________________
હોય, ઉછાંછળી હોય, વળી હાથ-પગ લૂંઠા અને પાંગળા જેવા હોય, વળી તેને મૂછો આવતી હોય તો તે સ્ત્રી વિધવાપણાને જલ્દી પામે છે.
વળી જાડા પગ અને મોઢું ચઢેલું હોય, બટકબોલી હોય, બોબડી હોય, બાંડી (ખોડખાંપણ) હોય, કાણી હોય, હોઠ પહોળા હોય અને નાક પણ બેસી ગયું હોય તે કન્યાને પરણવી નહીં.
જે સ્ત્રી ખડખડાટ હસે કે જેનું હસવાનું બીજાને ન ગમે, ભૂંડણીની જેમ ભસ્યા કરતી હોય, સારાસારના વિવેક વિનાનું ઘણું બોલતી હોય, વળી પરસેવો દુર્ગધવાળો હોય, તે સ્ત્રી નિભંગી હોય છે.
ઉપર કહ્યા જે પંદર લક્ષણો, તે દુર્ભાગી સ્ત્રીના છે. આવા પ્રકારના લક્ષણોવાળી સ્ત્રીને ત્યજી જે દૂર રહ્યા તે મહાસુખ પામે છે.
આ પ્રમાણે કવિરાજે અહીંયા સ્ત્રીઓના સારાં-નરસાં લક્ષણો કહ્યાં. હવે કથાને આગળ કહે છે.. ચંદ્રકુમારે જોબનવંતી અપ્સરા સરખી, ઉત્તમ લક્ષણોથી યુક્ત, વલ્કલના વસ્ત્રોથી સજજ, પુખોના દડાથી રમતી કન્યા જોઈ. જોતાં જ કુમારના દિલમાં સ્થાન જમાવી દીધું. હજુ કુમાર જુએ ન જુએ, વિચારે ન વિચારે, ત્યાં તે ચાલાક હોંશિયાર કન્યાએ ચતુર ચંદ્રકુમારનું ચિત્ત ચોરી લીધું. કુમાર આ સુંદરીને બોલાવવાનો વિચાર કરી આગળ ડગલું ભરે ત્યાં તો કન્યાએ કુમારને જોતાં જ ચોરની જેમ ત્યાંથી નાસી છૂટી. કુમાર તેને બોલાવવા જલ્દી તેની પાછળ ઊતાવળે પગલે દોડી આવ્યો. પણ તે કન્યા અજાણ્યાને જોતાં જ ઘોર જંગલના વૃક્ષોની વચમાં અદ્રશ્ય થઈ ગઈ.
વળી ઘટાદાર વૃક્ષો વટાવીને કુમાર બહાર નીકળતાં, વળી વૃક્ષોની ડાળીએથી ફળ - ફૂલોને ચૂંટતી ત્રણ ચાર તાપસ કન્યા જોઈ. કુમારે આ તાપસ કન્યાઓ પાસે આવી પ્રણામ કર્યા. સામે તાપસ કન્યાઓએ પ્રણામ કર્યા. - કુમારે પૂછ્યું - હે તાપસબાળાઓ ! આ નાની બાળા લઘુવયમાં તપ શા માટે કરે છે?
તાપસ બાળા - હે પરદેશી ! અમારો તાપસ આશ્રમ છે. ત્યાં અમારા કુલપતિ છે. ત્યાં જઈ આપ પૂછો. અમારે વાત ન કરવાની ટેક છે. માટે આપ આગળ વધો. આશ્રમ આવશે.
તાપસ કન્યાની વાત સાંભળી કુમાર તે જ કેડીએ વનના વૃક્ષોને જોતો આગળ ચાલ્યો. જાત-જાતનાં વૃક્ષો જોઈ આનંદ પામતો હતો. ઘણો આગળ વધ્યો. ત્યાં તો કુમારે ઘણા બધા તાપસો તથા તાપસીઓને ચારે બાજુ ફરતા જોયા. દૂર દૂર આશ્રમ પણ જોયો. ઊતાવળે પગલે કુમાર આ તાપસીઓની વસતિમાં આવી ઊભો. આશ્રમમાં પાંચશો તાપસો વસતા હતા. અને તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન કરતા હતા.
ઉત્સાહભેર કુમાર આશ્રમના પગથિયાં પાસે આવી ઊભો. આશ્રમની અંદર કુમારે નજર માંડી. આશ્રમના મધ્યભાગના મોટા ઓરડામાં એક ઢોલિયો (પલંગ) હતો. તે ઢોલિયા ઉપર ગાદી, તે ગાદી ચાદરથી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૯૭