________________
રૂપાળી
જયમતિ પ્રધાનને પરિવારમાં એક પુત્રી હતી. તે ભરયૌવનના ઉમરે આવી ઊભી હતી. જેનું રૂપાળી નામ હતું. નામ પ્રમાણે જ દેખાવમાં સુંદર સોહામણી રૂપવાળી હતી. શરીર ઉપર યીવન થનગનતું હતું. પિતાને પુત્રીની રાતદિન વર માટે ચિંતા સતાવતી હતી. વીરસેન પ્રધાનને જોતાં જ જયમતિ મનમાં વિચાર કરતો હતો કે મારી કન્યા આ પ્રધાનને માટે યોગ્ય છે. મારી સૌંદર્યવાન રૂપાળી પુત્રી આપી, અમારા મિત્રપ્રેમમાં વધારો થશે.
અવસર મળતાં જયમતિ, મિત્ર વરસેનને કહેવા લાગ્યો -
જયમતિ - હે મંત્રીશ્વર ! મારી લાડકી પુત્રી રૂપાળી આપે જોઈ છે. તો તે પુત્રીનો આપ સ્વીકાર કરો. હું તમારી સાથે પરણાવવા માગું છું. આપ મારી ભાવનાને, તેમજ મારી માંગણીનો ભંગ ન કરશો.
વિરસેન આ વાત સાંભળી મૌન રહ્યો. મૌનનો અર્થ જવાબ “હા” માં હોય છે. જયમતિએ તરત જ્ઞાતિજનોને બોલાવીને પુત્રીની સગાઈની વાત કરી. ત્યાં જ રૂપાળી દીકરીનું સગપણ વીરસેન સાથે કર્યું. ઘડિયા લગ્ન લેવાયા. ઉત્સવપૂર્વક પુત્રીને પરણાવી. દીકરી જમાઈને હાથી-રથ અને ઘણું દ્રવ્ય આપ્યું. હસ્તમેળાપ વખતે રાજાએ પણ પોતાના પ્રધાનની દીકરીને દાનમાં ગામ-નગર વગેરે આપ્યાં.
સસરાએ જમાઈને રહેવા માટે સાતમાળની હવેલી આપી. સેવા માટે દાસી વર્ગ મૂકી દીધો. ઘણા દિવસો રહ્યા. પતિ પત્ની સ્નેહમાં પ્રીતિમાં આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. રાતદિવસ જતાં ન જાણ્યાં.
એકદા મંત્રી વીરસેને જયમતિ સસરાને કહ્યું - અમારે ગામ જવું છે. હવે અમને રજા આપો. ત્યાં મારા રાજા, મારો પરિવાર મારી રાહ જુએ છે.
જમાઈની વાત સાંભળી જયમતિ સહજ દુઃખી થયો. પણ સમજે છે “દીકરી નેટ પરાઈ જવા માટેની તૈયારી કરવા લાગ્યા. જયોતિષીને બોલાવી શુભદિન શુભમુહૂર્ત જોવરાવ્યું. જવાની તડામાર તૈયારી થવા લાગી.
તે અવસરે હાલી રૂપાળી પત્ની માંદી પડી. શૂલરોગથી પીડાવા લાગી. જવાના અવસરે વ્હાલી પત્ની માંદી પડતાં વીરસેન ચિંતામાં પડ્યો. માત-પિતા પણ ચિંતા કરવા લાગ્યા. ઔષધ કરવા માટે વૈદ્યો બોલાવ્યા. જુદા જુદા ઔષધોપચાર ચાલુ કર્યા. એક પણ ઔષધ રૂપાળીની માંદગી દૂર કરતું નથી. જેમ જેમ ઔષધ કરે છે તેમ તેમ રૂપાળીને રોગની પીડા વધે છે. ઔષધના સેવનથી રૂપાળી કંટાળી ગઈ. સાચો રોગ હોય તો ઔષધ કામ કરે ને !
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૦૫