________________
– દુહા :
ભાવાર્થ :
તાપસમુનિ વીરસેને - કુમારને યોગ્ય આસને બેસાડ્યા. પોતે કુમાર સામે બેઠો. નિરાંતની પળે કુમારની આગળ વિરસેન મુનિએ વાતની શરુઆત કરી.
હે પુણ્યશાળી ! જ્ઞાની ભગવંતોએ કર્મની વાતો બતાવી છે. તે ખરેખર આશ્ચર્યકારી છે. જે કર્મરાજા મનમાં વિચારેલા મનોરથોને વેરવિખેર કરી નાખે છે. ધાર્યું કંઈ જ થતું નથી. ધાર્યું કર્મરાજાનું થાય છે. મનના મનોરથો એટલા બધા પ્રબળ હોય છે કે જે મનોરથ પાછળ આપણે પુરુષાર્થ આદર્યો હોય જ છે. પણ કર્મની ગતિ વિચિત્ર હોય છે કે તે મનોરથ કર્મવશને કારણે પૂરા થતા નથી.
“આપણે વિચારીએ કંઈ, જ્યારે કર્મ કરે કંઈ !”
હે રાજકુમાર ! એક વનમાં વૃક્ષની ઉપર પારેવડાંના જોડલાએ માળો બાંધ્યો. સમય જતાં માદા પારેવડાંએ જોડલાને જન્મ આપ્યો. તે બે સંતાનનું જતન કરતાં નાનાં નાનાં કપોત થઈ ચૂકયાં. એકદા દૂરથી આવતો પારધિ જોઈને પત્ની-પતિને કહે છે કે,
હે સ્વામીનાથ ! તમારા કુળનો અંત મને દેખાય છે. કપોતપતિ - હે દેવી ! શા ઉપરથી તું કહે છે?
કપોત પત્ની - હે સ્વામી! જરા દૂર સામે જુઓ. આપણા કુળનો નાશ કરનાર તીર કામઠાં લઈ પારધિ ઊભો છે. હજુ કપોત કપલ વધુ વિચારે તે પહેલાં પારધિ પોતાના બાણ સંધાણની તૈયારી કરતો હતો. તે વખતે બાજ યુગલ પક્ષી પોતાની પત્ની સાથે પારધિની ચારેકોર આંટા લગાવતું ફરી રહ્યું હતું. બાણ છોડવાની તૈયારી ત્યાં તો કર્મ થકી પારધિના પગ પાસે સર્પ નીકળ્યો. સર્પ પારધિને તરત ડંખ દીધો. પારધિના હાથમાંથી બાણ છૂટી ગયું. ને પોતે ઘરતી ઉપર ઢળી પડ્યો. હાથમાંથી બાણ છૂટયું. સરરર કરતાં તે બાણ બાજયુગલને હણી આગળ વધી ગયું. બાજ પક્ષી યુગલ ધરતી ઉપર ઢળી પડ્યું. બાજ યુગલે પોતાના પ્રાણ છોડી દીધાં. અને જમીન ઉપર પડ્યું.
વિરસેન તાપસકુમાર, ચંદ્રકુમારને આગળ કહે છે. પારધિએ બાળ-સંધાણ પોત-કબૂતર માટે કર્યું. પણ પારધિના મનોરથો મનમાં રહ્યા. કર્મરાજાએ ઉપાડી લીધો. કપોત યુગલ બચ્ચાં સાથે બચી ગયું. “જેને રામ રાખે તેને કોણ ચાખે?”
તે જ પ્રમાણે કમળમાં બીડાએલ ભ્રમર વિચાર કરે કે સૂર્યનો ઉદય થશે. રાત પૂરી થશે. ને અજવાળું પથરાશે. સૂર્યના પ્રકાશે કમળ વિકસશે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪no