો હોય તો તે સ્ત્રી પોતાના પતિના ઘરના આંગણે હાથી ઘોડા વિશાળ પ્રમાણમાં બંધાએલ હોય છે. તે સ્ત્રી પતિના ઘરે ઋધ્ધિ સિધ્ધિ વધારે છે.
જે સ્ત્રીના ડાબા અંગો ઉપર તેમજ ગળામાં ગોળાકારે મસો હોય તો તે પ્રથમ પુત્રને જન્મ આપનારી હોય છે.
જે સ્ત્રીના પેટ-કમર-હાથ અને પગ રૂવાંટી વગરના હોય, શરીરે પસીનો ઓછો થતો હોય, નિદ્રા અને આહાર અલ્પ હોય, કેડ પાતળી હોય, કપાળ તો અર્ધચંદ્રાકારે હોય, પેટ ઊંચુ હોય, શરીરનો પાછળનો ભાગ હૃષ્ટપુષ્ટ હોય તો તે સ્ત્રી પતિના ઘરે લક્ષ્મીનો વધારો કરે છે.
આ ઉત્તમ લક્ષણો સ્ત્રીના કહ્યા. હવે તેનાથી વિપરિત અધમ લક્ષણો કહે છે.
જે સ્ત્રીના સાથળ તથા પયોધરે રૂવાંટી વધારે હોય, વળી પયોધરની ડીંટી (મુખ) ઉપર ભૂખરા વાળ હોય તો તે સ્ત્રી જલ્દીથી વિધવા થાય છે અથવા તેનો સૌભાગ્ય ચાંલ્લો જલ્દી ભૂંસાય છે.
જે સ્ત્રીના પગ અને જંઘા જાડી હોય તે વિધવા થાય છે. કાં તો દાસીપણાને પામે છે. દુઃખી પણ વધારે હોય, ગરીબાઈ વધારે હોય છે.
જે સ્ત્રીના પૂરી આવી હોય તે સ્ત્રી પતિને મારનારી થાય છે. જો નાભિએ આવર્ત હોય તો પોતાના પતિને દેવ સરખો માને છે. જો કમરે આવર્ત હોય તો તે સ્ત્રી સ્વછંદી હોય છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૯૫